ડૂમો ભરાય છે..

ફાટેલ ગોદડી ફરી સાંધી શકાય છે,
ખોવાઈ છે જે હૂંફ, ક્યાં પાછી લવાય છે ?

અકબંધ આપણાથી તો અહીં ક્યાં જિવાય છે ?
મ્હોરું ઉતારું છું તો ચહેરો ચિરાય છે.*

આવેગ લાગણીનો જરા જો વધારે હોય,
ડૂચો વળે છે શબ્દ, ને ડૂમો ભરાય છે.

કાઢી શકાય છે અહીં એનું જ માપ દોસ્ત,
જે ભીતરે ને બ્હારથી સરખો જણાય છે.

પડઘા તમારી યાદના જ્યાં વિસ્તરી ગયા,
ક્યાં એ હૃદયના આભમાં બીજું સમાય છે !

તું સુખ વિશે ન ગણ કશું, એક–બે કે દસગણું,
એકાદ ટહુકા માત્રથી જીવી જવાય છે.

સુનીલ શાહ
(*પંક્તિ સૌજન્યઃ મુ.શ્રી ભગવતીકુમાર શર્મા)

Advertisements

26 responses

 1. અકબંધ આપણાથી તો અહીં ક્યાં જિવાય છે ?
  મ્હોરું ઉતારું છું તો ચહેરો ચિરાય છે.*

  માણસ ક્ષણિક વૈરાગ્યનો જોગી બનીને બધું પ્રાપ્ત કર્યાનો સંતોષ માની હરે-ફરે છે. જોગીના સ્વરૂપમાં રહેલું પોતાનું બાળપણ ખોઈ બેઠો છે માણસ, એટલે તો મ્હોરાં પહેરીને ભટક્યા કરે છે નગર-નગર ! બાળપણ તો ઐક્યથી ઐશ્વર્ય પ્રાપ્ત કરવાનો પ્રારંભ છે. જીવન ત્યાંથી તો શરૂ થાય છે ને ? વ્યસ્તતા વચ્ચે મિલન અને જુદાઈ એક દૌર ચાલે છે. એમાં જ હસવાનું ને રડવાનું હોય છે. બાળપણથી વૃદ્ધત્વની યાત્રામાં માણસે વિચારવાનું છે, વિકસવાનું છે, વિલસવાનું છે અને વિરમવાનું છે. આ પ્રક્રિયા આપણી નિયતિ છે. લાંબા જીવનમાં સુખ-દુ:ખના વાદળો વચ્ચે પણ શક્યતાનો સૂરજ તપે છે. અનંત આકાશ આપણી સામે ફેલાયેલું છે, આપણે એની સાક્ષીએ વિહરવાનું છે. માણસ ઘર બહાર નીકળે છે. કદાચ, એને હવે મ્હોરાંની જરૂર નથી લાગતી ! પડોશી મળે તો સહજ હસી લે છે. મિત્રને ખુલ્લા મનથી મળે છે અને નવયૌવનાને જોઈ ક્ષોભ વગર આંખોને નચાવી મીઠું સ્મિત વેરી શકે છે. આ બધું ગમે છે દરેક માણસને, હવે માણસ પાસે પોતાનો સમય પણ છે ! એ ઘર-પરીવારમાં સૌને મળે છે. એની પાસે ખૂલ્લું આકાશ છે. હવે એ જીવનને સમજી શકે છે અને એનાં મર્મને પણ સમજે છે…!

 2. ફાટેલ ગોદડી ફરી સાંધી શકાય છે,
  ખોવાઈ છે જે હૂંફ, ક્યાં પાછી લવાય છે ?
  ખૂબ સુંદર.

 3. જીવનદર્શન માટે એક સન્યાસી જેવો અભીગમ દર્શાવતી મજાની ગઝલ છે.

 4. વાહ સુનીલભાઈ,
  આધ્યાત્મદર્શન અને આત્મદર્શનને સુંદર રીતે વણી શકાયું છે.
  મનનીય ગઝલ.

 5. સુંદર આસ્વાદ્ય ગઝલ. ગત સમય- આભાસ- અને મધુર સ્મૃતિની મુલાયમ રજૂઆત.

  મત્લાનો શેર વાંચી ગૌરાંગ ઠાકરનું સ્મરણ સહેજે થાય (અલબત્ત જુદી સંવેદના બાબતે)

  સોયમાં દોરાને બદલે બા હતી,
  ગોદડીમાં હૂંફ પણ સિવાઈ ગઈ
  (ગૌરાંગ ઠાકર)

 6. સરસ રચના સુનીલભાઈ! અભિનંદન!

 7. વાહ વાહ… સુંદર રચના થઈ છે…

  ત્રીસમી તારીખે આ ગઝલ જરૂર મેદાન મારી જશે…

  હાર્દિક અભિનંદન!!

 8. રાજની ટાંક | Reply

  કાઢી શકાય છે અહીં એનું જ માપ દોસ્ત,
  જે ભીતરે ને બહારથી સરખો જણાય છે.

  સરસ રચના.અભિનંદન સુનિલભાઈ

 9. વિહંગ વ્યાસ | Reply

  સરસ ગઝલ છે. બધા શેર ગમ્યાં.

 10. મ્હોરું ઉતારું છું તો ચહેરો ચિરાય છે.

  pankti saras che..

 11. Dear friend sunilbhai,
  very very nice ghazal
  keep it up
  saeed mansuri

 12. સરસ રચના.
  અકબંધ આપણાથી તો અહીં ક્યાં જિવાય છે ?
  મ્હોરું ઉતારું છું તો ચહેરો ચિરાય છે.

  આ એક ચહેરા પર જ કેટલાં મ્હોરા લઈને આપણે ફરીએ છીએ!

 13. ફાટેલ ગોદડી ફરી સાંધી શકાય છે,
  ખોવાઈ છે જે હૂંફ, ક્યાં પાછી લવાય છે ?

  બહોત ખુબ …

 14. very good gazal. Congratulation. keep it up

 15. ખરેખર લાજવાબ અને સર્વાંગ સુંદર ગઝલ થઈ છે. બધા જ શે’ર મનભાવન થયા છે. ખૂબ ખૂબ અભિનંદન, સુનીલભાઈ.

  આ મિસરામાં ભૂલથી એક ગા રહી ગયો છે ??

  મ્હોરું ઉતારું છું તો (આ?) ચહેરો ચિરાય છે.

  1. પ્રિય ઊર્મિબેન,
   મૂળ પંક્તિ ભગવતીકાકાની છે.
   ચહેરો શબ્દનું માપ લગાગા ગણતાં બરાબર થઈ જશે.

   મ્હોરું ઉતા /રું છું તો ચહે /રો ચિરાય છે.
   ગાગા લગા /લગા લલગા / ગાલ ગાલગા

 16. kiransinh chauhan | Reply

  ખૂબ ખૂબ ખૂબ સુંદર સુનિલભાઇ, ગઝલમાં ઊંચાઇ અને ઊંડાઇ બંને સિદ્ધ થાય છે. ખાસ્સી સદપ્રવૃત્તિઓ પછી આવી ગઝલ લખાતી હોય છે.

 17. સોરી સુનીલભાઈ… છંદ ઓળખવામાં હું જરા થાપ ખાઈ ગઈ.

  (મારા ગુરુજીઓએ વિનંતી કે મને જરા એકસ્ટ્રા હોમવર્ક આપે… 🙂 )

 18. હેમાંગ જોષી | Reply

  વાહ! સુનીલભાઈ, ખૂબ સુંદર રચના થઈ છે. અભિનંદન!!

 19. Wah Sunilsir very nice,congratulation.

 20. દિલીપ મોદી | Reply

  નખશિખ આ અદભુત ગઝલથી હું અત્યંત પ્રભાવિત થયો છું. દરેકેદરેક શે’ર જોરદાર-ચોટધાર-ધારદાર બન્યા છે, પ્રિય સુનીલભાઈ…બહોત ખૂબ…તમને ધન્યવાદ !

 21. તું સુખ વિશે ન ગણ કશું, એક–બે કે દસગણું,
  એકાદ ટહુકા માત્રથી જીવી જવાય છે.

  waaaah…….. nice gazal again !!

 22. સુંદર રચના છે. ગમી.

 23. ખુબ સુંદર પાદપૂર્તિથી સર્જાયેલી ગઝલ!
  બધા જ શે’ર દમદાર છે! અભિનંદન, સુનીલભાઈ!
  સુધીર પટેલ

 24. I M NOT ABLE TO UNDERSTAND THE MEANING OF THIS “GAZAL”
  BUT I FEEL VERY PROUD THAT U WROTE IT.Divu

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: