અણબનાવ છે.

અસ્તિત્વ હોય ત્યાં સુધી જ આવજાવ છે,
બાકી, હૃદયને શ્વાસથી તો ક્યાં લગાવ છે ?

જોઈ લે, તારે હાથે મળ્યો એ જ ઘાવ છે,
એમાં છુપાઈ બેઠો એ, તારો સ્વભાવ છે.

વાદળનો વેશ લઈ હજી ઈચ્છાનું આવવું,
સુખ સાથે જિંદગીની સતત ધૂપછાંવ છે.

આખર મને મળી ગયા ફૂલો બધાંયે, પણ
બસ, એક ફૂલનો હજીયે કાં અભાવ છે ?

બોલ્યા કરું છું પણ, નથી ત્યાં પહોંચતું કશું,
પડઘાને સાદ સાથે કશો અણબનાવ છે.

સુનીલ શાહ
(છંદવિધાનઃ ગાગાલગા લગાલલગા ગાલગાલગા)
ડિસેમ્બર‘૦૯

31 responses

  1. બોલ્યા કરું છું પણ, નથી ત્યાં પહોંચતું કશું,
    પડઘાને સાદ સાથે કશો અણબનાવ છે.

    Nice Gazal.

  2. આખર મને મળી ગયા ફૂલો બધાંયે, પણ
    બસ, એક ફૂલનો હજીયે કાં અભાવ છે ?
    -પરંપરાને અડીને બેઠેલો મજાનો શેર…

    બોલ્યા કરું છું પણ, નથી ત્યાં પહોંચતું કશું,
    પડઘાને સાદ સાથે કશો અણબનાવ છે.
    – ઉત્તમ શેર…

    મત્લાનો શેર પણ સરસ થયો છે… એકંદરે આખી ગઝલ માણવાલાયક થઈ છે…

  3. વાદળનો વેશ લઈ હજી ઈચ્છાનું આવવું,
    સુખ સાથે જિંદગીની સતત ધૂપછાંવ છે.

    These lines are really kabile_tarif.

  4. બહોત અચ્છે સુનિલભાઇ બહોત અચ્છે! જોરદાર અને અર્થસભર ગઝલ.

  5. સરળલાગતી પણ અર્થગહન ગઝલ. બહુ સરસ !
    મુકુંદ જોશી

  6. સુંદર ગઝલ. બીજા શેરને બાદ કરતાં બધા જ શેરો જાનદાર … વાદળનો વેશ લઈ હજી ઈચ્છાનું આવવું … ક્યા બાત હૈ.

  7. Every word of your gazal is meaningful.There are both, simplicity and depth which is really very rare. congratulations

  8. આખી ગઝલ સરસ છે પણ મક્તા તો લાજવાબ છે. મઝા આવી.

  9. કોઇ એક શેર નથી કહી શકાતો..આખી ગઝલ ખૂબ ગમી..છતાં છેલ્લો અને પહેલો શેર…. વાહ…

    મારી ડાયરીમાં આ બંને શેરે પોતાનો અડ્ડો જમાવી દીધો છે. આભાર..
    કયારેક મારા ગધ્યમાં કોઇ જગ્યાએ આ શેર આવી જાય એવું બને. અલબત્ત ત્યારે તમને અચૂક જણાવીશ. વિવેકભાઇના એક શેરનો હમણાં જ મારી કોલમ સંબન્ધસેતુ માં કરેલો. અને ગૌરાંગભાઇ તો અવારનવાર મારા લખાણમાં આવતા જ રહે છે. અલબત્ત તમારા બધાના નામ સાથે જ..એ સ્પષ્ટતા કરવાની જરૂર ખરી ?

    આભાર સુનીલભાઇ

  10. અસ્તિત્વ હોય ત્યાં સુધી જ આવજાવ છે,
    બાકી, હૃદયને શ્વાસથી તો ક્યાં લગાવ છે?

    majani gazal.

  11. સરસ ગઝલ. અભિનંદન

  12. ખરેખર અદભુત ગઝલ…માણવાની ખૂ…બ જ મજા પડી. અભિનંદન સુનીલઈ તમને !

  13. વાહ !
    બધા જ શેર સરસ થયા છે.
    અભિનંદન !

  14. સુખ સાથે જિંદગીની સતત ધૂપછાંવ છે.

    બોલ્યા કરું છું પણ, નથી ત્યાં પહોંચતું કશું,
    પડઘાને સાદ સાથે કશો અણબનાવ છે.

    સરસ ગઝલ. … !

  15. અાખી ગઝલ સરસ થઇ છે અભિનન્દન

  16. સરસ ગઝલ

    બોલ્યા કરું છું પણ, નથી ત્યાં પહોંચતું કશું,
    પડઘાને સાદ સાથે કશો અણબનાવ છે.

    વાહ

  17. વાહ સુનીલભાઈ…..
    સુંદર ગઝલ.
    અભિનંદન.

  18. અસ્તિત્વ હોય ત્યાં સુધી જ આવજાવ છે,
    બાકી, હૃદયને શ્વાસથી તો ક્યાં લગાવ છે?

    વાહ સુનીલભાઈ…..
    સુંદર ગઝલ.
    અભિનંદન.

  19. અસ્તિત્વ હોય ત્યાં સુધી જ આવજાવ છે,
    બાકી, હૃદયને શ્વાસથી તો ક્યાં લગાવ છે ?
    Very good-

    આસમાનમેં લાખો તારે-એક મગર ઢુંઢે ન મિલા

    આખર મને મળી ગયા ફૂલો બધાંયે, પણ
    બસ, એક ફૂલનો હજીયે કાં અભાવ છે ?

  20. अत्यार सुधी में तमारी जेटली ग़ज़लो वांची एमां सदैव विधायक तत्त्वो ज नीरख्यां छे. तेथी आमां कंईक जुदुं लाग्यु. पण ए जुदानी रजूआत पण उत्कृष्ट थई छे. हृदयनी भावनाओनी अभिव्यञ्जना निरुत्तर रहे त्यारे थती अनुभूतिओने वाचा अपाई छे अहीं. अने झाझा नहि, थोडा ज शब्दोथी एमां सुनीलने साफल्य मळ्युं छे. छेक डॉक्टरनी नीरस भाषामां कहुं तो आमेय हृदयमुं काम धडकवानुं छे, शरीरमां रुधिराभिसरण चालु राखवानुं छे ज्यारे श्वासोच्छ्वास तो फेफसांनुं सङ्कार्य छे! एटले हृदय अने श्वासने तो क्यारेय लगाव न होय! छतां एय खरुं छे के शरीरमां चेतन त्यां सुधी ज रहे ज्यां सुधी हृदय पोतानुं काम करतुं रहे अने श्वासोच्छ्वास पण चालता रहे!
    ઈચ્છા નહિ પણ ઇચ્છા એમ ખરી જોડણી છે.
    //આખર મને મળી ગયા ફૂલો બધાંયે// નહિ પણ \\આખર મને મળી ગયાં ફૂલો બધાંયે\\ એમ યાં સાનુસ્વાર જોઈએ.

  21. સુંદર ગઝલ, સુનીલભાઈ… અભિનંદન.

    મક્તાનો શેર ખૂબ જ ગમ્યો.

  22. આખર મને મળી ગયા ફૂલો બધાંયે, પણ
    બસ, એક ફૂલનો હજીયે કાં અભાવ છે ?

    બોલ્યા કરું છું પણ, નથી ત્યાં પહોંચતું કશું,
    પડઘાને સાદ સાથે કશો અણબનાવ છે. ………..vaah!

  23. anbanav chhe mazza aavi gayi aava banav vishe biji vat pan karta rehjo

  24. khub saras ….
    shabdo mathi tame chitro(picture) banavi muko chho….

  25. very good sunilbhai
    khub sarsa gazal
    maza aavi
    thanks

  26. Astitva hoy tyan sudhi av-jav !!!!

    Badhan fulo malya pachhi pan ek no abhav !!!

    Sunilbhai sundar gazal dil khili uthyun.

  27. અસ્તિત્વ હોય ત્યાં સુધી જ આવજાવ છે,
    બાકી, હૃદયને શ્વાસથી તો ક્યાં લગાવ છે?

    Pehli line vanchine aakhi gazal vaanchya vina rahi na shakay…!
    Ghani saras gazal…

Leave a reply to Dr Harish Thakkar જવાબ રદ કરો