કલમ ઉપાડી છે..

આંખ ઊંડી ને ખાલી પેટ લઈ ગુજારી છે,
મેંય પથ્થરો માફક જિંદગી ઉપાડી છે.

રાત જ્યાં વીતે છે એ ફૂટપાથ સાક્ષી છે,
આભ ને ધરા વચ્ચે કેટલી ઉદાસી છે !

રોજ પથ્થરોમાં મેં શોધ આદરી તારી,
શી ખબર કે તેં ઈશ્વર, જાત ક્યાં છુપાવી છે !

હું ઉછાળું સિક્કો ને રોજ ઝીલી લે છે તું,
ભાગ્ય એટલે મારું જાણવાનું બાકી છે.

શબ્દ જેણે દીધો છે, એ જ શ્લોક પણ દેશે,
માત્ર એ જ શ્રદ્ધાથી મેં કલમ ઉપાડી છે.

સુનીલ શાહ

Advertisements

22 responses

 1. શબ્દ જેણે દીધો છે, એ જ શ્લોક પણ દેશે,
  માત્ર એ જ શ્રદ્ધાથી મેં કલમ ઉપાડી છે.
  સરસ
  સ્વ.ચંદ્રકાન્ત બક્ષીની કલમ ઉપાડવાની વાત યાદ આવે છે.
  “મીરાંની કવિતામાં એણે પૈસાવાળા કુટુંબને લાત મારીને કલમ ઉપાડી છે તેમ મેં પણ પાલનપુરી પૈસાવાળા પરિવારને છોડીને આખી જિંદગી ગુજરાતી ભાષા માટે ખુવાર કરી દીધી. મીરાં મેવાડ છોડી દ્વારકા ચાલી નીકળી એમ મેં પણ કોલકાતા છોડીને મુંબઇમાં ખાનાબદોશની જેમ જીવન વિતાવ્યું.એની જુબાનમાં હિંદીની છાંટ છે મારી કલમમાં ઉદૂર્ની ખુશ્બૂ છે. મીરાં પર લોકલાજ છોડવાનો આરોપ છે. મારા પર ‘કુત્તી’ વાર્તા માટે સરકારે સાત વર્ષ અશ્લીલતાનો કેસ ચલાવેલો. મીરાં સ્ત્રી છે અને હા, આ ભાષામાં સૌથી વધુ મારી સ્ત્રીવાચકો છે જેને હું સલામ કરું છું. એ કહે છે : ‘થારા પ્રેમમાં સાવરિયા મુને બદનામી લાગે મીઠી.”
  શબ્દ અમથા નહીં સજે અર્થો
  કૈંક ધક્કે કલમ ઉપાડી છે.

 2. શબ્દ જેણે દીધો છે, એ જ શ્લોક પણ દેશે,
  માત્ર એ જ શ્રદ્ધાથી મેં કલમ ઉપાડી છે.

  વાહ !

 3. આખી ગઝલ સરસ છે પણ મક્તાની વાત અલગ છે.

  શબ્દ જેણે દીધો છે, એ જ શ્લોક પણ દેશે,
  માત્ર એ જ શ્રદ્ધાથી મેં કલમ ઉપાડી છે.

 4. સરસ ગઝલ સુનીલભાઈ,
  સાચી દીશામાં અને શુદ્ધભાવનાથી કરેલી મહેનત જરૂર રંગ લાવે જ, બસ આમ શ્રદ્ધાપૂર્વક લખ્યા કરો બસ.
  -અભિનંદન.

 5. સરસ !
  સુનિલભાઈ સુંદર ગઝલ થઈ છે.
  અભિનંદન !

 6. ગઝલ સરસ છે. અને ઉપર બધાની જેમ મને પણ મક્તા લાજવાબ લાગ્યો. મને આ શેર પણ બહુ ગમ્યો.

  હું ઉછાળું સિક્કો ને રોજ ઝીલી લે છે તું,
  ભાગ્ય એટલે મારું જાણવાનું બાકી છે.

 7. શબ્દ જેણે દીધો છે, એ જ શ્લોક પણ દેશે,
  માત્ર એ જ શ્રદ્ધાથી મેં કલમ ઉપાડી છે.

  What a faith in inner voice ! kya bat kai !

 8. શબ્દ જેણે દીધો છે, એ જ શ્લોક પણ દેશે,
  માત્ર એ જ શ્રદ્ધાથી મેં કલમ ઉપાડી છે.

  What a faith in inner voice!

 9. બધાં એકજ શેર પર તૂટી પડ્યા તેથી મારે ભાગે તો
  —ભાગ્ય એટલે મારું જાણવાનું બાકી છે.

 10. સરસ ગઝલ બની છે.
  મને પણ મક્તા લાજવાબ લાગ્યો 🙂

 11. himanshupatel555
  ‘ભાગ્ય એટલે મારું જાણવાનું બાકી છે.’

  હું ઉછાળું સિક્કો ને રોજ ઝીલી લે છે તું,
  ભાગ્ય એટલે મારું જાણવાનું બાકી છે.
  સ રસ
  યાદ આવી
  પુરબકા રવિ પશ્ચિમે, ગર જો ઉગે પ્રભાત,
  લીખા મીટે નહી નસીબકા, લીખા જો હરિ કે હાથ
  દુઃખ લેને જાવે નહી, આવે આચા બુચ,
  સુખકા પેહરા હોયગા, તબ દુઃખ કરેગા કુચ.
  હોને પદાર્થ હોત હય, બિસર જાત સબ શુધ,
  જૈસી લીખી નસીબમેં, તૈસી ઉકલત બુધ.
  અનહોની હોય નહી, હોની હોય સો હોય,
  રામચંદ્રજી બનકુ ગયે, સુખ અછત દુઃખ હોય.
  એ મન ભાયગ ભૂલ મત, જો આયા મન ભાગ,
  સો તેરા ટળતા નહી, નિશ્ચય સંશય ત્યાગ.
  મનકી શંકા મેટ કર, નિઃશંક રહે નિરધાર,
  નિશ્ચય હોય સો હોયગા, જો કરસી કિરતાર.
  (૬૭૬) તેરા વેરી કોઈ નહી, તેરા વેરી ફયેલ,
  અપના ફયેલ મિટા લે, ફીર ગલી ગલી કર સહેલ.
  દુનિયા કહે મેં દોરંગી, પલમેં પલટી જાઉં,
  સુખમેં જો સો રહે, વાકો દુઃખી બનાઉં.
  કબીર! ઘટમેં રામ હૈ, રજક મોત જીવ સાથ,
  કહાં ચારા મનુષ્યકા, કલમ ધનીકે હાથ.
  આતાલ જા પાતાલ જા, કા ફોડ જા બ્રહ્માંડ,
  કહે કબીર ના મીટે, દેહ ધરેકા દંડ.
  લીખા મીટે નહી નસીબકા, ગુરૂ કર ભજ હરિનામ,
  સીધે મારગ નિત ચલ, દયા ધરમ વિશ્રામ.

  કાશ આવું ભાગ્ય મળે!
  બાઇ રે, તારાં ભાગ્ય મહા બળવાન :
  અમૃતપ્રાશણહાર તે તારાં ગોરસ માગે ક્હાન ! – બાઇ રે..

 12. સુંદર ગઝલ..

  ગાલગા લગાગાગાના દ્વિખંડી છંદમાં સફળ ગઝલ પ્રયોજવાનું મુશ્કેલ કામ આબાદ પાર પાડ્યું છે…

  સુંદર રચના….

 13. છંદની સમજ તો નથી પડતી..પરંતુ ભાવની સમજ ચોક્ક્સ પડે છે..
  અને ભાવ ખૂબ સુંદર…

  સરસ રચના..અભિનંદન સુનીલભાઇ…

 14. Enjoyed all shers of your nice Gazal!
  Sudhir Patel.

 15. બહુ જ સુંદર ગઝલ.

 16. સુંદર રચના! છંદનો નિર્વાહ સરસ થયો છે. મક્તા ચોટદાર છે.

  શબ્દ જેણે દીધો છે, એ જ શ્લોક પણ દેશે,
  માત્ર એ જ શ્રદ્ધાથી મેં કલમ ઉપાડી છે. ……વાહ!

 17. That’s great gazal
  I have remembered the hazal “tara bap nu su jay?” in our classroom in MTB by You..and that admiration to me too….

 18. ગઝલનો મૂળભૂત ભાવ જ એટલો બધો ભાવવાહી અને સ-રસ છે કે પ્રતિભાવમાં વળી હું શું લખું ? ખરેખર મીઠી મૂંઝવણ થાય છે ! તમારા વહાલા દિલીપભાઈને તમારી આ વહાલી ગઝલ ખૂ…બ જ વહાલી લાગી છે,અને હા મક્તાનો શે’ર તો અફલાતૂન છે પ્રિય કવિમિત્ર ! અભિનંદન પાઠવું છું તમને…

 19. waaaah……. khub j saras 6 akhi gazal !

  pan, aa be sher to ek gazal barabar j 6 ….!

  હું ઉછાળું સિક્કો ને રોજ ઝીલી લે છે તું,
  ભાગ્ય એટલે મારું જાણવાનું બાકી છે.

  શબ્દ જેણે દીધો છે, એ જ શ્લોક પણ દેશે,
  માત્ર એ જ શ્રદ્ધાથી મેં કલમ ઉપાડી છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: