એવો રિવાજ છે !

 

ભીતર ન સળગે; ચાલશે, એવો  રિવાજ છે,
બસ દ્વાર પર દીવો હશે, એવો  રિવાજ છે !

દીધા કર્યું છે વ્હાલ તમે જેમને સતત,
છે શક્ય; એ રડાવશે, એવો  રિવાજ છે !

જ્યાં ચાલી નીકળો તમે નોખી જ રાહ પર,
કો’ રાહ જોતું રોકશે, એવો  રિવાજ છે !

જેને મધુરી વાંસળીનું મૂલ્ય હોય ના,
એ માત્ર ઢોલ પીટશે, એવો  રિવાજ છે !

પડકાર ફેંકશો તમે પર્વતને જો કદી,
સૌ શબ્દ પાછા આવશે, એવો  રિવાજ છે !

બહુ સાચવીને શ્વાસ તમે વાપરો છતાં,
એ ખૂટશે ’ને તૂટશે, એવો  રિવાજ છે !

સુનીલ શાહ

Advertisements

31 responses

 1. જેને મધુરી વાંસળીનું મૂલ્ય હોય ના,
  એ માત્ર ઢોલ પીટશે, એવો રિવાજ છે !

  પડકાર ફેંકશો તમે પર્વતને જો કદી,
  સૌ શબ્દ પાછા આવશે, એવો રિવાજ છે !

  very nice

 2. બહુ સાચવીને શ્વાસ તમે વાપરો છતાં,
  એ ખૂટશે ’ને તૂટશે, એવો રિવાજ છે !

  બહોત ખુબ …

 3. સુંદર રચના થઈ છે સુનીલભાઈ

  આ શેર બહુ ગમ્યા-

  પડકાર ફેંકશો તમે પર્વતને જો કદી,
  સૌ શબ્દ પાછા આવશે, એવો રિવાજ છે !

  બહુ સાચવીને શ્વાસ તમે વાપરો છતાં,
  એ ખૂટશે ’ને તૂટશે, એવો રિવાજ છે !

  અભિનંદન !

 4. nice gazal… enjoyed a lot..all shers r beautiful..
  abhinanadan sunilbhai

 5. ક્યા બાત હૈ કવિ! ઉત્તમ ગઝલ. હવે તો તમારી પાસે ગઝલસંગ્રહની અપેક્ષા રાખી શકાય.

 6. બહુ સાચવીને શ્વાસ તમે વાપરો છતાં,
  એ ખૂટશે ’ને તૂટશે, એવો રિવાજ છે !…. beautifulwords…. so very sensitive … thought provocing….. really like it.

 7. ભરપૂર મિજાજ અને શેરિયત. વાહ, સુનીલભાઈ. મુશાયરો હાઈજેક કરી લે એવી ગઝલ થઈ છે. કિરણસિંહ સાથે સહમત થઈ ગઝલસંગ્રહની હવે અપેક્ષા રહે છે.

 8. અભિનંદન સુનીલભાઈ….
  રદિફના નાવિન્યથી લઈ તમામ પાસાઓ સરસરીતે નિભાવાયા અને એક નખશિખ ગઝલ બની
  વાહ..!

 9. આખી ગઝલ સુંદર થઈ છે. નીચેનો શેર વધુ ગમ્યો.

  દીધા કર્યું છે વ્હાલ તમે જેમને સતત,
  છે શક્ય; એ રડાવશે, એવો રિવાજ છે !

 10. સુંદર રચના… પણ મને આ વખતે કેટલાક શેરમાં બાની જરા ખટકી… દા.ત.:

  દીધા કર્યું છે વ્હાલ તમે જેમને સતત,
  છે શક્ય; એ રડાવશે, એવો રિવાજ છે !

  બીજા મિસરામાં રદીફ જાળવવા માટે રવાની તૂટતી અનુભવાય છે મને આ રીતે સૂઝે છે:

  આગળ જતાં રડાવશે, એવો રિવાજ છે !

 11. i like this

  બહુ સાચવીને શ્વાસ તમે વાપરો છતાં,
  એ ખૂટશે ’ને તૂટશે, એવો રિવાજ છે !

 12. બહુ સાચવીને શ્વાસ તમે વાપરો છતાં,
  એ ખૂટશે ’ને તૂટશે, એવો રિવાજ છે !

  very nice sher.i like this sher

 13. સરસ ગઝલ
  દીધા કર્યું છે વ્હાલ તમે જેમને સતત,
  છે શક્ય; એ રડાવશે, એવો રિવાજ છે !

  જ્યાં ચાલી નીકળો તમે નોખી જ રાહ પર,
  કો’ રાહ જોતું રોકશે, એવો રિવાજ છે !
  શેર વધુ ગમ્યા
  રીત-રિવાજો હંમેશા નવા બનતા રહ્યા છે. સાંપ્રદાયિક અનુબંધોમાં અંતર ૫ડી રહ્યું છે. છતાં ૫ણ માનવધર્મનો મૂળભૂત આધાર હંમેશા એક જ રહ્યો છે. રીત-રિવાજો હંમેશા સમયની સાથે ચાલતા રહ્યા છે. જેમ દર્શન, તત્વજ્ઞાન, ધર્મશાસ્ત્રની અલગતા ૫ણ એ પ્રકારની જ છે, જે પ્રકારે એક જ બગીચામાં ઊગેલા પુષ્પોના રંગ તેમજ સુગંધ જુદાં જુદાં હોય છે, છતાં ૫ણ તેના કારણે બગીચાની શોભા વધે છે ઘટતી નથી. અલગ અલગ વિશેષતાઓવાળા પુષ્પો એકબીજાના દુશ્મન નથી હોતાં કે નથી કોઈને ઉખાડીને ફેંકી દેવાની વાત ૫ણ કરતાં. આ જ વાત દર્શનશાસ્ત્ર તથા આચારસંહિતાઓના સંદર્ભમાં ૫ણ છે. પ્રાચીન માન્યતાઓમાં જે જે વિકૃતિઓ સમાઈ ગઈ હતી તેના નિરાકરણ માટે દર્શનશાસ્ત્ર તથા આચારસંહિતાઓ અસ્તિત્વમાં આવી છે. જ્યારે જુદા જુદા પ્રકારનાં વસ્ત્રો ૫હેરનારાઓ એક જ રેલગાડીમાં બેસીને મુસાફરી કરી શક્તા હોય તો મજહબની અલગતા હોવાં છતાં ૫ણ કોઈ કોઈના ૫ર હાવી થઈ જાય તે સહેજ ૫ણ જરૂરી નથી.

 14. જેને મધુરી વાંસળીનું મૂલ્ય હોય ના,
  એ માત્ર ઢોલ પીટશે, એવો રિવાજ છે !
  ઝવાહર બક્ષી યાદ આવે છે-નગરનો ઢોલ છું પીટો મને…ગઝલ
  એક વધું સાંભળવા જેવી ગઝલ મળી તમારી પાસેથી.

 15. વાહ સુનિલભાઇ મેદાન મારી ગયાં…ખૂબ સરસ ગઝલ થૈ

  દીધા કર્યું છે વ્હાલ તમે જેમને સતત,
  છે શક્ય; એ રડાવશે, એવો રિવાજ છે !

  અને છેલ્લો શેર ખૂબ ગમ્યાં આમ તો બધાં જ ખરેખર ચિંતન કરી ગઝલ લખાય છે ફક્ત શબ્દો ગોઠવાયા નથી..વાહ
  સપના

 16. dear sunilbhai,
  3rd & 4th lines r very impressive. not seen u since diwali, r u in surat?

 17. સુંદર ગઝ્લ ખાસ કરીને આ પંક્તિઓ ખૂબ જ ગમી

  બહુ સાચવીને શ્વાસ તમે વાપરો છતાં,
  એ ખૂટશે ’ને તૂટશે, એવો રિવાજ છે !

 18. મક્તાનો શેર મસ્ત છે…

 19. Enjoyed all shers of your nice Ghazal!
  Sudhir Patel.

 20. અમેરિકા સ્થિત મુ.શ્રી હરનિશભાઈ જાનીએ અંગત મેઈલ દ્વારા પાઠવેલ પ્રતિભાવ એમના વતી….(સુનીલ શાહ)
  શરુઆતમાં હું મને ગમતા શેર ચૂંટવા ગયો- અને પછી ફસાઇ ગયો-મારે આખીને આખી ગઝલ નીચે અંડરલાઈન કરવી પડી- દીલ સોંસરવી ઉતરી ગઇ-તમે જો મરિઝનો અભ્યાસ કરશો તો તેમાં દરેક શેરમાં ફિલોસોફી છે- તમારી આ ગઝલમાં બધે જ નર્યૂ સત્ય દેખાય છે-મારે આ રવિવારે મુશાયરો કંડકટ કરવાનો છે ત્યાં તમારી ગઝલનો ઉલ્લેખ કરીશ

 21. જેને મધુરી વાંસળીનું મૂલ્ય હોય ના,
  એ માત્ર ઢોલ પીટશે, એવો રિવાજ છે !

  waaah ! bahut achchhe !

 22. અદભુત ગઝલ વાંચવાની-માણવાની ખરેખર ખૂ…બ જ મજા પડી. દરેક શે’ર જોરદાર, ધારદાર અને ચોટદાર બન્યા છે…લગે રહો, સુનીલભાઈ !

 23. The ironical radif creates the real interest.Congrats.

 24. બહુ સાચવીને શ્વાસ તમે વાપરો છતાં,
  એ ખૂટશે ’ને તૂટશે, એવો રિવાજ છે !

  સરસ ગઝલ !

  દરેક શેર પસંદ આવ્યા.

  આભાર !

 25. જેને મધુરી વાંસળીનું મૂલ્ય હોય ના,
  એ માત્ર ઢોલ પીટશે, એવો રિવાજ છે !

  પડકાર ફેંકશો તમે પર્વતને જો કદી,
  સૌ શબ્દ પાછા આવશે, એવો રિવાજ છે !

  બહુ સાચવીને શ્વાસ તમે વાપરો છતાં,
  એ ખૂટશે ’ને તૂટશે, એવો રિવાજ છે !

  Very Nice Sher !!!

 26. મજાની રચના.

  આ શેર ખાસ છે…

  દીધા કર્યું છે વ્હાલ તમે જેમને સતત,
  છે શક્ય; એ રડાવશે, એવો રિવાજ છે!

 27. તમારો બ્લોગપર આજે આકસ્મિત રીતે આવી પહોંચ્યો લયસ્તરોને કારણે.

  પડકાર ફેંકશો તમે પર્વતને જો કદી,
  સૌ શબ્દ પાછા આવશે, એવો રિવાજ છે !

  આ શેર વધારે ગમ્યો.આમ તો આખી ગઝલ જોરદાર છે.

  ભરત ત્રિવેદી

 28. what a thinking,sir!
  પડકાર ફેંકશો તમે પર્વતને જો કદી,
  સૌ શબ્દ પાછા આવશે, એવો રિવાજ છે !

  Very sensitive.

 29. ભીતર ન સળગે; ચાલશે, એવો રિવાજ છે,
  બસ દ્વાર પર દીવો હશે, એવો રિવાજ છે !

  પડકાર ફેંકશો તમે પર્વતને જો કદી,
  સૌ શબ્દ પાછા આવશે, એવો રિવાજ છે !

  ઘણીજ સરસ રચના ,દુનિયા ની વાસ્તવિકતા , સરસ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: