હાથ છુટ્ટો રાખીએ

જીવને શું કામ ટૂંકો રાખીએ ?
ચાલ, થોડો હાથ છુટ્ટો રાખીએ

પાંખને સંકેલીએ થોડી હવે,
કોઇ માટે, ક્યાંક રસ્તો રાખીએ.

એટલું પણ થઈ શકે -પર્યાપ્ત છે,
સ્નેહ,‘ને આદરનો છાંયો રાખીએ.

લ્યો! ખજાનો પ્રેમનો અઢળક મળ્યો,
ભીતરે, એકાદ ગલ્લો રાખીએ !

કોઇના પડકારને પહોંચી વળે,
એટલો ખુદ્દાર ઠસ્સો રાખીએ.

સુનીલ શાહ

Advertisements

25 responses

 1. વાહ સુનીલભાઈ,
  માનવીય લાગણીના અનેક રૂપ એકસાથે સમાવી લીધા ગઝલમાં….
  કોઇના આંસુ લૂછવા એક રૂમાલ અલગ રાખવાની અને કોઇપણના પડકારને પહોંચી વળવા ખુદ્દાર ઠસ્સાની વાત સ્પર્શી ગઈ….
  અભિનંદન!

 2. સુંદર ગઝલ.. પહેલા બે શેર સરસ થયા છે…

 3. જીવને શું કામ ટૂંકો રાખીએ ?
  ચાલ, થોડો હાથ છુટ્ટો રાખીએ

  પાંખને સંકેલીએ થોડી હવે,
  કોઇ માટે, ક્યાંક રસ્તો રાખીએ…….

  સુંદર રચના !

  અભિનંદન !

 4. સાદ્યંત સુંદર ગઝલ. બધા જ અશઆર ગમ્યા.

 5. મત્લઆ ગમ્યો….

 6. સુંદર ગઝલ… અભિનંદન.

  આ ત્રણ શેર ગમી ગયા.
  ..

  જીવને શું કામ ટૂંકો રાખીએ ?
  ચાલ, થોડો હાથ છુટ્ટો રાખીએ

  પાંખને સંકેલીએ થોડી હવે,
  કોઇ માટે, ક્યાંક રસ્તો રાખીએ.

  કોઇના પડકારને પહોંચી વળે,
  એટલો ખુદ્દાર ઠસ્સો રાખીએ.

 7. સુંદર ગઝલ.

  લ્યો! ખજાનો પ્રેમનો અઢળક મળ્યો,
  ભીતરે, એકાદ ગલ્લો રાખીએ !
  … અશઆર ગમ્યા.

  પરંતુ આપણી પાસે એ સૌંદર્યને જોવાનો સમય જ ક્યાં છે ? બાકી પ્રતિક્ષણે અવનવા રૃપો ધારણ કરતી પ્રકૃતિના સૌંદર્યોને આપણે જરૃર નિહાળી શકીશું. ક્યારેક સમય મળે તો સૂર્યોદય અને સૂર્યાસ્ત વખતે આકાશના વિશાળ ફલક ઉપર થતી રંગોની મહેફિલને પણ માણવા જેવી હોય છે. પરોઢિયાનું ગીત-સંગીત, પવનનો પગરવ અને પ્રકૃતિના અણુએ અણુમાં વ્યાપીને રહેલ ચૈતન્યનો ધબકાર પણ સાંભળવા જેવો હોય છે. જો આપણે આટલું કરી શકીશું પછી સત્ય, શિવ અને સુંદરના આદર્શને જીવનમાં જરૃર ચરિતાર્થ કરી શકીશું.

 8. પાંખને સંકેલીએ થોડી હવે,
  કોઇ માટે, ક્યાંક રસ્તો રાખીએ.

  વાહ !

 9. તમે ગઝલમાં સુક્ષ્મતમ ભાવોને સહજતાથી પ્રગટાવતા થઈ ગયા ! બહુ ટુંકી પંક્તીઓમાંય/ગાલગાના ફક્ત પોણા ત્રણ જ આવર્તનોમાં તમે ઘણુંબધુ કહી દીધું છે.

  નમ્રતા અને સાલસતાની વાતો કરતાં કરતાં છેલ્લે જતાં તમે ફુંફાડો પણ મારી લીધો છે ! બહુ જ સહજતાથી છેલ્લી કંડીકા મુકી છે.

  ધન્યવાદ.

 10. ગોવીંદ મારુ | Reply

  સુંદર ગઝલ..
  અ ભી નં દ ન..

 11. પાંખને સંકેલીએ થોડી હવે,
  કોઇ માટે, ક્યાંક રસ્તો રાખીએ.

  સુનીલભાઈ સુંદર માનવતાવાદી ગઝલ. ઉપરના શેર પ્રમાણે લોકો વરતે તો દુનિયામાંથી ઘણું દુઃખ ઓછું થઇ જાય.

 12. excellent saras kavita

 13. kiransinh chauhan | Reply

  ખૂબ સુંદર અને બધાંને સંભળાવી શકાય એવી ગઝલ.

 14. સુંદર ગઝલ..એમ જરુર થાય કે વ્યક્તિ કકવનને જીવનમાં લાવે..જીવન સંદેશ છે આપની ગઝલમાં

 15. સાદ્યંત સુંદર ગઝલ.સુનીલભાઈ નખશીખ સુંદર ગઝલ!!ખૂબ ગમી!વાહ!
  સપના

 16. દિલીપ મોદી | Reply

  એક અદભુત ગઝલ…મત્લાના શે’રમાં ઉદાર અભિગમ કેળવવાની સુંદર શિખ આપવામાં આવી છે. મક્તાના શે’રની અભિવ્યક્તિ અનુસાર ગઝલના કોઈ પણ પડકારને પહોંચી વળવા માટે હવે તમારા શબ્દોમા ઠસ્સો અલબત્ત દેખાય જ છે. અભિનંદન !

 17. डॉ निशीथ ध्रुव | Reply

  आरम्भिक पङ्क्तिओमां बीजानो विचार करवानो आग्रह छे तो अन्त्य बे पङ्क्तिओमां अन्योना पडकारो सामे खुदने गौरवान्वित राखवानी हाकल छे. जीवने टूंकाववानो नथी तो हिणववानो पण नथी एवो कंईक भाव सादा पण प्रभावक शब्दो द्वारा व्यक्त थयो छे. सुनीलनी आवी ग़ज़लो मने खास स्पर्शे छे – दैन्य, नैराश्य, प्रेमभग्न अवस्था अथवा प्रेममग्न अवस्था, एवा भावो तो अनेक जणानी रचनाओमां मळी आवशे. पण सुनीले तो अल्पक्षुण्ण प्रदेशनो प्रवास आदर्यो छे. शिवास्ते पन्थानः!

 18. Nice Gazal !!!

 19. જીવને શું કામ ટુંકો રાખીયે
  સુંદર રચના
  ઇન્દુ

 20. Sunder manbhavan gazal
  Nilesh

 21. દાળવાળા જીતેશ | Reply

  “”
  “”

 22. sunil bhai
  very nice gazal
  second shera very good

 23. i proud of you mama…i am lucky ..i have you

 24. જીવને શું કામ ટૂંકો રાખીએ ?
  ચાલ, થોડો હાથ છુટ્ટો રાખીએ

  મક્તાનો શેર સરસ છે

 25. વિહંગ વ્યાસ | Reply

  સુંદર ગઝલ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: