રણ સર્જાયા વગર

ચાલ આગળ ચાલ, રોકાયા વગર,
કાપ રસ્તો ક્યાંય અથડાયા વગર.

કઈ રીતે આવી શકે પાછી સવાર,
સાંજનો આ પીંડ બંધાયા વગર ?

એ જ તો એક સત્ય છે આ પ્રેમનું,
કે, રહે નહિ કોઈ ચર્ચાયા વગર.

છે સમયની એ કરામત, કે સમય,
પાછો ક્યાં આવે છે બદલાયા વગર ?

શી રીતે જાણી શકો વંટોળને,
રણ ઉપર રણ બીજું સર્જાયા વગર ?

સુનીલ શાહ

Advertisements

14 responses

 1. એ જ તો એક સત્ય છે આ પ્રેમનું,
  કે, રહે નહિ કોઈ ચર્ચાયા વગર.

  મસ્ત શે’ર

 2. સ-રસ માણવી ગમે એવી ગઝલ….
  અભિનંદન સુનીલભાઈ

 3. છે સમયની એ કરામત, કે સમય,
  પાછો ક્યાં આવે છે બદલાયા વગર ? LIKE THIS

 4. છે સમયની એ કરામત, કે સમય,
  પાછો ક્યાં આવે છે બદલાયા વગર ?

  maza aavi gai–Aakhi gazal mast chhe.

 5. વાહ .. મજાની ગઝલ. એમાંય આ બે શેર કાબિલે-તારીફ

  એ જ તો એક સત્ય છે આ પ્રેમનું,
  કે, રહે નહિ કોઈ ચર્ચાયા વગર.

  છે સમયની એ કરામત, કે સમય,
  પાછો ક્યાં આવે છે બદલાયા વગર ?

 6. બધા જ શેર ગમી જાય એવી ગઝલ છે. વાહ..

 7. સુંદર ગઝલ

  કઈ રીતે આવી શકે પાછી સવાર,
  સાંજનો આ પીંડ બંધાયા વગર ?
  – સરસ વાત !!

 8. ચાલ આગળ ચાલ, રોકાયા વગર,
  કાપ રસ્તો ક્યાંય અથડાયા વગર.

  સુનીલ ભાઈ ઘણો સારો શેર
  જીન્દગી ના આ રસ્તા માં કયાય અથડાયા,
  રોકાયા વગર સતત ચાલતા રહેવાનું છે

 9. ભાવવાહી ગઝલ…તમામ શે’ર અર્થસભર અને આસ્વાદ્ય બન્યા છે. ધન્યવાદ !

 10. ધન્યવાદ. ઘણા સમયે નવી રચના મુકાઈ !

  આચાર્યપદ સર્જનને નડતું તો નથી ને ?!

 11. Enjoyed your nice Ghazal!
  Sudhir Patel.

 12. આદરણીય શ્રી. સુશીલભાઈ,

  શી રીતે જાણી શકો વંટોળને,
  રણ ઉપર રણ બીજું સર્જાયા વગર ?

  ખુબ મઝાનું…ખુબ ગમ્યું.

 13. કઈ રીતે આવી શકે પાછી સવાર,
  સાંજનો આ પીંડ બંધાયા વગર ?

  સુંદર ગઝલનો લાજવાબ શેર !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: