પાછું જોઈએ

હું ક્યાં કહું છું મોટું જોઈએ,
ઘર લાગણીથી ભીનું જોઈએ.

ભીતર છું હું, હું એ જ બ્હાર છું,
ના મારે કોઈ મ્હોરું જોઈએ.

જોવું હશે જો ભીંતપાર તો,
થોડું ઘણું બાકોરું જોઈએ.

ભીતરની શ્રદ્ધાને પૂછે છે કોણ?
મંદિર અહીં બસ મોટું જોઈએ !

એ માત્ર આંખોનું મિલન હતું,
કોઈએ આગળ વધવું જોઈએ.

લે, આખેઆખું શ્હેર આપી દઉં,
બસ, ગામ મારું પાછું જોઈએ.

સુનીલ શાહ

Advertisements

28 responses

 1. ખૂબ જ સુંદર ગઝલ… બીજો અને ત્રીજો શેર ગમી ગયા…

 2. અલગ-અલગ ભાવ અભિવ્યક્તિને સાંકળતી ટૂંકીબહરની સરસ ગઝલ લાવ્યા સુનીલભાઈ…..
  હું ક્યાં કહું છું મોટું જોઈએ,
  ઘર લાગણીથી ભીનું જોઈએ.
  આ વધારે ગમ્યું.
  -અભિનંદન.

 3. Wah !

  aakhu saher pachu api dau bus maru gam pachu joie.

  Nice lines

 4. મઝાની ગઝલ
  ભીતર છું હું, હું એ જ બ્હાર છું,
  ના મારે કોઈ મ્હોરું જોઈએ.
  માણસ ઘરની બહાર નીકળે ત્યારે એક મ્હોરું પહેરીને નીકળે છે.એના મનમાં તો ચાલે છે અનેક વિચારોનું દ્વંદ્વ અને માણસ લાચાર થઈને એના વમળમાં ઘૂમ્યા કરે છે.
  —————
  ભીતરની શ્રદ્ધાને પૂછે છે કોણ?
  મંદિર અહીં બસ મોટું જોઈએ !
  વાહ
  પાયાની વાત ભીતરની શ્રદ્ધા!

 5. સુંદર અને ગાવા જેવી ગઝ્લ

 6. Dear,

  હું ક્યાં કહું છું મોટું જોઈએ,
  ઘર લાગણીથી ભીનું જોઈએ
  AND
  ભીતરની શ્રદ્ધાને પૂછે છે કોણ?
  મંદિર અહીં બસ મોટું જોઈએ !

  Supurb yaar.
  Jiyo Sunilbhai………..

  Regards,
  Prathesh

 7. અદભુત ગઝલ…દરેક શે’ર માણવાની ખૂ…બ જ મજા પડી. પ્રિય કવિમિત્રને હૃદયપૂર્વક અભિનંદન !

 8. ગામ હતું તે આપી દઈ શહેર લીધું;જો વેપલો કીધો.
  अब पछताये होत क्या जब चिडिया चुग गई खेत!

 9. લે, આખેઆખું શ્હેર આપી દઉં,
  બસ, ગામ મારું પાછું જોઈએ.

  હું તો કહું છું કે

  લે, આખેઆખો દેશ આપી દઉં,
  બસ,ગામ મારું પાછું જોઇએ.

 10. ભીતર છું હું, હું એ જ બ્હાર છું,
  ના મારે કોઈ મ્હોરું જોઈએ.

  sundar rachana

 11. સુંદર ગઝલ. બધા જ શેર ગમ્યા.

 12. sundar rachana! aa sher khaas gamyaa:

  એ માત્ર આંખોનું મિલન હતું,
  કોઈએ આગળ વધવું જોઈએ.

  લે, આખેઆખું શ્હેર આપી દઉં,
  બસ, ગામ મારું પાછું જોઈએ.

  chhand kayo chhe?

  ગાગાલગા ગાગાલગા લગા ?

 13. Hello,
  Your blog is Excellent.
  we are also doing activity to promote gujarati Language and Gujarati.
  Here is some Text for You. We are also on face book,orkut, Twitter,linkedin..

  કેમ છો, અમે ગુજરાતી ભાષાને પ્રમોટ કરવા http://www.booksonclick.com/ નામ ની વેબ સાઈટ લોન્ચ કરી છે. તેમા શક્ય ઍટલા તમામ લેખક ,કવિ લગભગ બધી રચનાઓ આવરી લેવાનો એક પ્રયાસ કર્યો છે. દરેક પુસ્તક મૂળ કિંમતે જ છે.
  Please Visit It Ones And If You like tell Others else Tell Us

  Thanking You
  For Booksonlcick.com

 14. sunder lakhyu chhe.e pan gujarati ma lakhyu chhe etle to vadhare game chhe.matru-bhasha ma varnan karvani ane vichar karvani maja kaik alag j hoy chhe.aasha rakhu k tame aavu saras lakhta j raho.
  jay dwarikadhish.

 15. સરસ ગઝલ છે. મે તમારી રચનાઓ અવારનવાર બ્લૉગ જગતમાં તથા સામયિકોમાં માણી છે, ગમી છે. શુભેચ્છાઓ.

 16. યશ, ધરતીનો છેડો ઘર છે. નાનું પણ હુંફાળુ જોઇએ. પ્યારુ અને રુપાળુ જોઇએ.
  -સરસ કાવ્ય.

 17. મજાની ગઝલ

  આ શેર વિશેષ ગમ્યા..

  ભીતરની શ્રદ્ધાને પૂછે છે કોણ?
  મંદિર અહીં બસ મોટું જોઈએ !

  લે, આખેઆખું શ્હેર આપી દઉં,
  બસ, ગામ મારું પાછું જોઈએ.

 18. હું ક્યાં કહું છું મોટું જોઈએ,
  ઘર લાગણીથી ભીનું જોઈએ.

  liked most

  Lata Hirani

 19. Gam na badala ma akhe-akhun shaher api rahya chhe Sunilbhai,chhe koi lenar??? [hahaha]
  saras gazal.
  pallavi

 20. સરસ ગઝલ. આંખોનું મિલન.. શેંર હજી વધુ કલાત્મક બનાવી શકાય?

 21. સરસ ગઝલ! અભિનંદન સુનીલભાઈ.

 22. waaaah…… saras gazal !

  couldn’t select one/two shers… 🙂

  after a long time, I visited your blog,
  and just enjoyed alllll gazals … just refreshing !!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: