લૈ બેઠી હતી

 

જિંદગીની ત્યાં સુધી એ આશ લૈ બેઠી હતી,
માછલીઓ જ્યાં સુધી ભીનાશ લૈ બેઠી હતી.

ડર સમંદરનો બતાવો તોય એને શું હવે?
બેય આંખે રોજ જે ખારાશ લૈ બેઠી હતી.

જોઈને એને સહજ રીતે હસે છે બાળકો,
‘મા’ હૃદયમાં પ્રેમનું આકાશ લૈ બેઠી હતી.

ભૂખ જ્યાં ટોળે વળી, એ ઝૂંપડીની ભીતરે,
ભાગ્યની પીડા હજી કાળાશ લૈ બેઠી હતી.

દ્રૌપદીની જેમ જેનાં ચીર ખેંચાયાં અહીં,
એક બાળા લાગણીની લાશ લૈ બેઠી હતી.

સુનીલ શાહ

Advertisements

25 responses

 1. સમગ્ર ગઝલ સ-રસ છે. માતૃવાત્સલ્યની,ગરીબીની કારમી ચીસ તેમજ દ્રૌપદીનાં ચીરની વાત અદભુત રીતે વણાઈ હોઈ ગઝલ હ્રદયસ્પર્શી બની છે…અભિનંદન !

 2. વાહ સુનીલભાઈ….
  સરસ ગઝલ અને સુંદર શબ્દચિત્ર વડે લાગણીનું એક અલગ જ વિશ્વ ખડું થયું છે.
  -અભિનંદન.

 3. જોઈને એને સહજ રીતે હસે છે બાળકો,
  ‘મા’ હૃદયમાં પ્રેમનું આકાશ લૈ બેઠી હતી.

  સરસ.

 4. ડર સમંદરનો બતાવો તોય એને શું હવે?
  બેય આંખે રોજ જે ખારાશ લૈ બેઠી હતી.

  જોઈને એને સહજ રીતે હસે છે બાળકો,
  ‘મા’ હૃદયમાં પ્રેમનું આકાશ લૈ બેઠી હતી.

  સરસ અશઆર… !

  દ્રૌપદીની જેમ જેનાં ચીર ખેંચાયાં અહીં,
  એક બાળા લાગણીની લાશ લૈ બેઠી હતી.

  આજે વાંચેલી બન્ને ગઝલોમાં, સાંપ્રત પરિસ્થિતિ અને સમસ્યાઓ પેશ કરી છે. પણ આ શેરને સરસ શેર કહેવાની હિંમત નથી.

 5. સુંદર અને અર્થ સભર ગઝલ.

 6. બધા જ શેર મજાના ને અર્થસભર ! તમારી શૈલી બરાબર ઉપસી છે.

 7. ભૂખ જ્યાં ટોળે વળી, એ ઝૂંપડીની ભીતરે,
  ભાગ્યની પીડા હજી કાળાશ લૈ બેઠી હતી…
  Nice Rachana, Sunilbhai !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Inviting you Sunilbhai to my Blog Chandrapukar,,Hope to see you there !

 8. very very beautiful gazal…enjoyed

 9. સુનીલભાઈ,
  આપની ગઝલને અમે પણ માણી અને મજા પામ્યા. અભિનંદન.

 10. ખુબ સરસ ગઝલ વાંચવા મળી.

 11. નખશિખ સુંદર ગઝલ

 12. સાદ્યાંત સુંદર ગઝલ…

 13. ક્યાંક હોવાની શક્યતાઓમાં અટકી ગયેલી હયાતી વિશે બોલતા આ શબ્દો ” લૈ બેઠી હતી,”
  લૈ બેઠી-વર્તમાન છે અને હતી- એ ભૂતકાળ, આબન્નેનું સામીપ્ય શક્યતાછે.
  કવિતાનો વિસ્તાર કવિતામાં શ્બ્દથી સ્ફોટ સુધી થાય પણ ગઝલ વાક્યોની કવિતા હોવાથી
  વાક્યનો વિસ્તાર સ્ફોટ સુધી થાય છે,ગઝલ કદાચ આ રીતે તપાસવી જોઈએ.
  એક બાળા લાગણીની લાશ લૈ બેઠી હતી.–એક બાળા પોતિકી લાશ લૈ બેઠી હતી ??

 14. ભાવવાહી રચના…મા તો તેની ભીતરમાં સ્નેહનું આખ્ખું યે આસમાન સંગોપીને જીવનભર બેઠી રહે છે… પણ…

  અંતિમ શેર…. વાહ..અને આહ..!

 15. kirankumar chauhan | Reply

  kavikarm ane kavidharm banne ahin java male chhe.

 16. An excellent work manifesting pathetic condition of women even in 21st century.A very effective and poignant gazal. congrats!

 17. Enjoyed your nice and meaningful Gazal!
  Sudhir Patel.

 18. sunilbhai
  very good ghazal
  congratulation
  saeed mansuri

 19. અલગઅલગ ભાવ જાગૃત કરતી સરસ ગઝલ! ખારાશ અને લાશ ખાસ ગમ્યાં!

 20. good emotional creation of motherhood

 21. ભૂખ જ્યાં ટોળે વળી, એ ઝૂંપડીની ભીતરે,
  ભાગ્યની પીડા હજી કાળાશ લૈ બેઠી હતી.

  Nice Sher !!!

 22. અત્યોચ્ચ!!! અત્યોચ્ચ!!! અત્યોચ્ચ!!!

 23. દ્રૌપદીની જેમ જેનાં ચીર ખેંચાયાં અહીં,
  એક બાળા લાગણીની લાશ લૈ બેઠી હતી.
  શ્રી સુનીલભાઈ શાહ સુંદર રચના, તથા સુંદર બ્લોગ, અભિનંદન!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: