જો જાત ઝબોળીને

લે, હૃદય હું બતાવું ખોલીને,
તોય તું આવે ક્યાં છે દોડીને !

તું મળે, તો મળે છે એ રીતે,
ટીચવા આવે છે લખોટીને !

ટાંકણાની ફિકર કરે છે પણ,
કેમ છે, પૂછ્યું છે હથોડીને ?

પ્રેમનો અર્થ એમ ના સમજાય,
જો, પ્રથમ જાત ત્યાં ઝબોળીને.

એટલે રાખું છું કફન સાથે,
જઈ શકું જો સમય વળોટીને !

સુનીલ શાહ

Advertisements

25 responses

 1. સરસ.

  તું મળે, તો મળે છે એ રીતે,
  ટીચવા આવે છે લખોટીને !

  To me, this is exceptional in diction and impact.

 2. sunil sir
  very nice gazal.

  એટલે રાખું છું કફન સાથે,
  જઈ શકું જો સમય વળોટીને !

  last share very good.go ahed, best of luck
  from MANSURI SIR

 3. અલગ-અલગ ભાવને સમેટી સુંદર કવિકર્મ….
  સરસ ગઝલ સુનીલભાઇ.
  અભિનંદન.

 4. તું મળે, તો મળે છે એ રીતે,
  ટીચવા આવે છે લખોટીને !

  good one .. સુંદર ગઝલ …

 5. તું મળે, તો મળે છે એ રીતે,
  ટીચવા આવે છે લખોટીને !
  વાહ
  યાદ આવે શેર

  बाजिचा-ए-अत्फाल है दुनिया मेरे आगे
  होता है शब-ओ-रोझ तमाशा मेरे आगे

  નાના બાળકોની રમત છે તે ‘ટીચવા આવે છે લખોટીને !’
  ( આ વિદ્વાનનું મંતવ્ય છે)

 6. તું મળે, તો મળે છે એ રીતે,
  ટીચવા આવે છે લખોટીને !
  સુંદર ગઝલ..
  પ્રેમનો અર્થ એમ ના સમજાય,
  જો, પ્રથમ જાત ત્યાં ઝબોળીને. વાહ!!
  સપના

 7. Enjoyed your nice Ghazal!
  Sudhir Patel.

 8. બહુ સરસ રચના !

 9. સુંદર ગઝલ…
  બધા જ શેર મજાના પણ લખોટીવાળો શેર વધુ ગમ્યો…

 10. લખોટી, હથોડી જેવી વસ્તુઓ નો ઉપયોગ કરી ને હર્દય ની સંવેદનાઓ દર્શાવવી એજ કવિ ની આગવી સુઝબુઝ દર્શાવે છે. ખુબજ સુંદર રચના બની છે.

 11. બહુ જ સુંદર ગઝલ સુનીલભાઇ! વેદાંગભાઇની વાતમાં હુંય સૂર પૂરાવું છું. ગઝલમાં આધુનિકતા આને કહેવાય.

 12. રાબેતા મુજબ તમારી સ-રસ ગઝલ વાંચવાની-માણવાની ખૂ…બ જ મજા આવી. અભિનંદન !

 13. સરસ ભાવ સાથેની ગઝલ જેમાં લખોટી વાળો શેર વધુપસંદ આવ્યો…

  અભિનંદન !

 14. ખૂબ જ સુંદર ગઝલ !
  આ શેર વધુ ગમ્યો-
  તું મળે, તો મળે છે એ રીતે,
  ટીચવા આવે છે લખોટીને…
  અભિનંદન !

 15. આધુનિક સંદર્ભસહિત સરસ રીતે કંડારેલી ગઝલ.વાહ…

 16. good, really good

  એટલે રાખું છું કફન સાથે,
  જઈ શકું જો સમય વળોટીને !

 17. લે, હૃદય હું બતાવું ખોલીને,
  તોય તું આવે ક્યાં છે દોડીને

  Very nice!

 18. Very nice gazal sir.

  Your student

  Vicky Gandhi

 19. તું મળે, તો મળે છે એ રીતે,
  ટીચવા આવે છે લખોટીને !

  વાહ ક્યાં બાત કહી હૈ ! ગઝલની મજા ને ઓળખ બંને એક સાથે છે અહીં તો સુનીલભાઈ!!!

  ભરત ત્રિવેદી

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: