ખુદા ખોળવા જાઉં છું.

એમ ભીતરને ઢંઢોળવા જાઉં છું,
મૃગજળી ઘેલછા ટાળવા જાઉં છું.

હું તને જોઉં ને બસ, મને લાગે છે,
મારી જ જાત નિહાળવા જાઉં છું.

તું કહે હા કે ના, સરખું છે મારે મન,
બીજે હું મનને ક્યાં વાળવા જાઉં છું..?

છે લપસણી જગા એમ જાણ્યા પછી,
ક્યાં મને હુંય સંભાળવા જાઉં છુ..?

ગાંડપણ લાગે તો ગાંડપણ, તે છતાં,
માણસોમાં ખુદા ખોળવા જાઉં છું.

ચાહું છું દૂર કરવા બધી ભેળસેળ,
લાગણીને સતત ચાળવા જાઉં છું.

સુનીલ શાહ

Advertisements

15 responses

 1. હું તને જોઉં ને બસ, મને લાગે છે,
  મારી જ જાત નિહાળવા જાઉં છું…
  વાહ … ક્યા બાત.

 2. સરસ ગઝલ આ ગમ્યુ…
  ગાંડપણ લાગે તો ગાંડપણ, તે છતાં,
  માણસોમાં ખુદા ખોળવા જાઉં છું.

 3. વાહ…!
  સુનીલભાઇ,
  સુંદર મથામણની ગઝલ…આખી ગઝલના મૂળભાવને વળગીને થયેલું કવિકર્મ.
  આ ગઝલને -જાઉં છું- ની જેમ ,..મથું છું…રદિફ પ્રયોજીને જોઇએ તો ?
  -મને એવો વિચાર આવ્યો,તમે પણ વિચારી જોજો.

 4. વાહ.. સુનીલભાઇ !!
  હું તને જોઉં ને બસ, મને લાગે છે,
  મારી જ જાત નIહાળવા જાઉં છું…

 5. વાહ! મજાની ગઝલ.

  આ બે પંક્તિઓ વિશેષ ગમી.

  હું તને જોઉં ને બસ, મને લાગે છે,
  મારી જ જાત નિહાળવા જાઉં છું.

  છે લપસણી જગા એમ જાણ્યા પછી,
  ક્યાં મને હુંય સંભાળવા જાઉં છું..?

 6. લાગણીને સતત ચાળવા જાઉં છું…..વાહ..વાહ..

 7. હું તને જોઉં ને બસ,્થાય છે
  મારી જાત નિહાળવા જાઉં છું
  સરસ

 8. બહુ જ સુંદર– લોકોને જે શેર ગમ્યો છે. તે મને પણ ગમ્યો.ખરેખર તો આખી ગઝલ દાદ માંગી લે તેવી છે..અભિનંદન.

 9. મત્લાથી મક્તા સુધીની સફર કામયાબ રહી. એકને વખાણી બીજા શેરને અન્યાય કરવાનો ભય લાગે છે.

 10. nice Gazal..

  હું તને જોઉં ને બસ, મને લાગે છે,
  મારી જ જાત નિહાળવા જાઉં છું.

  do U find any contradiction in this ?

  Lata

 11. સરસ અનુભૂતિ…સરસ અભિવ્યક્તિ…સરસ ગઝલ માણવાની ખરેખર મજા આવી !
  ધન્યવાદ.

 12. સુનીલભાઈ સરસ ગઝલ…
  ગાંડપણ લાગે તો ગાંડપણ, તે છતાં,
  માણસોમાં ખુદા ખોળવા જાઉં છું.

 13. ગાંડપણ લાગે તો ગાંડપણ, તે છતાં,
  માણસોમાં ખુદા ખોળવા જાઉં છું….વાહ વાહ સુનિલભાઇ સરસ ગઝલ.

 14. ગાંડપણ લાગે તો ગાંડપણ, તે છતાં,
  માણસોમાં ખુદા ખોળવા જાઉં છું…… kyaa baat hai! bahut khoob!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: