ફૂલો હું ઉછેરું

થશે ત્યાં આભ સપનાનું પછી કેવું અનેરું,
કે, તારી આંખમાં જો આંખ હું મારી ઉમેરું.

પવનને પણ કહ્યું છે મેં, ઘડીભર થોભવાનું,
મળ્યું છે ક્યાં હજી આ રેતમાં એનું પગેરું ?

તું આપે કે ન આપે એ તો તારી મરજી ઈશ્વર !
હું બાધા રોજ લઇને, રોજ શ્રીફળ નહીં વધેરું.

ભલેને તું મને માને છે કરવત, કાષ્ટ છું હું,
હું ખુદ વ્હેરાઉં છું ત્યાં અન્યને શી રીતે વ્હેરું ?

જગતને છોડતાં પ્હેલાં, હજી ઈચ્છા છે મારી,
બધાં કાંટાની વચ્ચે થોડાં ફૂલો હું ઉછેરું.

સુનીલ શાહ

Advertisements

23 responses

 1. કિરણસિંહ ચૌહાણ | જવાબ આપો

  સરસ ગઝલ. બીજો શેર તો બહુ જ મીઠો.

 2. સુંદર ગઝલ થઇ છે સુનીલભાઇ,

  અભિનંદન !

  બધાં કાંટાની વચ્ચે થોડાં ફૂલો હું ઉછેરું…..

  આ શેર તો ખૂબ ગમ્યો.

 3. સરસ ગઝલ દોસ્ત…!
  કાંટાની વચ્ચે ફૂલો ઉછેરવાની ઈચ્છાને સલામ.
  -અભિનંદન.

 4. sunilbhai,
  superb ghazal.last sher very nice.

 5. સરસ ગઝ્લ. તેમાંય કાંટા વચ્ચે ફૂલો ઉછેરવાની વાત ગમી. બીજો શેર ખૂબ સરસ થયો છે.

  જનક નાયક

 6. જગતને છોડતાં પ્હેલાં, હજી ઈચ્છા છે મારી,
  બધાં કાંટાની વચ્ચે થોડાં ફૂલો હું ઉછેરું.
  વાહ
  યાદ આવ્યું
  ગુલોસે ખાર બહેતર કી દામન થામ લેતે હૈ

 7. તું આપે કે ન આપે એ તો તારી મરજી ઈશ્વર !
  હું બાધા રોજ લઇને, રોજ શ્રીફળ નહીં વધેરું.

  very nice..

 8. સાવ બોલચાલની ભાષામાં આકાર પામેલી એક સુંદર ગઝલ…કે જેના બધા જ શે’ર ઉત્તમ લાગ્યા છે અને સાચે જ બહુ ટચી છે. આમેય સુનીલભાઈની કુશળ કલમ દ્વારા ધારદાર-ચોટદાર-જોરદાર ગઝલો રચાતી રહે છે તેનો સવિશેષ આનંદ !

 9. સુંદર ગઝલ. બધા શેર ગમ્યાં.

 10. તું આપે કે ન આપે એ તો તારી મરજી ઈશ્વર !
  હું બાધા રોજ લઇને, રોજ શ્રીફળ નહીં વધેરું.

  સુંદર ગઝલ થઇ છે સુનીલભાઇ,

  અભિનંદન

 11. ફરી એકવાર સરસ અને સફળ ગઝલ…

  બધા શેર નોંધપાત્ર થયા છે… પવન, ઈશ્વર અને ફૂલો વાળા શેર સ-વિશેષ સ્પર્શી ગયા…

 12. વાહ! સુનીલભાઈ. ફરી ખૂબ સરસ ગઝલ! અભિનંદન.

 13. વાહ! સુનીલભાઈ. ફરી ખૂબ સરસ ગઝલ! અને તેમાંય બીજો શે’ર કાબિલે–દાદ થયો છે.અભિનંદન.

 14. સરસ ગઝલ સિનીલભાઈ.
  ભલેને તું મને માને છે કરવત, કાષ્ટ છું હું,
  હું ખુદ વ્હેરાઉં છું ત્યાં અન્યને શી રીતે વ્હેરું ?

  જગતને છોડતાં પ્હેલાં, હજી ઈચ્છા છે મારી,
  બધાં કાંટાની વચ્ચે થોડાં ફૂલો હું ઉછેરું.
  આ બંને શેર વિશેષ ગમ્યા.

 15. Enjoyed your nice Gazal!
  Sudhir Patel.

 16. TARI AANKH MA JO AANKH HU MARI UMERU…ABHIVYAKTI ANE NAJAKAT BENNE SPARSHI GAYA, SUNILBHAI..

 17. જગતને છોડતાં પ્હેલાં, હજી ઈચ્છા છે મારી,
  બધાં કાંટાની વચ્ચે થોડાં ફૂલો હું ઉછેરું.

  jabarjast mama,, wah wah wah wah wah…

 18. આફરીન !આખી ગઝલ સરસ થઇ છે !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: