ફાંટા પડ્યા

સંપ્રદાયોના અલગ રસ્તા પડ્યા,
માણસો વચ્ચે પછી ફાંટા પડ્યા.

હોય, હોવી જોઈએ મનને તલાશ,
આખરે ક્યાં આપણે ખોટા પડ્યા ?

દૂરથીયે મ્હેક લઈ આવ્યા તમે,
સૌ હવાના વ્યાપથી ભોંઠા પડ્યા.

લાવ્યા શું ને લૈ જવાના છીએ શું ?
એટલું પૂછતાં એ છોભીલા પડ્યા.

ચીસ સાથેની સફર લખતો રહ્યો,
ડાયરીનાં પાનાં બસ ઓછાં પડ્યાં.

સુનીલ શાહ

21 responses

  1. સ રસ ગઝલ
    આ શાશ્વત સત્યવાળા શેર વધુ ગમ્યા

    સંપ્રદાયોના અલગ રસ્તા પડ્યા,
    માણસો વચ્ચે પછી ફાંટા પડ્યા.
    લાવ્યા શું ને લૈ જવાના છીએ શું ?
    એટલું પૂછતાં એ છોભીલા પડ્યા.

  2. શ્રી સુનીલભાઈ,

    સંપ્રદાયોના અલગ રસ્તા પડ્યા,
    માણસો વચ્ચે પછી ફાંટા પડ્યા.

    હોય, હોવી જોઈએ મનને તલાશ,
    આખરે ક્યાં આપણે ખોટાં પડ્યા ?

    લાવ્યા શું ને લૈ જવાના છીએ શું ?
    એટલું પૂછતાં એ છોભીલા પડ્યા.

    ગઝલ પસંદ આવી અને તેમાં ઉપરોક્ત શેર વધુ પસંદ આવ્યા.

    આભાર !

  3. સરસ રચના !
    માણસો વચ્ચે પછી ફાંટા પડ્યા….
    મત્લા અને મક્તાના શેર ખૂબ જ સરસ થયા છે સુનીલભાઈ,
    એ માટે ખાસ અભિનંદન !

  4. હોય, હોવી જોઈએ મનને તલાશ,
    આખરે ક્યાં આપણે ખોટાં પડ્યા ?

    આત્મનિરીક્ષણ …

  5. વાહ મનનીય….સરસ રચના માટે અભિનંદન …શ્રી સુનિલભાઈ

    હુ તો અહિં જ અટકી પડ્યો.. કે

    “હોય, હોવી જોઈએ મનને તલાશ,
    આખરે ક્યાં આપણે ખોટાં પડ્યા?””

    તો થોડુ કહુ છુ…..

    કે..

    છે સહુને ખબર………………
    *
    છે સહુને ખબર……!!
    *
    સાંભળો ભાઈઓ……કે…. છે સહુને ખબર….!!
    *
    આ…
    *
    ફાંટા ક્યાંથી વાંકા પડ્યા
    તોયે, વાંકાચુકા ફાટાઓમાં જ,
    વાંકા થઈને વાંકા પડ્યા….!!

    કેમ કે ફાંટા જ સાલા નફ્ફ્ટ
    દરેક વાંકે, વાંકા જ હતા અને

    મારા ભોળા ભાઈઓ, સીધા હતા
    પણ ફાંટા જ સલ્લા નફ્ફ્ટ હતા

    એટલે જે મલે તે લઈ લે નાદે
    સીધા ભાઈઓ વાંકા થયા….

  6. વાહ !! સુંદર ગઝલ.સુનીલભાઈ

    હોય, હોવી જોઈએ મનને તલાશ,
    આખરે ક્યાં આપણે ખોટાં પડ્યા ?
    આ શેર બહુ જોરદાર થયો છે !!

  7. શ્રી સુનીલભાઈ,

    લાવ્યા શું ને લૈ જવાના છીએ શું ?
    એટલું પૂછતાં એ છોભીલા પડ્યા.

    સુંદર ભાવ પૂર્ણ ગઝલ . મઝા ખુબ માણી

  8. સંપ્રદાયોના અલગ રસ્તા પડ્યા,
    માણસો વચ્ચે પછી ફાંટા પડ્યા.

    મને બહુજ ગમી.

  9. સંપ્રદાયોના અલગ રસ્તા પડ્યા,
    માણસો વચ્ચે પછી ફાંટા પડ્યા.
    લાવ્યા શું ને લૈ જવાના છીએ શું ?
    એટલું પૂછતાં એ છોભીલા પડ્યા
    this sher is very nine.
    mansuri sir

  10. વાહ…
    સુનીલભાઇ
    ઊંડાણપૂર્વકના મનન અને મંથન પછી નિપજેલી અભિવ્યક્તિએ આખેઆખું હૈયું જાણે નિચોવીને સંવેદનાઓનો અર્ક રજૂ કર્યો…!
    -અભિનંદન મિત્ર!

  11. સુનિલભાઇ સરસ ગઝલ
    મનની તલાસ કરતા રહ્યા ક્યાં ખોટા પડ્યા
    બહુ ગમ્યુ

  12. my dear sunil you may like this

    સંપ્રદાયોના અલગ રસ્તા પડ્યા,
    સંતો મંહંતો વચ્ચે પછી ફાંટા પડ્યા.

    બધાને હોવી જોઈએ મોક્ષની તલાશ,
    ધર્મ અર્થ કામમા ક્યાં આપણે ખોટા પડ્યા ?

    દૂરથીયે મ્હેક લઈ આવ્યા તમે,
    સૌ વંસતના વ્યાપથી ભોંઠા પડ્યા.

    લાવ્યા શું ને લૈ જવાના છીએ શું ?
    મુઠી બંધ કરતા એ છોભીલા પડ્યા.

    ગમ સાથેની ગઝલ લખતો રહ્યો,
    દર્દ આપનારા હમદર્દી બસ ઓછાં પડ્યાં.

  13. લાવ્યા શું ને લૈ જવાના છીએ શું ?
    એટલું પૂછતાં એ છોભીલા પડ્યા.

  14. લાવ્યા શું ને લૈ જવાના છીએ શું ?
    એટલું પૂછતાં એ છોભીલા પડ્યા.

    ચીસ સાથેની સફર લખતો રહ્યો,
    ડાયરીનાં પાનાં બસ ઓછાં પડ્યાં.
    સુનીલ ભાઈ ઘણી સરસ ગઝલ તમો આ રીતે લખતા રહો અને અમોને મોકલતા રહો એવી આશા સાથે આપનો વિશ્વાસુ સઈદ મન્સૂરી

  15. સંપ્રદાયોના અલગ રસ્તા પડ્યા,
    સંતો મંહંતો વચ્ચે પછી ફાંટા પડ્યા.

    બધાને હોવી જોઈએ મોક્ષની તલાશ,
    ધર્મ અર્થ કામમા ક્યાં આપણે ખોટા પડ્યા ?
    ……………………………..
    સુનિલભાઇ સરસ ગઝલ

    બહુ ગમ્યુ.
    Ramesh Patel(Aakashdeep)

Leave a reply to Pancham Shukla જવાબ રદ કરો