સાંજ વાવું છું

વેબ ફોટો

રોજ મારામાં સાંજ વાવું છું,
એમ સૂરજને હું ઝુકાવું છું.

એજ જખ્મો છે, એ જ નકશો છે,
ભાત નોખી હું ક્યા બતાવું છું ?

કોઈ સુંવાળી ક્ષણ લપેટીને
લ્યો, હું ઘડપણ સહજ વિતાવું છું.

તું હશે સારથી જગતનો પણ,
મારા ઘરને તો હું ચલાવું છું..!

છો ને ઊંચક્યો કદી તેં ગોવર્ધન,
જાતને રોજ હું ઉઠાવું છું.

સુનીલ શાહ

Advertisements

23 responses

 1. સુનીલભાઈ સરસ ગઝલ બની છે!!
  કોઈ સુંવાળી ક્ષણ લપેટીને
  લ્યો, હું ઘડપણ સહજ વિતાવું છું.
  બધાં શેર સારા છે..
  સપના

 2. સુંદર ગઝલ
  આ શેર વધુ ગમ્યા

  એજ જખ્મો છે, એ જ નકશો છે,
  ભાત નોખી હું ક્યા બતાવું છું ?

  કોઈ સુંવાળી ક્ષણ લપેટીને
  લ્યો, હું ઘડપણ સહજ વિતાવું છું.

  સહજ સ્વીકારીએ હંમેશાં બિનશરતી હોય છે. તેનામાં વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિનાં સ્વીકારમાં કોઈ જ શરતો હોતી નથી. વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ જ્યાં છે, જેવી છે, જે પણ છે તેનો અનન્ય ભાવથી સ્વીકાર કરવાની એક પરમ સાધના છે, એક તપ છે. જ્યાં સહજ સ્વીકાર છે ત્યાં પ્રેમ છે, જ્યાં પ્રેમ છે ત્યાં માલિકી ભાવ નથી, જેને માલિકી ભાવ નથી તેને માયા નથી, જેને માયા નથી તેને અહં નથી, જેને અંહ નથી તે શૂન્ય છે, અને જે શૂન્ય છે તે જ પરમાત્મામાં ભળી શકે છે. કારણકે પરમાત્મામાં ભળી જવા માટે શૂન્ય થવું અનિવાર્ય છે. આમ, આપણે સમજી શકીએ કે સહજ સ્વીકારની આ સાધના આપણને પરમાત્મા તરફ દોરી જતો

 3. સુંદર ગઝલ…

  આ શેર ખૂબ જ ગમ્યો-
  તું હશે સારથી જગતનો પણ,
  મારા ઘરને તો હું ચલાવું છું..!

  આખી ગઝલ મજાની શક્યતાઓથી ભરીભરી છે… છેલ્લા શેરમાં થોડું સમારકામ કરી શકાય તો શિલ્પ ઓર મનહર થાય!

 4. શ્રી સુનીલભાઈ,

  તું હશે સારથી જગતનો પણ,
  મારા ઘરને તો હું ચલાવું છું..!

  છો ને ઊંચક્યો કદી તેં ગોવર્ધન,
  જાતને રોજ હું ઉઠાવું છું

  વાહ રે વાહ સુંદર ગઝલ અને દરેક પંક્તિઓ એટલી જ જોરદાર.

  મઝા આવી ગઈ.

 5. I like last two lines because,i understand the meaning of that line easily

  Divu

 6. સ-રસ ગઝલ છે…દરેક શે’ર અર્થપૂર્ણ અને આસ્વાદ્ય બન્યા હોઈ માણવાની મજા પડી. ધન્યવાદ !

 7. તું હશે સારથી જગતનો પણ,
  મારા ઘરને તો હું ચલાવું છું..!

  છો ને ઊંચક્યો કદી તેં ગોવર્ધન,
  જાતને રોજ હું ઉઠાવું છું.

  વાહ !!! સુંદર શેર.

 8. સર ,લાંબા સમય પછી નવી ગઝલ મળી ,
  આ પંક્તિઓ ગમી.
  તું હશે સારથી જગતનો પણ,
  મારા ઘરને તો હું ચલાવું છું..!

  છો ને ઊંચક્યો કદી તેં ગોવર્ધન,
  જાતને રોજ હું ઉઠાવું છું.

  ( બ્લોગ નું હેડર જામતું નથી )
  -જીતેશ

 9. સુનીલભાઈ,
  \
  રોજ મારામાં સાંજ વાવું છું,
  એમ સૂરજને હું ઝુકાવું છું.

  એજ જખ્મો છે, એ જ નકશો છે,
  ભાત નોખી હું ક્યા બતાવું છું ?
  રોજ મારામાં સાંજ વાવું છું,
  એમ સૂરજને હું ઝુકાવું છું.

  એજ જખ્મો છે, એ જ નકશો છે,
  ભાત નોખી હું ક્યા બતાવું છું ?

  દરેક શેર પસંદ આવ્યા પરંતુ ઉપરોક્ત શેર વધુ પસંદ આવ્યા. અસરકારક રજૂઆત.

  આભાર !

 10. સરળ બાનીમાં અર્થપૂર્ણ ગઝલ.

 11. સુનીલભાઈ,
  સરસ ગઝલ!
  સુંદર શેર.
  તું હશે સારથી જગતનો પણ,
  મારા ઘરને તો હું ચલાવું છું..!
  http://ghanshyam69.wordpress.com

 12. સરસ ગઝલ બની છે સુનીલભાઇ,
  -અભિનંદન સાથે,શ્રી વિવેકભાઇની ટિપ્પણી સાથે પણ સહમતી.

 13. Wonderful-મઝા પડી ગઇ.

 14. કોઈ સુંવાળી ક્ષણ લપેટીને
  લ્યો, હું ઘડપણ સહજ વિતાવું છું.
  These are really nice lines.

 15. સુંદર ગઝલ. આ શેર બહુ ગમ્યો : તે હશે સારથિ જગતનો પણ, મારાં ઘરને હું ચલાવું છું. મનોહર ત્રિવેદીનો એક શેર યાદ : તું છે સ્વામી ચૌદ ભુવનનો, હું છું મારા ઘરનો સુબો.

 16. enjoyed whole gazal..very nice and touchy..
  congrats sunilbhai

 17. છો ને ઊંચક્યો કદી તેં ગોવર્ધન,
  જાતને રોજ હું ઉઠાવું છું……

  સરસ અર્થપૂર્ણ આસ્વાદ્ય ગઝલ !
  અભિનંદન, સુનીલભાઈ

 18. કોઈ સુંવાળી ક્ષણ લપેટીને
  લ્યો, હું ઘડપણ સહજ વિતાવું છું.

  -I read your gazal one more time and loved this- It fits me well.

 19. એજ જખ્મો છે, એ જ નકશો છે,
  ભાત નોખી હું ક્યા બતાવું છું ?

  કોઈ સુંવાળી ક્ષણ લપેટીને
  લ્યો, હું ઘડપણ સહજ વિતાવું છું.

  ખુબ સુંદર ગઝલ .ઉપર ના શેર તો ઘણા સરસ .અભીનંદન સુનીલભાઈ

 20. આખીયે ગઝલ અર્થપૂર્ણ અને આસ્વાધ્ય બની છે. વાહ….

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: