શી રીતે..?

(web photo)

હોય ના એ બતાવું શી રીતે ?
રોજ ઈશ્વરને લાવું શી રીતે..!

ઘેનમાં ડૂબ્યું લોક શ્રદ્ધાના,
ત્યાં હું શંકા ઉઠાવું શી રીતે ?

છે પ્રથમથી જ લક્ષ્ય નક્કી તો,
કોઈથી દોરવાવું શી રીતે ?

હોય કિસ્સા હજી અધૂરાં ત્યાં,
ક્હે, તને હું સમાવું શી રીતે ?

સાવ કાંટાળો માર્ગ છું, હું તો
કોઈ પગલાં વધાવું શી રીતે ?

(છંદવિધાન: ગાલગા ગાલગા લગાગાગા)

સુનીલ શાહ

Advertisements

31 responses

 1. “શી રીતે?” રદીફ હોવા છતાં અવઢવ કે અસામર્થ્યને બદલે નર્યા કોન્ફિડન્સથી સ્વ અને સાપેક્ષ ક્ષમતાના બળે પ્રવર્તમાન મિથનું આકલન કરતાં અશઆર આ ગઝલને આસ્વાદ્ય બનાવે છે.

 2. ઘેનમાં ડૂબ્યું લોક શ્રદ્ધાના,
  ત્યાં હું શંકા ઉઠાવું શી રીતે ?

  છે પ્રથમથી જ લક્ષ્ય નક્કી તો,
  કોઈથી દોરવાવું શી રીતે ?

  શ્રેષ્ઠ બનવા આ૫ણી ઊણ૫ અને વિચારોમાં શું ભૂલ છે એ પ્રકારના સતત મનનથી અને આમ કેમ એ વિચારધારાને આગળ વધારવાથી જીવનમાં એક નવો પ્રકાશ મળતો રહેશે. સમસ્યાઓને કેવી રીતે હલ કરવી એ પ્રકાશ મળતો રહેશે. કેમ અને કેવી રીતે એ વિચારોના વિકાસનો મૂળ મંત્ર છે.

  એને જીવનમાં ઉતારી, અ૫નાવી એનો લાભ ઉઠાવી આ૫ણે શ્રેષ્ઠ વિચારક બની શકીએ. હંમેશા સારું, શ્રેષ્ઠ અને હકારાત્મક વિચારો. તમે મહાન વિચારક બની જીવનને મહાન બનાવી શકશો. જે જેવું વિચારે છે તે તેવો જ બની જાય છે

 3. છે પ્રથમથી જ લક્ષ્ય નક્કી તો,
  કોઈથી દોરવાવું શી રીતે ?

  Awesome!!!

 4. સાવ કાંટાળો માર્ગ છું, હું તો
  કોઈ પગલાં વધાવું શી રીતે ?…very touchy..

 5. હોય ના એ બતાવું શી રીતે ?
  રોજ ઈશ્વરને લાવું શી રીતે..!
  સાચે જ ઈશ્વર છે જ નહીં…….

 6. kiransinh chauhan | Reply

  વાહ!
  છે પ્રથમથી જ લક્ષ્ય નક્કી તો,
  કોઈથી દોરવાવું શી રીતે ?
  જોરદાર શેર

 7. હેમાંગ જોષી | Reply

  સરસ ! સુનીલભાઈ, અંતિમ શે’ર ખૂબ સરસ છે.

 8. સુંદર અને સશક્ત ગઝલ…
  અભિનંદન.

 9. હોય ના એ બતાવું શી રીતે ?
  રોજ સાડી લાવું શી રીતે..!
  હતું બધું ખર્ચી નાખ્યું તેં
  હવે ગાડીમાં ફેરવું શી રીતે?

  સુનીલકુમાર સરસ ગઝલ.

 10. saras gazal

 11. સુનિલભાઈ,

  ખૂબ સુંદર ગઝલના આ બે શે’ર કાબિલે-દાદ છે!

  ઘેનમાં ડૂબ્યું લોક શ્રદ્ધાના,
  ત્યાં હું શંકા ઉઠાવું શી રીતે ?

  છે પ્રથમથી જ લક્ષ્ય નક્કી તો,
  કોઈથી દોરવાવું શી રીતે ?

  આપ નીચેની લીંક પર મારી એક તાજા ગઝલ ‘હે મન!’ પણ માણી શકશો.

  http://aasvad.wordpress.com/2010/07/01/660/

  આભાર.

  સુધીર પટેલ.

 12. હોય કિસ્સા હજી અધૂરાં ત્યાં,
  ક્હે, તને હું સમાવું શી રીતે ?
  વાહ..ખૂબ સરસ.

 13. સાવ કાંટાળો માર્ગ છું, હું તો
  કોઈ પગલાં વધાવું શી રીતે ?
  સુંદર શે’ર અભિનંદન

 14. डॉ निशीथ ध्रुव | Reply

  आस्तिकता अने नास्तिकतानो विखवाद कदाच आदिकाळथी ज चाल्यो आव्यो छे. तर्कनो मार्ग कांटाळो छे एम कह्युं छे – तो भक्त पण कहे छे के हरिनो मारग छे शूरानो नहि कायरनुं काम जो ने! श्रद्धानुं घेन होय छे तो बधी ज श्रद्धाना विरोधनुं पण घेन होय छे. जीवनमां एटले ज मध्यम मार्ग सौथी वधु श्रेयस्कर छे. अने बे अन्तिमो वच्चेनी खेंचताणमां मध्यमता जाळवी राखवानो मार्ग कदाच सौथी वधु कांटाळो छे! अने ए मार्ग परनां पगलांनां वधामणां करशुं तो ज विश्व सुखमय थशे, शान्तिमय थशे. आवो विचार करवा मने आ रचनाए प्रेर्यो. सुनीलनी आशावादितानुं प्रतिबिम्ब आमां पण झिलायुं छे माटे अभिनन्दन!

 15. અશ્રધ્ધા એ શ્રધ્ધા તરફ જવાનું પહેલું પગથિયું છે.
  સરસ……..

 16. ઘેનમાં ડૂબ્યું લોક શ્રદ્ધાના,
  ત્યાં હું શંકા ઉઠાવું શી રીતે ?

  એકદમ સાચી વાત તમે આ ગઝલમાં કહી છે.
  સરસ ગઝલ છે.

  http://rupen007.feedcluster.com/

 17. બહુજ સરસ ગઝલ.

 18. himanshupatel555 | Reply

  સરસ ગઝલ

 19. હોય કિસ્સા હજી અધૂરાં ત્યાં,
  ક્હે, તને હું સમાવું શી રીતે ?
  સુનીલભાઈ આખી ગઝલ સુંદર થઈ છે. અભિનંદન.

 20. દિલીપ મોદી | Reply

  બહોત ખૂ…બ સુનીલભાઈ, સાવ સરળ શૈલીમાં કહેવાયેલી એક ખૂબસૂરત ગઝલ…દરેક શે’ર અર્થપૂર્ણ અને આસ્વાદ્ય બન્યા છે કે જેમાં અભિવ્યક્તિનું હૃદયસ્પર્શી ઊંડાણ જોવા મળે છે…અભિનંદન !

 21. સુંદર ગઝલ…

  ધીમે ધીમે કલમ હવે પ્રશિસ્ત થઈ રહી છે અને ગઝલોમાં મજાનો નિખાર આવી રહ્યો છે…

 22. SAAV KAANTALO MARG CHHU HU TO,
  KOI PAGLAA VADHAWU SHI RITE ??

  ADBHOOT !!!

 23. saeed mansuri | Reply

  very nice gazal,
  CHE PARATHAM THI JA LAKSAY NAKKI TO,
  KOI THI DORWAWU SHEE REETE ?
  very good sher,

 24. Sundar Gazal ! Gamyu.

 25. Shashikant Shah | Reply

  khub j sundar ane samajava yogya message! congratulation
  Shashikant Shah

 26. દાળવાળા જીતેશ | Reply

  છે પ્રથમથી જ લક્ષ્ય નક્કી તો,
  કોઈથી દોરવાવું શી રીતે ?

  sachi vaat chhe !!!
  but manyof us hasn t their own goal …

  heading no photo pan saras chhe….

 27. વાહ સુનીલભાઈ, ઘણા સારા પ્રશ્નોથી રચના રચીને તમે જવાબ પણ આપ્યા તેમજ વાંચકને વિચારતા પણ કર્યા. ગમી.

 28. સાચ્ચે જ દરેકે દરેક રચના એક બીજા કરતા ચડિયાતી. એકના વખાણ કરુ તો બીજીને અન્યાય કરી બેસુ…….અભિનંદન ને પાત્ર છો સુનિલ ભાઈ…..

 29. ખૂબ સુંદર ગઝલ… આ બે શેર વધુ ગમી ગયા.

  ઘેનમાં ડૂબ્યું લોક શ્રદ્ધાના,
  ત્યાં હું શંકા ઉઠાવું શી રીતે ?

  સાવ કાંટાળો માર્ગ છું, હું તો
  કોઈ પગલાં વધાવું શી રીતે ?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: