એ સારું લાગે ?

સાવ ઊંધી રીત અપનાવ્યા કરે, એ સારું લાગે ?
સ્વપ્ન ખુલ્લી આંખથી જોયા કરે, એ સારું લાગે ?

મૂળથી જે ટોચના રસ્તે કદમ માંડી શકે છે,
એ જ; સીધા માર્ગ પર થાક્યા કરે, એ સારું લાગે ?

ટોચ પરથી ખીણને જોયા પછી પસ્તાય છે જે,
આભની એ રોજની ઈર્ષ્યા કરે, એ સારું લાગે ?

જ્યાં જગત આખ્ખું વિરોધી નીકળે છે આપણું; ત્યાં,
પ્રેમની બાની સતત બોલ્યા કરે, એ સારું લાગે ?!

તું પવન છે, તો પવનની જેમ વાંકો ચાલને યાર !
રોજ પાલવને સતત વળગ્યા કરે, એ સારું લાગે ?

સુનીલ શાહ

Advertisements

16 responses

 1. સ્વપ્ન ખુલ્લી આંખથી જોયા કરે, એ સારું લાગે ?
  સુંદર… મજાનો રદિફ.

 2. પ્રશ્નાર્થ છોડી જાય તેવી ગઝલ..એ સારુ લાગે ?…સરસ..

 3. મુળથી ટોચ પર કદમ માંડ્યા કરે
  સીધા માર્ગ પર થાક્યા કરે સારુ લાગે?
  સુંદર

 4. તું પવન છે, તો પવનની જેમ વાંકો ચાલને યાર !
  રોજ પાલવને સતત વળગ્યા કરે, એ સારું લાગે ?
  સ રસ
  તો એને સારું લાગે ? અને કોઈ ધીમે રહીને કહે, ‘ભઈ, તમારી આંખ શી રીતે ગઈ ?’ તો એ જવાબ આપે કે ના આપે ? અને એને કાણિયા કહીએ તો ?! પણ એ સત્ય ખરાબ લાગે ને ?

 5. તું પવન છે, તો પવનની જેમ વાંકો ચાલને યાર !
  રોજ પાલવને સતત વળગ્યા કરે, એ સારું લાગે ?
  પ્રણયની ગતિને,લવચીકતાને અને નિજી નજદિકતાને આનાથી વધારે મસ્તીસભર ક્યાં વાંચવા
  મળશે !!!

 6. સરસ ગઝલ.
  રદિફમાં વણાયેલ પ્રશ્નાર્થભાવ અને માવજત બન્ને ગમ્યા-અભિનંદન સુનીલભાઈ.

 7. આભની એ રોજની ઈર્ષ્યા કરે, એ સારું લાગે ?
  રોજ પાલવને સતત વળગ્યા કરે, એ સારું લાગે ?…..

  સુંદર… સરસ..-અભિનંદન સુનીલભાઈ. Keep writing….

  http://piyuninopamrat.wordpress.com/

 8. સરસ મજાની અભિવ્યક્તી.

 9. સરસ ગઝલ.

  તું પવન છે, તો પવનની જેમ વાંકો ચાલને યાર !
  રોજ પાલવને સતત વળગ્યા કરે, એ સારું લાગે ?

  મુશાયરામાં મૌખિક પ્રત્યાયન માટે – આ પ્રશ્નાર્થ રદીફ- એક ચેલેન્જ છે. ઑડિયો વર્ઝનમાં આ ગઝલ વધુ સારી રીતે પામી શકાય એવું લાગે છે.

 10. સરસ ગઝલ!રદિફ ગમી ગયો જે પ્રશ્નાર્થ છોડે છે…અને જવાબ પહેલી લાઇનમા મળે છે..
  તું પવન છે, તો પવનની જેમ વાંકો ચાલને યાર !
  રોજ પાલવને સતત વળગ્યા કરે, એ સારું લાગે ?
  સરસ

 11. sunil sir
  Very nice gazal
  તું પવન છે, તો પવનની જેમ વાંકો ચાલને યાર !
  રોજ પાલવને સતત વળગ્યા કરે, એ સારું લાગે ?

  very nice sher,keep it up
  SAEED MANSURI(SIR)

 12. ફરી એકવાર સુંદર ગઝલ… પહેલો અને છેલ્લો શેર હાંસિલ-એ-ગઝલ થયા છે…

 13. Happy new year & namaste sir,
  After a long time of exam I read your blog and have read all gazal.
  i havent much of admiraion.
  But i like your all intellectual Gazal.

  I like this misra the most

  ” નાવને ડૂબાડતું,
  છિદ્ર, નાનું હોય છે.

  એ જ બસ ચર્ચાય છે,
  કે જે, મોટું હોય છે !”

  I heard that our school is going to renovate Is it true?

 14. Very nice Ghazal!

  તું પવન છે, તો પવનની જેમ વાંકો ચાલને યાર !
  રોજ પાલવને સતત વળગ્યા કરે, એ સારું લાગે ?

  Sudhir Patel.

 15. તું પવન છે, તો પવનની જેમ વાંકો ચાલને યાર !
  રોજ પાલવને સતત વળગ્યા કરે, એ સારું લાગે ?

  waaah ! maja aavi 🙂

 16. તું પવન છે, તો પવનની જેમ વાંકો ચાલને યાર !
  રોજ પાલવને સતત વળગ્યા કરે, એ સારું લાગે ?
  સરસ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: