પાછી પડી

 

ધારણાઓ સ્પર્શની ક્યાં હર વખત સાચી પડી ?
આ હથેળી કાલ માફક, આજ પણ પાછી પડી.

જળસમું આ મન કદી સમજાયું નહીં હે જિંદગી !
સર્વ ઇચ્છાઓ જુઓ, વાદળસમી ફાટી પડી.

આમ ભીનો, આમ કોરો હોઉં છું હું રાતભર,
થોડી ઈચ્છા, થોડી પીડા, આમ લ્યો ઝાંખી પડી.

ઝીલવું ’ને જીવવું એ બેઉમાં ધબકાર છે,
એ સમજવામાં, સમજદારી જરા નાની પડી.

થોકડી લઈ શ્વાસની બેઠો હતો બસ, બેફિકર,
ક્યાંકથી આવી સમયની ધાર ત્યાં વાગી પડી.

સુનીલ શાહ

Advertisements

30 responses

 1. વાહ વાહ દોસ્ત! સરસ ગઝલ…

  બધા શેર મનનીય થયા છે… ‘ઈચ્છા’ની જગ્યાએ ‘ઇચ્છા’ કરી લેશો.

  1. પ્રિય વિવેકભાઈ,
   ઈચ્છા ને બદલે ઇચ્છા સુધાર્યું છે. હજીયે મને ક્યાં ઈ અને ક્યાં ઇ આવે તે સમજણ નથી. ધ્યાન દોરવા બદલ આભાર મિત્ર.

  2. દાળવાળા જીતેશ | Reply

   how can i deicide where to use ઈ and where ઇ ?
   I also cant differ સ and શ Sha ?
   please help ..

 2. સુંદર ગઝલ
  આ શેર વધુ ગમ્યો

  થોકડી લઈ શ્વાસની બેઠો હતો બસ, બેફિકર,
  ક્યાંકથી આવી સમયની ધાર ત્યાં વાગી પડી.
  વાહ
  સમયની તો આદત છે સરકવાની આપણે લાખ કોશિશ કરીએ તેને બાંધવાની
  દિલના તાર જોડાયા હોય .

 3. આખી ગઝલ સરસ છે.પણ આ શેર વધારે ગમ્યો.

  થોકડી લઈ શ્વાસની બેઠો હતો બસ, બેફિકર,
  ક્યાંકથી આવી સમયની ધાર ત્યાં વાગી પડી….

 4. સુંદર ગઝલ. મત્લા અને મક્તા – બંને ગમ્યા.

 5. સરસ ગઝલ….
  અંતિમ શેરમાં ચોટ સરસ ઉભરી આવી છે.
  -અભિનંદન.

 6. સુંદર ગઝલ…

 7. ધારણાઓ સ્પર્શની ક્યાં હર વખત સાચી પડી ?
  આ હથેળી કાલ માફક, આજ પણ પાછી પડી.
  સરસ ગઝલ!ચોટદાર..
  સપના

 8. himanshupatel555 | Reply

  થોકડી લઈ શ્વાસની બેઠો હતો બસ, બેફિકર,
  ક્યાંકથી આવી સમયની ધાર ત્યાં વાગી પડી
  ગઝલો ઘણીવાર અદભૂત ભાષાકર્મ લઈને આવે છે-થોકડી લઈ શ્વાસની બેઠો હતો-શ્વાસને
  શારીરિક ક્રિયાથી દૂર લઈ જઈ પદાર્થ સ્વરુપે ગોઠવી આપ્યો છે જે શ્વાસને સાંભળવા અનુભવવા ઉપ્રાંત દૃષ્ટિક્ષમ્ય પણ બનાવ્યો છે, થોકડીમાં ગોઠ્વીને…..

 9. માણવા જેવી સરસ ગઝલ !

 10. કિરણસિંહ ચૌહાણ | Reply

  વાહ! ખરેખર સુંદર ગઝલ.

 11. Gazal ek dam saras che,khas karine last pankti mane khubaj gami che.aavo ehsas badhane thatoj hase.

 12. Awesome Gazal!!!

  ઝીલવું ’ને જીવવું એ બેઉમાં ધબકાર છે,
  એ સમજવામાં, સમજદારી જરા નાની પડી.
  I liked this very much..

 13. દિલીપ મોદી | Reply

  સમગ્રપણે ગઝલનું નકશીકામ આંખે ઊડીને વળગે તેવું છે.પ્રત્યેક શે’રમાં વાસ્તવિકતાનો ચિતાર બખૂબી અભિવ્યક્ત થયો હોઈ ગઝલ સાચે જ જોરદાર બની છે. તમને અને તમારી કલમને અઢળક અભિનંદન !

 14. સર્વાંગસુંદર ગઝલ.અભિનન્દન

 15. Kirtikant Purohit | Reply

  ઝીલવું ’ને જીવવું એ બેઉમાં ધબકાર છે,
  એ સમજવામાં, સમજદારી જરા નાની પડી.

  થોકડી લઈ શ્વાસની બેઠો હતો બસ, બેફિકર,
  ક્યાંકથી આવી સમયની ધાર ત્યાં વાગી પડી.

  Nicely crafted Gazal. Congrats.

 16. Mukund Desai'MADAD' | Reply

  સુન્દર રચ

 17. Nice Gazal !!!

 18. થોકડી લઈ શ્વાસની બેઠો હતો બસ, બેફિકર,
  ક્યાંકથી આવી સમયની ધાર ત્યાં વાગી પડી.
  આદરણીય શ્રી સુનીલભાઈ.
  વાહ ભાઈ વાહ .શું કવિતાનો ક છે.
  ખુબ જ સુંદર ગઝલ છે. સુંદર મઝાનો શેર છે.
  અભિનંદન.

 19. Gazal ek dam saras che,khas karine last pankti mane khubaj gami che.thodik lay sansni betho hato bas,befikar,kayathi aavi samay ni dhar tya vaagi padi

 20. very good

 21. સુનીલભાઈ આખી ગઝલ સુંદર છે પણ મકતા તો લાજવાબ છે.
  થોકડી લઈ શ્વાસની બેઠો હતો બસ, બેફિકર,
  ક્યાંકથી આવી સમયની ધાર ત્યાં વાગી પડી.

 22. ઝીલવું ’ને જીવવું એ બેઉમાં ધબકાર છે,
  એ સમજવામાં, સમજદારી જરા નાની પડી.
  સુંદર શેર…

 23. થોકડી લઈ શ્વાસની બેઠો હતો બસ, બેફિકર,
  ક્યાંકથી આવી સમયની ધાર ત્યાં વાગી પડી.
  Each share is superbly written..Wah Sunilbhai..

 24. આમ ભીનો, આમ કોરો હોઉં છું હું રાતભર,
  થોડી ઈચ્છા, થોડી પીડા, આમ લ્યો ઝાંખી પડી.

  sundar she’r..aakhi gazal sundar Chhe..

 25. Enjoyed your nice Ghazal!
  Sudhir Patel.

 26. આમ ભીનો, આમ કોરો હોઉં છું હું રાતભર,
  થોડી ઈચ્છા, થોડી પીડા, આમ લ્યો ઝાંખી પડી.

  થોકડી લઈ શ્વાસની બેઠો હતો બસ, બેફિકર,
  ક્યાંકથી આવી સમયની ધાર ત્યાં વાગી પડી.

  Bahut khub !!

 27. તું પવન છે, તો પવનની જેમ વાંકો ચાલને યાર !
  રોજ પાલવને સતત વળગ્યા કરે, એ સારું લાગે ?

  તું પવન ની જેમ વાંકો ચાલ !!!! મજા આવી

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: