ઈરાદો રાખજો સીધો

cat

દિશા સાચી હતી તેથી કિનારો મેળવી લીધો,
નહીંતર માર્ગ દરિયાનો, કદી ક્યાં હોય છે સીધો !

હશે એને બધાં ફૂલો ઉપર વિશ્વાસ અઢળક કે,
ન પૂછી જાત કોઈ ફૂલની, ને માત્ર રસ પીધો !

હકીકત એ જ છે કે કૌરવો સામે મળે છે રોજ,
છતાં હસ્તો ચહેરો રાખવાનો દંભ મેં કીધો !

નથી ફરિયાદ હું અંધારની એને કદી કરતો,
કે જેણે રાત દીધી છે, દિવસ એણે જ તો દીધો !

બિલાડી રોજ આડી આવશે એ વાત છે નક્કી,
તમે રસ્તો ન બદલો બસ, ઈરાદો રાખજો સીધો.

સુનીલ શાહ

Advertisements

26 responses

 1. સુનીલ….!
  કંઈક અલગ પ્રકારના મૂડમાં લખાયેલી હોય એવી આ રચના કવિના મનમાં એક્સાથે ઘણું બધું ‘ચાલી રહ્યું ‘છે એની ચાડી ખાય છે.
  પ્રથમ અને ચતુર્થ પંક્તિએ ધ્યાન ખેંચ્યું.

 2. સુનિલભાઈ…કવિના મૂડ પણ બદલાતા રહે છે..સરસ ગઝલ બનિ છે..હા હશે વિશ્વાસ અઢ્ળક નહીતો માણસ જાણવાણિ કોશીશ તો કરે ને કે આમા કોઈ ઝેરી ફૂલ તો ન હતૂ..

  હશે એને બધાં ફૂલો ઉપર વિશ્વાસ અઢળક કે,
  ન પૂછી જાત કોઈ ફૂલની, ને માત્ર રસ પીધો
  ખુબ સરસ ભાવના દરશાવી છે..
  સપના

 3. સુનિલભાઇ, ખૂબ સરસ ગઝલ. નવા કાફિયા, નવી વાત. બહુ આનંદ થયો.

 4. દિશા સાચી હતી તેથી કિનારો મેળવી લીધો,
  નહીંતર માર્ગ દરિયાનો, કદી ક્યાં હોય છે સીધો !

  બિલાડી રોજ આડી આવશે એ વાત છે નક્કી,
  તમે રસ્તો ન બદલો બસ, ઈરાદો રાખજો સીધો.

  -બહુ જ સરસ ગઝલ..

 5. दो आँखें बारह हाथनुं गीत याद आव्युं : नेक़ी पर चलें और बदी से टले – ताकि हँसते हुए निकले दम! कवि नर्मदनी रचना पण याद आवे छे : नीति तुम्बी भवसिन्धुने तरावे. एक बनजारा गाये जीवन के गीत सुनाए, हम सब जीनेवालों को जीने की राह दिखाए – सुनील आवो ज एक वणझारो छे एम आ रचना द्वारा जाण्युं अने माण्युं.
  ઈરાદો નહીં પણ ઇરાદો એવી જોડણી છે.

 6. બિલાડી રોજ આડી આવશે એ વાત છે નક્કી,
  તમે રસ્તો ન બદલો બસ, ઈરાદો રાખજો સીધો.

  Nice one

 7. હશે એને બધાં ફૂલો ઉપર વિશ્વાસ અઢળક કે,
  ન પૂછી જાત કોઈ ફૂલની, ને માત્ર રસ પીધો !

  ક્યા બાત હૈ! બહોત અચ્છે.

 8. બિલાડી રોજ આડી આવશે એ વાત છે નક્કી,
  તમે રસ્તો ન બદલો બસ, ઈરાદો રાખજો સીધો.

  બહુજ સરસ ! ગમે તેવા વિપરીત સંજોગોમાં પણ રસ્તો બદ્લ્યા સિવાય ઈરાદો રાખજો સીધો ! ખૂબ જ સુંદર સંદેશો આપી જાય છે આ શબ્દો ! અભિનંદન !

  સ-સ્નેહ
  અરવિંદ

 9. સુંદર ગઝલ. અપ્રચલિત અને અઘરા હમરદીફ્/કાફિયામાં સુરેખ અને નવીન કામ. હકારાત્મક અને દૃઢ અભિગમને વિવિધ રીતે બહેલાવ્યો એ ગમ્યું. 1 2 4 5 નમ્બરના શેર ખરેખર જાનદાર છે.

 10. નથી ફરિયાદ હું અંધારની એને કદી કરતો,
  કે જેણે રાત દીધી છે, દિવસ એણે જ તો દીધો
  સુનિલભાઇ…ઉપર નો શેર મને ખુબ જ ગમ્યો ..કવિતા ના ‘ક’ ની સાથે ગઝલ નો ‘ગ’ પણ છે..બસ આપ ખુબ જ સારા વિચારો સાથે લખતા રહો ..મારો..બ્લોગ http://www.narendrajagtap.wordpress.com પણ જોતા રહેશો..કદાચ મારી ગઝલો ગમે

 11. નથી ફરિયાદ હું અંધારની એને કદી કરતો,
  કે જેણે રાત દીધી છે, દિવસ એણે જ તો દીધો!

  મજાની ગઝલ.

 12. સુંદર ગઝલ… બધા શેર સરસ થયા છે…

  કાફિયા સરસ નિભાવાયા છે…

 13. nathi fariyad hu andharni ene kadi karto
  ke jeNe raat didhi che , diwas to ene j didho..
  (wah khub j saras.)
  Ch@ndr@

 14. સુંદર ગઝલ… છેલ્લા બે અશઆર વધુ ગમી ગયા… અભિનંદન.

 15. sunilbhai too good kavita.

  keep it up…….

 16. kavravo to potanu kaam karta rahe pan apane apno marg chodwano nathi lakh musibat padkar ave ame ane jelisu ane sacho marg banavisu irado sidho n sacho rakhjo….

 17. નથી ફરિયાદ હું અંધારની એને કદી કરતો,
  કે જેણે રાત દીધી છે, દિવસ એણે જ તો દીધો !

  બિલાડી રોજ આડી આવશે એ વાત છે નક્કી,
  તમે રસ્તો ન બદલો બસ, ઈરાદો રાખજો સીધો.

  bas aa be panktij jivan ma samjay to bahu che khubaj saras che thank you

 18. Sir,
  In this time I can’t understand your words ,
  I have read this Gazal three to four times still i can’t understand.

  please send me real BHAVARTH on my e mail..
  because still I am your student now.

  jitesh_dalwala@yahoo.com

 19. હશે એને બધાં ફૂલો ઉપર વિશ્વાસ અઢળક કે,
  ન પૂછી જાત કોઈ ફૂલની, ને માત્ર રસ પીધો !
  અને
  બિલાડી રોજ આડી આવશે એ વાત છે નક્કી,
  તમે રસ્તો ન બદલો બસ, ઈરાદો રાખજો સીધો….બહુ ગમ્યા
  મુકુંદ જોશી

 20. Sunilbhai

  A kavitama Jivnma same avta padkar zilva sandesh chhe.

  SARAS

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: