અવસર રહે

એકબીજા માટે સંબંધોનું એવું સ્તર રહે,
જ્યાં અને જ્યારે મળો બસ, પગલું ધરતી પર રહે.

એ જ માણસ આખરે શ્વેતત્વને પામી શકે,
સપ્તરંગો માટે જેને મન સદા આદર રહે.

જેના પરસેવા થકી તારો ઘડો છલકાય છે,
ભાગ્યમાં એના જ શાને ખાલીખમ સરવર રહે ?

ક્યાંક સીધો ને સરળ છે, ક્યાંક તું કૂટપ્રશ્ન છે,
ના ઉકેલી કોઈ શકતું, એટલે તું પર રહે.

એ વિચારી પર્ણ સૌ ખરતાં ગયાં છે ડાળથી,
કે, નવેસર બાળપણનો વૃક્ષને અવસર રહે.

સુનીલ શાહ

Advertisements

23 responses

 1. ક્યાંક સીધો ને સરળ છે, ક્યાંક તું કૂટપ્રશ્ન છે,
  ના ઉકેલી કોઈ શકતું, એટલે તું પર રહે.
  Sunilbhai Wah Wah whole gazal is wonderful..with superb mesaage for humanbeing..keep it up..visit my recent audio gazal..

 2. સુંદર ગઝલ. બધા જ શેર ગમી જાય એવા છે.

 3. સુંદર .. ત્રીજા અને ચોથા શેરમાં ઈશ્વરની સાથે સુંદર સંવાદ. છેલ્લો શેર કાબિલે તારીફ.

 4. hi fine ghazal…penaltimate SHE’R last but 1 is so nice….

 5. વાહ સુનીલભાઈ….
  સાદ્યંત સુંદર અને માર્મિક ગઝલ.
  જીવનને સરળ અને સહજ અવસરમય બનાવી શકાય તો જ સાર્થકતા સુધી પહોંચી અને પહોંચાડી શકાય.
  શ્વેતત્વ(કદાચ)આ જ સંદર્ભને સાંકળીને સ્ફૂરેલો શબ્દ છે.
  અભિનંદન.

 6. ખૂબ જ સુંદર ગઝલ થઈ છે.
  બધા જ અશઆર ગમી ગયા.
  અભિનંદન.

 7. સરસ ગઝલ છે. બધા શેર ગમી જાય એવા છે.

 8. સરસ ગઝલ, બધા શેર ગમ્યા અને ફરિફરિ વામચી.

 9. એ વિચારી પર્ણ સૌ ખરતાં ગયાં છે ડાળથી,
  કે, નવેસર બાળપણનો વૃક્ષને અવસર રહે.

  ખૂબ સુંદર..આ અંતિમ વાત જરા વધારે અડકી ગઇ.

  અભિનંદન…સુનીલભાઇ..

 10. Kya baat hai ? Bahot khoob…!
  Indeed a nice ghazal, Almost all shers are beautiful.
  Thanx for sharing.
  Hardik Abhinandan,
  Keep it up !

 11. એ વિચારી પર્ણ સૌ ખરતાં ગયાં છે ડાળથી,
  કે, નવેસર બાળપણનો વૃક્ષને અવસર રહે.
  ગજબનો શેર છે.ખૂબ ગમ્યો.

 12. आशावादी ग़ज़लोनो धोध सुनील तरफथी वह्या करे छे एमांनो आ एक वधु जल-राशि! दरेक शेर नितान्त सुन्दर विचार लईने वहे छे, भींजवे छे अने जीवन जीववानो तरीको बताडे छे. सुनीलने माटे जूनुं फ़िल्मी गीत याद आवे छे :
  एक बञ्जारा जाए जीवन के गीत सुनाए;
  हम सब जीनेवालों को जीने की राह दिखाए!
  छेल्ला बे शेर खास स्पर्श्या – कूटस्थ ब्रह्मन् भले अतीत होय – पण एने पामीने पण महात्माओ मोक्ष नथी इच्छता : स्वामी विवेकानन्दे कह्युं के मने मुक्तिमां रस नथी. मने पुनः पुनः मनुष्य जन्म मळो जेथी दीन-नारायण, दुःखी-नारायण, दरिद्र-नारायणनी सेवा-पूजा करवानी तक मळे!
  श्रीमद् आद्य शङ्कराचार्ये पण कह्युं –
  न मोक्षस्याकाङ्क्षा भवविभववाञ्छापि च न मे
  न विज्ञानापेक्षा शशिमुखि सुखेच्छापि न पुनः
  अतस्त्वां संयाचे जननि! जननं यातु मम वै
  मृडानि रुद्राणि शिव शिव भवानीति जपतः!
  अने सुनीले कह्युं :
  એ વિચારી પર્ણ સૌ ખરતાં ગયાં છે ડાળથી,
  કે, નવેસર બાળપણનો વૃક્ષને અવસર રહે.
  सुन्दर! अति सुन्दर!

 13. એ વિચારી પર્ણ સૌ ખરતાં ગયાં છે ડાળથી,
  કે, નવેસર બાળપણનો વૃક્ષને અવસર રહે.

  An excellent one of all.Enjoyed.

 14. waah Sunilbhai,
  maja aawi gai. Tamam sher uttam.

 15. એ જ માણસ આખરે શ્વેતત્વને પામી શકે,
  સપ્તરંગો માટે જેને મન સદા આદર રહે.

  શ્વેતત્વ જેવા શબ્દનો ઉદ્ભવ અને તેનું અર્થસભર નિરુપણ સરસ રહ્યાં. સુંદર રચના.

 16. એ વિચારી પર્ણ સૌ ખરતાં ગયાં છે ડાળથી,
  કે, નવેસર બાળપણનો વૃક્ષને અવસર રહે.

  બહુ ગમી જાય એવી આ પંક્તીઓ, સુનીલભાઈ,તમારી છાપ બરાબર ઉપસાવે છે. ધન્યવાદ!

  “ના ઉકેલી કોઈ શકતું, એટલે તું પર રહે.”

  આ પંક્તીમાં એટલે ને બદલે એટલો ન હોય ?

 17. Enjoyed very nice gazal!
  Congratulations, Sunilbhai!
  Sudhir Patel

 18. વાહ! સુનીલભાઇ, મને ગમતા વિષયો પર તમે ઉત્તમ શે‘રો સર્જી રહ્યા છો. ફરી ફરી માણવાનું મન થાય છે.

 19. પ્રિય બ્લોગબંધુ,
  દિવ્યેશ વ્યાસના નમસ્કાર,
  વંદે માતરમ સાથે જણાવવાનું કે હું ગૂજરાત વિદ્યાપીઠમાં એમ.ફિલ. કરી રહ્યો છું. એમ.ફિલ.માં `અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અને ગુજરાતી બ્લોગ વિશ્વ ‘ પર સંશોધન કરી રહ્યો છું, જેમાં આપના સહકારની અપેક્ષા છે. આપનું ઈ-મેલ આઈડી મોકલશો તો હું આપના સુધી મારી પ્રશ્નાવલી પહોચાડી શકીશ. આશા છે કે મોકલાવેલી પ્રશ્નાવલી આપ શક્ય એટલી ઝડપથી (એકાદ અઠવાડિયામાં) ભરીને મોકલી આપશો.
  શું હું એવી પણ આશા રાખી શકું કે તમે મારી પ્રશ્નાવલી તમારા બીજા બ્લોગર મિત્રોને પણ મોકલાવીને મદદરૂપ બની શકશો?
  મારું ઈ-મેલ આઈડી છે divyeshvyas.amd@gmail.com

  સહકારની અપેક્ષાસહ,
  આપનો દિવ્યેશ વ્યાસ.

 20. shree sunilbhai,
  very nice gazal.mazaa aavi gai.gazal mokalavaa
  badal khub..khub aabhaar. once againe thanks.
  your good friend
  saeed mansuri

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: