રીત સાચી છે..

ગળે વળગી જવાની રીત સાચી છે,
અમે ઊંડાઈ એ રીતે ચકાસી છે.

જમાનો મારશે ધક્કા ઉપર ધક્કો,
તમે ઊભા થવાની ટેવ પાડી છે ?

હશે નક્કર કશું ભીતર અમારી કે,
હજી મુઠ્ઠી અમે અકબંધ રાખી છે.

પુરાણી પ્રીત છે આ વૃક્ષ સાથેની
હવાએ એટલે ડાળી હલાવી છે.

ભરોસો શો તમે ક્યારે ને શું માંગો ?
અમે લ્યો, આંગળી સઘળીયે કાપી છે.

સુનીલ શાહ

18 responses

  1. મઝાની ગઝલ..

    ભરોસો શો તમે ક્યારે ને શું માંગો ?
    અમે લ્યો, આંગળી સઘળીયે કાપી છે
    આ શેરમાં ગુરૂદ્રોણ અને એકલવ્યની વાત સરસ રીતે વણી છે.

  2. સુંદર ગઝલ… અભિનંદન.

    ભરોસો શો તમે ક્યારે ને શું માંગો ?
    અમે લ્યો, આંગળી સઘળીયે કાપી છે.

    આ શે’ર ખૂબ જ ગમ્યો…

  3. પુરાણી પ્રીત છે આ વૃક્ષ સાથેની
    હવાએ એટલે ડાળી હલાવી છે. i like this she’r. sundar gazal.

  4. hi can n’t u type the ghazal in darker black fonts ? personally 4 me toooo hard 2 read…. anyway thnx 4 mails… best wishies 4 gr8 ghazals

  5. સરસ ગઝલ બની છે સુનીલભાઈ…
    તમે ઊભા થવાની ટેવ.. વાળી વાતમાં ? ચિહ્ન મૂક્યું એ બહુ………..જ ગમ્યું.
    બીજા શૅર પણ આસ્વાદ્ય રહ્યા.
    -અભિનંદન.

  6. સંદર રચના !
    અમે ઊંડાઈ એ રીતે ચકાસી છે…
    વાહ !

  7. બધા જ શેર સરસ થયા છે અને એ રીતે જોતાં આખી ગઝલ ધ્યાનાર્હ બની રહી છે…

    મત્લાના શેર વિશે થોડું ખૂલીને બોલો તો વધુ મજા આવશે…

  8. ભરોસો શો તમે ક્યારે ને શું માંગો ?
    અમે લ્યો, આંગળી સઘળીયે કાપી છે.
    સુંદર શે’ર અને ગઝલ. અભિનંદન

  9. अहीं तो केवळ अङ्गुठो कापी आपवानी वात नथी – बधीय आंगळीओने समर्पी छे – तेय वणमागी – सामा पक्षनी अपेक्षाओने बूठी करी नाखवानो आ अदम्य भाव छे. सुनीलनी बधी ज रचनाओमां विधायक दृष्टि ज डोकाय छे अने एथी एनी भीतरमां कशुंक नक्कर छे ज एनी प्रतीति सहेजे थाय छे. विवेके कह्युं तेम बधा शेरोनुं अथथी इति सुधीनुं अनुसन्धान सुनील पोत ज प्रस्तुत करशे तो काव्यरसिकोने कदाच वधु मजा आवशे.

  10. વાહ! સુનીલભાઈ, ખૂબ સરસ રચના.જમાનો… અને ભરોસો… બંને શે’ર સુંદર થયા છે.

  11. Waah sunilbhai,
    very nice ghazal
    zamano maarse dhakka…
    it is laajawab share,
    thank you,
    your best friend
    saeed mansuri

  12. તમારી ભીતર ખરેખર શું નક્કર નથી પ્રિય કવિશ્રી,કહેશો તમે? નહિતર આટલી ચોટદાર -આટલી ધારદાર ગઝલ તમે શી રીતે રજૂ કરી શકો, મિત્ર? ગઝલના પાંચેય શે’ર તમારી કુશળ કલમની સાક્ષી પૂરે છે સુનીલભાઈ…મક્તાનો શે’ર તો જોરદાર છે હોં…મજા આવી ગઈ.

  13. તમારી ભીતર ખરેખર શું નક્કર નથી કવિશ્રી, કહો ને ? નહિતર આટલી ચોટદાર – આટલી ધારદાર ગઝલ તમે શી રીતે રજૂ કરી શકો, મિત્ર ? ગઝલના પાંચેય શે’ર તમારી કુશળ કલમની સાક્ષી પૂરે છે, સુનીલભાઈ…મક્તાનો શે’ર તો ખૂબ જ જોરદાર છે હોં…મજા આવી ગઈ.

  14. Very nice Gazal! Enjoyed almost all shers of the Gazal!
    Sudhir Patel.

  15. સુંદર ગઝલ.
    વિવેકભાઈ વાત મુજબ….બાકીના અશઆરની જેમ મત્લા હજી થોડો વધુ ખૂલ્લો કરો તો કેવું ?

  16. આખી ગઝલ જ કૉપી-પેસ્ટ ! 🙂

    મત્લા : ગળે વળગી, પ્રેમથી મળવું એ જ સાચી રીત છે. પણ આ જમાનામાં તો ગળે મળીને ધક્કો મારનારા હોય છે. એટલે ગળે મળનારાની ઊંડાઈ ચકાસવી પણ જરુરી છે.

Leave a reply to bakulesh desai જવાબ રદ કરો