કિસ્મત મળે

Web Photo

એટલું, બસ એટલું  કિસ્મત મળે,
જેને ચાહું, એમની ચાહત મળે.

ક્યારનું ઝંખી રહ્યું છે બારણું,
કે હવે તો કોઈથી નિસ્બત મળે !

હું ભલે સાચું કહું, પણ તોય શું ?
તું મને કઈ વાતમાં સંમત મળે !

છે દયાને પાત્ર એવા માણસો,
જેની ઈચ્છાનું હરણ, આહત મળે.

કાશ ! એવી પણ વ્યવસ્થા ક્યાંક હો,
બાળપણ જ્યાં પૂર્ણત: અક્ષત મળે.

સુનીલ શાહ

(આહત– ઘાયલ, અક્ષત–સુરક્ષિત, અખંડ)

Advertisements

27 responses

 1. છે દયાને પાત્ર એવા માણસો,
  જેની ઈચ્છાનું હરણ, આહત મળે.

  કાશ ! એવી પણ વ્યવસ્થા ક્યાંક હો,
  બાળપણ જ્યાં પૂર્ણત: અક્ષત મળે
  વાહ્
  યાદ આવી
  સાત દરિયાને ડખોળો તોય શું ?
  ભાગ્યમાં જો હોય તો કોડી મળે.

  આપણે પણ એમ મળતાં શીખીએ,
  જેમ ફોરમ ફૂલને છોડી મળે.

 2. કાશ ! એવી પણ વ્યવસ્થા ક્યાંક હો,
  બાળપણ જ્યાં પૂર્ણત: અક્ષત મળે.

  ઓહ ! એવુ સદભાગ્ય ક્યાંથી?

 3. પ્રિય સુનિલભાઈ..ગઝલ એકંદરે સારી છે….બીજા શેરમાં દસ્તક શબ્દ એ આ ગઝલમાં કાફીયાદોષ છે જે ન વાપરી શકાય.
  ગઝલને બોલચાલની ભાષા જ અનુકુળ આવે છે માટે જે શબ્દના અર્થ કૌંસમાં આપવા પડ્યા છે એવા શબ્દોને ટાળી શકાયા હોત તો
  સારું.આ ગઝલના ભાવ જગત (આંતર માળખું) વિષે પણ વિચારવું રહ્યું.મૌલિકતા અને નાવીન્ય વડે ગઝલમાં વાત બને તો શેર પોતાની
  શેરિયત મેળવે છે.વાત અગાઉ સારી રીતે કહેવી ગઈ હોય તો એથી વિશેષ અસરકારક કહેવાનું હોય તો કહેવું જોઈએ એવો મારો નમ્ર
  અને અંગત અભિપ્રાય છે.બાકી ગઝલનો શેર શું દરેક પંક્તિ એ કોઈપણ ગઝલકાર માટે પડકાર હોય છે.
  તમે સાચી દિશામાં છો માટે મને જે લાગે તે બ્લોગ પર કહેવા કહ્યું છે. અલ્લાહ કરે જોરે કલમ ઔર જ્યાદા..

  1. પ્રિય ગૌરાંગભાઈ,
   નિખાલસ અભિપ્રાય બદલ હૃદયથી આભાર.
   સાચા પ્રતિભાવો મળે તો કવિ છેતરાતો બચે છે એવું મારું સ્પષ્ટ માનવું છે. એક સિદ્ધહસ્ત ગઝલકાર તરીકે તમારું માર્ગદર્શન મારે મન અમૂલ્ય છે. એ સાથે હજી મારે ઘણું કામ કરવાનું બાકી છે તેની પ્રતિતી થાય છે. પુન: આભાર.

 4. સુનીલભાઇ, સરસ ગઝલ થઇ છે. જો કે એક સુધારો કરવો પડશે. ‘કિસ્મત’ ગુજરાતીમાં સ્ત્રી લિંગ નથી, નપુંસક લિંગ છે.

 5. khub sundar Gazal. Prayatno chalu j rakhajo.
  With best wishes.
  Shashikant Shah

 6. કાશ ! એવી પણ વ્યવસ્થા ક્યાંક હો,
  બાળપણ જ્યાં પૂર્ણત: અક્ષત મળે
  very beautiful lines expressing hopes for childhood that should be of avail as a whole in the society.

 7. કાશ ! એવી પણ વ્યવસ્થા ક્યાંક હો,
  બાળપણ જ્યાં પૂર્ણત: અક્ષત મળે.

  સુંદર ..

 8. ગઝલ અને ગઝલને વધુ નિખારવાના સ-રસ પ્રતિભાવ, કવિ અને ભાવક બન્ને માટે માર્ગદર્શક નિવડી શકે એવા સદ્ધર…
  -અભિનંદન.

 9. કાશ ! એવી પણ વ્યવસ્થા ક્યાંક હો,
  બાળપણ જ્યાં પૂર્ણત: અક્ષત મળે..

  ખુબ જ સરસ ગઝલ..

 10. કાશ ! એવી પણ વ્યવસ્થા ક્યાંક હો,
  બાળપણ જ્યાં પૂર્ણત: અક્ષત મળે.
  khub sunder gazal..waah..

 11. काफिया-दोष टाळवो ज होय तो दस्तकने बदले दस्कत वापरी शकाय जे दस्तकनुं कोशमान्य अपभ्रष्ट रूप छे!
  किस्मत गुजराती कोशमां नपुंसकलिङ्गी छे ए वात तो खरी छे. पण प्रचलित बोलाती भाषामां हिन्दीना सादृश्ये ए स्त्रीलिङ्गी रूपे पण वपराय छे.
  ग़ज़लमां बोलचालनी भाषा ज अनुकूळ आवे एवुं खास क्यांय अनुभव्युं नथी. एथी विरुद्ध घणी ग़ज़लमां तो अनेक वार एवा शब्दो वपराता जोवामां आवे छे जेनो अर्थ टीपरूपे आपवो ज पडे छे. मने एमां कशो दोष देखातो नथी.
  मने सदाय आश्चर्य थाय छे के इच्छा शब्दमां इ ह्रस्व होय छे छतां झाझे भागे गुजरातीमां ईच्छा एम ज लखातुं होय छे गुजराती ઇ अने ઈ लगभग समान आकार धरावे छे एनुं परिणाम होई शके!
  सुनीलनी ग़ज़लोमां सदैव आशावाद डोकातो होय छे – आ ग़ज़लमां कंईक निराशानो सूर काने अथडाय छे – बाकी आवी परिस्थिति सौ अनुभवता तो हो छे ज!

  1. I agree with Nishithbhai on:

   – किस्मत नपुंसकलिङ्गी as well as स्त्रीलिङ्गी
   – ग़ज़लमां बोलचालनी भाषा (it varies depending on poet and audience)

   Thanks Sunilbhai and all for such interactions.

 12. શ્રી સુનીલ ભાઇ આ ગઝલનો બીજો શેર આમ લખી શકાય ?

  ક્યારનું ઝંખી રહ્યું છે બારણું,
  ટેરવાના સ્પર્શની રંગત મળે .
  અથવા…………

  ક્યારનું ઝંખી રહ્યું છે બારણું,
  ટેરવાનો સ્પર્શ પણ અંગત મળે.

 13. સરસ ગઝલ! ગઝલ તો ગમી પણ એની સાથે સાથે થતી મુક્ત ચર્ચા પણ ગમી
  આમ પણ દરેકે સ્પષ્ટ અભિપ્રાય જ આપવા જોઈએ જેથી દરેક ને કંઈક ને કંઈક શીખવા મળે

 14. આ વખતે ગઝલ દર વખત જેટલી સશક્ત અને નૈસર્ગિક ન લાગી. ગૌરાંગભાઈની વાત સાચી છે. કાફિયાદોષ તો આસાનીથી આપ દૂર કરી જ શક્નાર છો પણ ગઝલ બને ત્યાં સુધી બોલચાલની ભાષામાં હોય તો સારું. શબ્દાર્થ આપવા પડે એમાં જોકે કશું ખોટું નથી.

 15. કાશ ! એવી પણ વ્યવસ્થા ક્યાંક હો,
  બાળપણ જ્યાં પૂર્ણત: અક્ષત મળે.

  Too good… Awesome Gazal…

 16. સુનીલભાઇ, સરસ ગઝલ ,મુક્ત ચર્ચા પણ ગમી
  રમેશ પટેલ(આકાશદીપ)

  ગુરુ પૂર્ણિમા…….રમેશ પટેલ(આકાશદીપ)

  -Pl find time to visit my site and leave a comment
  સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
  http://nabhakashdeep.wordpress.com/

  With regards
  Ramesh Patel

 17. આમ તો ગઝલ સરળ શૈલીમાં જ આલેખાયેલી જણાય છે મને. મારી દૃષ્ટિએ આહત અને અક્ષત પણ કોઈ ભારેખમ શબ્દો નથી કે જેનું અર્થઘટન આપવું પડે. સમગ્રપણે વિચારીએ તો ગઝલની ભાષાનું diction બરાબર છે-કશુંયે વાંધાજનક નથી. લગે રહો સુનીલભાઈ…!

 18. કાશ ! એવી પણ વ્યવસ્થા ક્યાંક હો,
  બાળપણ જ્યાં પૂર્ણત: અક્ષત મળે.

  સ-રસ…

 19. Sunilbhai,
  Enjoyed your Gazal.
  We expect still more from you.
  Thanks.
  Shashikant Shah

 20. Enjoyed your nice Gazal!
  Sudhir Patel.

 21. કાશ ! એવી પણ વ્યવસ્થા ક્યાંક હો,
  બાળપણ જ્યાં પૂર્ણત: અક્ષત મળે.

  ખુબ જ સરસ ગઝલ..

 22. સરસ ગઝલ!!
  કાશ ! એવી પણ વ્યવસ્થા ક્યાંક હો,
  બાળપણ જ્યાં પૂર્ણત: અક્ષત મળે
  સપના

 23. too good mane gazal me bahu deep ma samaj nathi padti but this is toomuch good

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: