ક્યાં હતું..?

દીપમાં અજવાસ જેવું ક્યાં હતું ?
રોશનીમાં પ્રાસ જેવું ક્યાં હતું ?

બે જણા પાછા મળ્યા, પાછા લડ્યા,
વાતમાં ઇતિહાસ જેવું ક્યાં હતું ?

શી રીતે અવસર અહીં ઉત્સવ થશે,
ભીતરે ઉલ્લાસ જેવું ક્યાં હતું ?

એટલે નોખાં છે વર્તુળ સૌનાં અહીં,
એક સરખા વ્યાસ જેવું ક્યાં હતું ?

આભનો વિસ્તાર પણ ઓછો પડ્યો,
પાંખને સંન્યાસ જેવું ક્યાં હતું ?

સુનીલ શાહ

Advertisements

16 responses

 1. Nice gazal. Enjoyed.

  શી રીતે અવસર અહીં ઉત્સવ થશે,
  ભીતરે ઉલ્લાસ જેવું ક્યાં હતું ?

 2. શી રીતે અવસર અહીં ઉત્સવ થશે,
  ભીતરે ઉલ્લાસ જેવું ક્યાં હતું ?

  મજાની ગઝલ, માણી.

 3. સ રસ ગઝલ
  આ શેર વધુ ગમ્યો

  એટલે નોખા છે વર્તુળ સૌના અહીં,
  એક સરખા વ્યાસ જેવું ક્યાં હતું ?
  પણ જે વર્તુલવિહીન છે તેનું શુ?
  રપા યાદ

  સીધી લીટીનો સાવ છોકરો ને પલળ્યો તો બની ગયો બેત્રણ વર્તુલ !

  છોકરીને શું ? એ તો ઝૂલી,
  તે પછી એને ઘેર જતાં થયું સ્હેજ મોડું રે
  જે કાંઇ થયું એ તો છોકરાને થયું
  એના સાનભાન ચરી ગયું ઘોડું રે

 4. સરસ ગઝલ બની છે. વાત ખરી છે. બધા;ના વ્યાસ સરખા નથી હોતા.

 5. निशीथ ध्रुव | Reply

  दिवाळीना मङ्गळ अवसरे थोडोक निराशावाद शा माटे? के पछी आकाशनी असीमतामां मुक्त विहारनी रोशनी छे आ? खरे ज, दरेकनी मुलवणी पण पोताना वर्तुळ मुजब ज थवानी!

 6. સરસ ગઝલ,
  કવિની આંખને અને કલમને ઈશ્વરે અલગ ‘વીઝન’ આપ્યું છે જે સતત કંઇક શોધ્યા કરે છે અને જવાબરૂપે જન્મ પામે છે -…..ક્યાં હતું ?
  સુંદર ભાવ અને સશક્ત અભિવ્યક્તિ સુનીલભાઇ…..અભિનંદન.
  નૂત્તન વર્ષમાં આમજ ગહન ગઝલો ‘પીરસતાં’ રહો…!

 7. દિલીપ મોદી | Reply

  જરા અલગ રદીફ-કાફિયા સાથેની સુંદર ગઝલ…તમામ શે’ર હૃદયસ્પર્શી બન્યા છે. ધન્યવાદ !

 8. બે જણા પાછા મળ્યા, પાછા લડ્યા,
  વાતમાં ઈતિહાસ જેવું ક્યાં હતું ?
  These lines are nice.

 9. અશોક જાની 'આનંદ' | Reply

  મજાની ગઝલ, કવિની પહેલી રચના વાંચી પણ બીજી રચનાઓ વાંચવા પ્રેરે
  તેવી ગઝલ..!! આ વિશેષ ભાવ્યું..
  એટલે નોખા છે વર્તુળ સૌના અહીં,
  એક સરખા વ્યાસ જેવું ક્યાં હતું ?

  આભનો વિસ્તાર પણ ઓછો પડ્યો,
  પાંખને સન્યાસ જેવું ક્યાં હતું ?

 10. આભનો વિસ્તાર પણ ઓછો પડ્યો,
  પાંખને સન્યાસ જેવું ક્યાં હતું ?
  .. મજાના કાફિયા સાથેની સુંદર ગઝલ

 11. સરસ ગઝલ
  બે જણા પાછા મળ્યા પાછા લડ્યા
  વાતમા ઇતિહાસ જેવું ક્યાં હતુ

 12. આભનો વિસ્તાર પણ ઓછો પડ્યો,
  પાંખને સન્યાસ જેવું ક્યાં હતું ?
  સરસ ગઝલ
  સુંદર ભાવ અને સશક્ત અભિવ્યક્તિ સુનીલભાઇ…..અભિનંદન.
  નૂત્તન વર્ષમાં આમજ ગહન ગઝલો ‘પીરસતાં’ રહો…!

 13. Nice Gazal !!!

 14. શી રીતે અવસર અહીં ઉત્સવ થશે,
  ભીતરે ઉલ્લાસ જેવું ક્યાં હતું ?….. sundar!

 15. આખી ગઝલ સર્વાંગ સુંદર!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: