સ્મરણ લૈ નીકળો

ચારેતરફ બસ પ્રેમનું વાતાવરણ લૈ નીકળો,
મનમાં તમે એક ફૂલનું કેવળ સ્મરણ લૈ નીકળો.

આ વૃક્ષ પણ તમને સલામી આપશે, ઝૂકી જઈ,
ટહુકા ભરી પંખી સમું જો ભોળપણ લૈ નીકળો.

પુલ સાંકડો હોવાનું બ્હાનું સાવ ખોટું હોય છે,
થોડી પ્રતીક્ષાનું તમે મનમાં વલણ લૈ નીકળો.

સઘળી વ્યથા, ભય, નફરતો છોડી જવાનાં છે અહીં,
તોયે તમે કાં ભીતરે હંમેશ રણ લૈ નીકળો ?

આવ્યા કરે છો, ઢાળ, ફાંટા ને વળાંકો માર્ગ પર,
લૈ જાય તોયે પાર, બસ એવાં ચરણ લૈ નીકળો.

સુનીલ શાહ

Advertisements

36 responses

 1. Nice Gazal.
  Couplets 1, 2 and 5 touched very well.

 2. આવ્યા કરે છો, ઢાળ, ફાંટા ને વળાંકો માર્ગ પર,
  લૈ જાય તોયે પાર, બસ એવા ચરણ લૈ નીકળો.

  સુંદર..

 3. એકદમા સ-રસ ગઝલ થઈ છે, સુનીલભાઈ… અભિનંદન!

 4. આવ્યા કરે છો, ઢાળ, ફાંટા ને વળાંકો માર્ગ પર,
  લૈ જાય તોયે પાર, બસ એવા ચરણ લૈ નીકળો.

  સરસ ગઝલ થઈ છે પણ મક્તા તો એકદમ જબરદસ્ત છે.

 5. પુલ સાંકડો હોવાનું બ્હાનું સાવ ખોટું હોય છે,
  થોડી પ્રતીક્ષાનું તમે મનમાં વલણ લૈ નીકળો

  સઘળી વ્યથા, ભય, નફરતો છોડી જવાના છે અહીં,
  તોયે તમે કાં ભીતરે હંમેશ રણ લૈ નીકળો ?

  બહુ જ સરસ વાત કહી દીધી, ખાસ કરીને આધુનિક જીવનમાં સહુને હરિફાઈ કરવી છે, જીતવું છે અને ન જીતાય તો બહાનુ ગોતવુ હોય છે. આજના માણસની હવે આટલી જ ઓળખ રહી છે.

 6. વાહ સુનિલભાઈ…..
  ઈશુના નવા વર્ષે ખરી આદેશાત્મક ગઝલ લઈ આવ્યા…
  નીકળવાનું તો કહ્યું પણ શું શું સાથે લેવું એ પણ તમે જ કહી દીધું….!જબરૂં હો બાકી..!
  -અભિનંદન.

 7. કોઈ પણ માણશને સહજ સ્પર્શી જાય એવી સરસ ગઝલ.
  અભિનંદન સુનિલ્ભાઈ!

 8. himanshupatel555 | Reply

  આવ્યા કરે છો, ઢાળ, ફાંટા ને વળાંકો માર્ગ પર,
  લૈ જાય તોયે પાર, બસ એવા ચરણ લૈ નીકળો.

  ઉપનિષદકારે ચરતી ચરતો ભગ અમસ્તું નથી કહ્યું.નવા વરસમાં યાત્રા સફળ રહે એ જ
  અભ્યર્થના.
  @ http://himanshu52.wordpress.com ( વિશ્વના અનુવાદો અહી વાંચો.)
  @ http://himanshupatel555.wordpress.com ( મરાં કાવ્યો અહી વાંચો .)
  અભાર.

 9. સરસ ગઝલ..
  અભીનન્દન.

 10. lai jaay toye paar eva charan lai nikalo

  aaj to hovo joiye jindagi vishe no abhigam

  excellent

 11. સરસ ગઝલ..
  આ શેર જરા વધારે ગમી ગયો…

  સઘળી વ્યથા, ભય, નફરતો છોડી જવાના છે અહીં,
  તોયે તમે કાં ભીતરે હંમેશ રણ લૈ નીકળો ?

 12. kirankumar chauhan | Reply

  kya baat hai sunilbhai, badhaj sher aflatun thaya chhe.

 13. डॉ. निशीथ ध्रुव | Reply

  वळी विधायक दृष्टिकोणनी ग़ज़ल आपीने नवा वर्षनुं आगमन सुखद करी नाख्युं. ऋषिओए कह्युं चरैवेति चरैवेति! आपदा-विपदाओनो सामनो करीने कंई केटलाय अगस्तिओए जीवन होमी दीधुं त्यारे उत्तर अने दक्षिण भारतनुं एकत्व सधायुं. फूलो सूंवाळप-फोरम-रङ्गथी सौने मोही ले छे – एवो कोईक ज हशे जे फूलोथी मोहायो न होय! एमनां ए गुणोनुं स्मरण करीने भ्रमण एटले मानव-जीवननुं स्वारस्य ज जाणे. बोध पण रसिक रीते थई शके अने एमां सुनील समर्थ छे – धन्यवाद आपुं तेटला ओछा!
  //વ્યથા, ભય, નફરતો છોડી જવાના// विविधलिङगी रूपो होवाथी \\વ્યથા, ભય, નફરતો છોડી જવાનાં\\ एम अन्ते ना पर अनुस्वार होवो जोईए.
  ए ज रीते बहुवचनमां प्रयुक्त होवाने लीधे //એવા ચરણ // नहि पण \\એવાં ચરણ \\ एम वा पर अनुस्वार होवो जोईए.

 14. you are improving day by day. please add one more matla in which kafia is not ending more than one common letter

 15. Patel Popatbhai | Reply

  Sri SunilBhai

  Saras hridysprs gazal. Vanchvi gami.

 16. સઘળી વ્યથા, ભય, નફરતો છોડી જવાના છે અહીં,
  તોયે તમે કાં ભીતરે હંમેશ રણ લૈ નીકળો ?
  Sunilbhai wonderful Gazal each verses are exellent.

 17. good one mamaji

 18. આ વૃક્ષ પણ તમને સલામી આપશે, ઝૂકી જઈ,
  ટહુકા ભરી પંખી સમું જો ભોળપણ લૈ નીકળો.
  Really a beutiful thouht!

 19. પુલ સાંકડો હોવાનું બ્હાનું સાવ ખોટું હોય છે,
  થોડી પ્રતીક્ષાનું તમે મનમાં વલણ લૈ નીકળો.

  સાવ સાચું સરસ ગઝલ!! બધા શે’ર સરસ થયા…નવુ વર્ષમુબારક..
  સપના

 20. ચારેતરફ બસ પ્રેમનું વાતાવરણ લૈ નીકળો,
  મનમાં તમે બસ ફૂલનું કેવળ સ્મરણ લૈ નીકળો.

  આ વૃક્ષ પણ તમને સલામી આપવા ઝૂકી જશે ,
  ટહુકા ભરી પંખી સમું જો ભોળપણ લૈ નીકળો.

  છે સાવ ખોટૂં આ બહાનું પૂલ તો છે સાંકડો ,
  થોડી પ્રતીક્ષાનું તમે મનમાં વલણ લૈ નીકળો.

  સઘળી વ્યથા, ભય, નફરતો છોડી જવાના છે અહીં,
  તોયે તમે કાં ભીતરે હંમેશ રણ લૈ નીકળો ?

  આવ્યા કરે છો, ઢાળ, ફાંટા ને વળાંકો માર્ગ પર,
  લૈ જાય સામે પાર, બસ એવા ચરણ લૈ નીકળો.

  —– શ્રી સુનીલભાઇ ગઝલ સરસ છે પણ છંદ દોષથી પર થવા થોડો ફેરફાર જરુરી છે.

  1. માર્મિજી,
   આપને મારી ગઝલમાં છંદ દોષ લાગ્યા અને તમે ઉપર મુજબ તમારા હીસાબે પંક્તિઓ બદલી તેને છંદમાં લાવવા પ્રયત્ન કર્યો તે બદલ આભાર…પરંતું…
   (૧)મનમાં તમે એક ફૂલનું કેવળ સ્મરણ લૈ નીકળો

   મારી આ પંક્તિને બદલે તમે સૂચવેલ ફેરફાર મુજબ…

   મનમાં તમે બસ ફૂલનું કેવળ સ્મરણ લૈ નીકળો

   સારું છે…પણ, મારી પંક્તિમાં તમને છંદદોષ ક્યાં દેખાયો તે સ્પષ્ટ થતું નથી. કદાચ ‘એક’ શબ્દનું વજન તમે ‘ગાલ’ ગણ્યું હોય તો આ શબ્દ છૂટ તરીકે ‘ગા’ તરીકે લઈ શકાય છે. ગુજરાતી ગઝલમાં એના સંખ્યાબંધ ઉદાહરણો છે. વળી ગઝલ શીખવા અંગેના પુસ્તકોમાં પણ આ બાબતનો ઉલ્લેખ જોવા મળે છે.

   (૨)પુલ સાંકડો હોવાનું બ્હાનું સાવ ખોટું હોય છે,

   મારી આ પંક્તિને બદલે તમે સૂચવેલ પંક્તિ….

   છે સાવ ખોટૂં આ બહાનું પૂલ તો છે સાંકડો ,

   હવે.. મારી મૂળ પંક્તિમાં બ્હાનું શબ્દના માપ સામે કદાચ વાંધો હોય તો બહાનું શબ્દ ગઝલમાં બ્હાનું શબ્દ (સાંકડા ઉચ્ચાર) તરીકે વપરાય જ છે.
   વળી તમે દર્શાવેલ પંક્તિમાં ‘ખોટૂં’ અને ’પૂલ’ આ બે શબ્દોની જોડણી જ ખોટી છે…!!

   ટૂંકમાં, મારી ખરેખર ક્યાં ભૂલ છે તે સ્પષ્ટ કરશો તો ચર્ચા કરવામાં મઝા આવશે, મારા જેવા વિદ્યાર્થીને વધુ જાણકારી મેળવી દોષ દૂર કરવાની સરળતા રહેશે.
   આભાર..
   સુનીલ શાહ

 21. Dr Nishith N Dhruv | Reply

  सुनीलनी वात साथे समहत छुं. ग़ज़लना पठनमां क्यांये गेयतत्त्व अतिक्रमायुं होय एवुं जणातुं नथी. सुनीले जणावेला जोडणी-दोषो तो छे ज. खेर – दरेक व्यक्तिनुं आस्वादन पोतानुं आगवुं होई शके.

 22. In my opinion, the meter is OK. You have taken valid liberties that do not hamper the recitation of the Gazal.

 23. ભાઈશ્રી સુનીલ,
  પ્રસ્તુત ગઝલમાં “એકેય રીતે” કોઈ દોષ નજરે પડતો નથી,મારી દ્રષ્ટિએ આખો ય “કિસ્સો” માત્ર સમજફેરનો જણાય છે એટલે એમાં સમજ્દારી જ એકમાત્ર નિરાકરણ લાવી શકે
  એમ મારૂં માનવું છે.
  -અસ્તુ.

 24. ચારેતરફ બસ પ્રેમનું વાતાવરણ લૈ નીકળો,
  મનમાં તમે એક ફૂલનું કેવળ સ્મરણ લૈ નીકળો.

  સઘળી વ્યથા, ભય, નફરતો છોડી જવાના છે અહીં,
  તોયે તમે કાં ભીતરે હંમેશ રણ લૈ નીકળો ?

  આવ્યા કરે છો, ઢાળ, ફાંટા ને વળાંકો માર્ગ પર,
  લૈ જાય તોયે પાર, બસ એવા ચરણ લૈ નીકળો.

  વાહ સુનિલભાઈ… સરસ ગઝલ…!

 25. શ્રી સુનીલભાઇ,

  સૌ પ્રથમ તો એ સ્પષ્ટ્તા કરી લઉં કે..
  કોઇ વાદ-વિવાદ માટે નહીં કિંતુ,મને તમારી ગઝ્લ ગમી ગઇ એટલે મે મારો અંગત મત વ્યક્ત કર્યો.ફ્ક્ત સુંદરતામાં વધારો થતો જોવાનાં આશયથી જ….મે અભિપ્રાય લખેલો.

  આપે [ ગાગાલગા નાં ચાર આવર્તનો લઇ , બહેરે રજઝ મુસમ્મન સાલિમ છંદમાં આ ગઝલ રચી છે ]

  મત્લાનાં સાની મિસરામાં * એક ફૂલનું * અને
  ત્રીજા શેરનાં ઉલા મિસરામાં * પુલ સાંકડો * બન્નેનાં ઉચ્ચાર..
  તે છંદની રવાનીમાં મને સહજ રીતે ખુંચતા મેં ઉક્ત અભિપ્રાય આપેલો.અન્ય કોઇ આશય ન હતો.તમે ખૂબ સારી ગઝ્લો આપતા રહો એવી શુભેચ્છા .

  સુનીલભાઇ હું જ વિધાર્થી છું હજી થોડા દિવસ પહેલાં જ એક ડોકટર મિત્રએ ઇ મેલમાં ગુજરાતી લખતા શીખવાડ્યું.મારી બન્ને જોડણી ખોટી હતી. —- “મરમી”

  1. પ્રિય મરમીજી,
   આપની પ્રથમ કોમેન્ટમાં મારી ગઝલમાં છંદ દોષ હોવાની વાત આપે કરી હતી, મારી સ્પષ્ટતા અને જાણકાર કવિ મિત્રોના અભિપ્રાય બાદ આપે બીજી કોમેન્ટમાં રવાનીની વાત કરી. ખેર,આમાં તાર્કિક વાદ–વિવાદ થાય તે સર્જક માટે તો ઉપકારક જ નિવડતો હોય છે.જ્યારે પણ મારી ભૂલ જણાય ત્યારે નિઃસંકોચ વિગતવાર બ્લોગ પર ધ્યાન દોરશો,ચર્ચા કરશો. ગમશે. આભાર.

 26. ગઝલ ખૂબ જ સરસ છે અને આ ગઝલમાં કોઈ છંદદોષ નથી.

 27. khub saras sir!

  School ma tame Science ne badale Gujarati bhanavta hot to maja aavi jat kharu nee?

  Happy makarankranti

 28. આ ‘એક’ની પળોજણ વિશે થોડું વિગતે જાણવું હોય તો અહીં પધારવા વિનંતી છે:

  http://vmtailor.com/archives/189/

 29. સઘળી વ્યથા, ભય, નફરતો છોડી જવાના છે અહીં
  તોયે તમે કાં ભીતરે હંમેશ રણ લૈ નીકળો ?

  અભિનંદન સુનિલ્ભાઈ!

 30. ADBHOOT GHAZAL SUNILBHAI, ABHINANDAN !

  NAVA VARSHNU NAVLU NAJRANU… TAMAAM SHER UTTAM.

 31. ગઝલ બી ગમી અને ચર્ચા બી ગમી. મારા બ્લોગ પર પણ પધારજો.

 32. Very nice Gazal. Enjoyed almost all shers of the Gazal!
  Sudhir Patel.

 33. પ્રિય બ્લોગબંધુ,
  દિવ્યેશ વ્યાસના નમસ્કાર,
  વંદે માતરમ સાથે જણાવવાનું કે હું ગૂજરાત વિદ્યાપીઠમાં એમ.ફિલ. કરી રહ્યો છું. એમ.ફિલ.માં `અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અને ગુજરાતી બ્લોગ વિશ્વ ‘ પર સંશોધન કરી રહ્યો છું, જેમાં આપના સહકારની અપેક્ષા છે. આપનું ઈ-મેલ આઈડી મોકલશો તો હું આપના સુધી મારી પ્રશ્નાવલી પહોચાડી શકીશ. આશા છે કે મોકલાવેલી પ્રશ્નાવલી આપ શક્ય એટલી ઝડપથી (એકાદ અઠવાડિયામાં) ભરીને મોકલી આપશો.
  શું હું એવી પણ આશા રાખી શકું કે તમે મારી પ્રશ્નાવલી તમારા બીજા બ્લોગર મિત્રોને પણ મોકલાવીને મદદરૂપ બની શકશો?
  મારું ઈ-મેલ આઈડી છે divyeshvyas.amd@gmail.com

  સહકારની અપેક્ષાસહ,
  આપનો દિવ્યેશ વ્યાસ.

 34. Sunil bhai, tame khoob lakho chho, ho!
  – Jalal Mastan ‘Jalal’

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: