શું હોય છે ?

web Photo

સાવ ખુલ્લું હોય છે,
આભ સૌનું હોય છે.

છાંયડા વ્હેંચી ગયું,
વૃક્ષ ભોળું હોય છે.

શ્વાસ થંભી જાય તો !
શ્વાસમાં શું હોય છે ?

નાવને ડૂબાડતું,
છિદ્ર, નાનું હોય છે.

એ જ બસ ચર્ચાય છે,
કે જે, મોટું હોય છે !

સુનીલ શાહ

Advertisements

27 responses

 1. સુંદર ગઝલ…

  લગભગ બધાજ શેર સુંદર થયા છે. નાની બહેરમાં મોટું કામ !!!

 2. સાવ ખુલ્લું હોય છે,
  આભ સૌનું હોય છે

  saras Sunilbhai!!

 3. સરસ ગઝલ સુનીલભાઇ…
  શ્વાસમાં શું હોય છે? આમ સહેલો લાગતો આ પ્રશ્નાર્થ સારા સારાને સમજતાં ને સમજાવતા અઘરો પડે એવો છે આધ્યાત્મિક દ્રષ્ટિએ…
  સુંદર કવિકર્મ.

 4. डॉ. निशीथ ध्रुव | Reply

  दिल खुश थई गयुं. निसर्ग पासेथी लेवाना पाठ सुनीले थोडाक पण अर्थगर्भित शब्दोमां आप्या.एमांय नानुं शुं अने मोटुं शुं एनो मार्मिक भेद दर्शावती कडीओ अद्‍भुत छे. एक जोडणी-दोष जरूर दूर करी लेजे : डूबवुं – डुबाडवुं एम थाय. माटे डूबाडतुं नहि पण डुबाडतुं जोईए.

 5. વાહ ! સવાર સુધારી દીધી !!

  ધન્યવાદ..

  ઓછા શબ્દો ને ઓછા અક્ષરોમાં જીવનલક્ષી મોટી વાત કહેવાનું કપરું કાર્ય,

  મોટા ગજાના કવી જ કરી શકે…તેટલી સજ્જતા અને કુનેહથી તમે તે કરી

  શક્યા તેનો આનંદ છે..શુભેચ્છાઓ.

 6. નાની બહેરમાં સરસ કામ થયું છે. બધા જ શેર આસ્વાદ્ય લાગ્યા.

 7. dil khush gazal che

 8. કિરણસિંહ ચૌહાણ | Reply

  વાહ!
  વાહ!

  વાહ!
  વાહ!

  વાહ!
  વાહ!

  વાહ!
  વાહ!

  વાહ!
  વાહ!

  દાદ પણ ટૂંકી બહેરની હોવી જોઇએ ને!

 9. Nice matla…

 10. wonderful.
  Ej bas charchaya chhe
  k j motu hoi chhe!!
  congratulation.
  Tame pan charchava mandya!Sunilbhai.
  Shashikant Shah

 11. ગોવીંદ મારુ | Reply

  સરસ ગઝલ..
  એ જ બસ ચર્ચાય છે,
  કે જે, મોટું હોય છે ! ખોઉં હોય છે !!

 12. સરસ ગઝલ
  નાવને ડૂબાડતું,
  છિદ્ર, નાનું હોય છે.
  એ જ બસ ચર્ચાય છે,
  કે જે, મોટું હોય છે !
  વાહ્
  યાદ નાના ઘટની
  ઈસ ઘટ અંતર પારસ મોતી,
  ઈસીમેં પરખન હારા,
  ઈસ ઘટ અંતર અનહદ ગરજે,
  ઈસીમેં ઉઠત ફુહારા,

 13. sunilbhai
  very good
  છાંયડો વ્હેંચી ગયુ વૃક્ષ ભોળુ
  ઇન્દુ

 14. Sunilji,

  bahu accha laga gazhal padh kar. keep writing.

  Thanks

 15. પરભુભાઇ એસ.મિસ્ત્રી | Reply

  કમાલની ગઝલ રચી તમે, સુનીલભાઈ!બ્રેવો!!
  કવિ શામળ ભટ્ટની એક પંક્તિ યાદ આવી ગઈ,
  ‘સાદી ભાષા સાદી કડી, સાદી વાત વિવેક;
  સાદામાં શિક્ષા કથે તેહ કવિ જન એકં‘
  તમે સાદી ભાષામાં અને ટુંકાણમાં બહુ માર્મિક
  વાત કહી દીધી મારી દૃષ્ટિએ આ એક મહાન સિદ્ધિ
  કહેવાય. તમે નાના થઈને મોટું બાકોરું પાડી શક્યા
  હવે તમને નાના કહી શકાય તેમ નથી અને મોટા
  કહીએ તો તમે માનવાના નથી. મારી મોટી અને મીઠી મુંઝવણ એ છે કે મારે તમને કયા સ્થાનમાં મૂકવા,જેથી આપણને બંનેને સંતોષ થાય .

 16. Short & Sweet Gazal !!!
  Very Nice.

 17. સરસ ગઝલ
  છાંયડા વ્હેંચી ગયું,
  વૃક્ષ ભોળું હોય છે.

 18. સાવ ખુલ્લું હોય છે, આભ સૌનું હોય છે!

  સુંદર અભિવ્યક્તિ!

  એ જ બસ ચર્ચાય છે, કે જે, મોટું હોય છે!

  સરસ કટાક્ષ.

 19. દિલીપ મોદી | Reply

  સામાન્ય રીતે ટૂંકી બહેરમાં ગઝલ કહેવાનું કામ કપરું હોય છે, પરંતુ અહીં કવિમિત્ર ભાઈશ્રી સુનિલ શાહે બખૂબી પોતાનું કૌશલ્ય દાખવ્યું છે. ઉપરાંત દરેક શે’રમાં સામાન્ય વાતને અસામાન્ય સ્વરૂપે અભિવ્યક્ત કરી છે. કોઈ પણ શે’ર કમજોર પડતો નથી. તેથી સમગ્ર ગઝલ આસ્વાદ્ય અને અર્થપૂર્ણ બની છે તેનો સવિશેષ આનંદ અને સંતોષ…ધન્યવાદ !

 20. વાહ !
  સુનિલભાઈ સુંદર ગઝલ થઈ છે !

  સાવ ખુલ્લું હોય છે,
  આભ સૌનું હોય છે….

 21. sunil bhai
  very nice gazal
  specially
  Nav ne dubaadtu,
  chidra,nanu hoy chhe.

 22. છાંયડા વ્હેંચી ગયું,
  વૃક્ષ ભોળું હોય છે.
  beautiful lines!

 23. very nice.
  badhij panktio ghani saras che.pachu vanchva nu man thaya kare che.

 24. દાળવાળા જીતેશ | Reply

  upar mujab

 25. Munavvar a.vana | Reply

  શ્વાસ થંભી જાય તો !
  શ્વાસમાં શું હોય છે ?

  સરસ ગઝલ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: