બજાર નથી..

એટલે ત્યાં કશું ઉધાર નથી,
લાગણીનું કોઈ બજાર નથી.

મારું ભીતર છે, કોઈ ‘છટકું’ નથી,
દ્વાર પાછળ જો… કોઈ દ્વાર નથી.

એ જરૂરી છે, હોય અર્થસભર,
શબ્દ કેવળ કશો વિચાર નથી.

શોધ એવું અતીત તો તું ખરો,
કોઈ પાને કશા પ્રહાર નથી.

ફૂલ રહેવા દે, લાગણી લઈ આવ,
દોસ્ત, મારું હૃદય મઝાર નથી.

સુનીલ શાહ

Advertisements

18 responses

 1. અદભુત ગઝલ માણીને મારો તો આજે રવિવાર જ સુધરી ગયો… દરેક શે’ર અર્થસભર અને આસ્વાદ્ય બન્યા છે. ટૂંકી બહેરમાં સર્જકનું સૂક્ષ્મ નકશીકામ આંખે ઊડીને વળગે તેવું છે. સલામ સાથે ખૂ…બ ખૂ…બ અભિનંદન પાઠવું છું–સ્વીકારશો.
  મજામાં ?

 2. મારું ભીતર છે, કોઈ ‘છટકું’ નથી,
  દ્વાર પાછળ જો… કોઈ દ્વાર નથી.

  સરસ. ધન્યવાદ.

 3. મારું ભીતર છે, કોઈ ‘છટકું’ નથી,
  દ્વાર પાછળ જો… કોઈ દ્વાર નથી….

  ખૂબ જ સુંદર !
  સુંદર અને આસ્વાદ્ય ગઝલ !
  ટૂંકી બહરમાં ઉમદા વિચારો ખીલી ઊઠે છે.
  અભિનંદન દિલસે સુનીલભાઈ !

 4. એકે એક શેરમાં અર્થની બારીક કોતરણી છે..મઝા આવી ગઇ.

  એ જરૂરી છે, હોય અર્થસભર,
  શબ્દ કેવળ કશો વિચાર નથી. ..બહોત ખુબ..બહોત…

 5. સરસ ગઝલ
  મારું ભીતર છે, કોઈ ‘છટકું’ નથી,
  દ્વાર પાછળ જો… કોઈ દ્વાર નથી…..આ શેર વધું ગમ્યો.

 6. સરસ ગઝલનો આ શેર વધુ ગમ્યો
  ફૂલ રહેવા દે, લાગણી લઈ આવ,
  દોસ્ત, મારું હૃદય મઝાર નથી.

 7. ફૂલ રહેવા દે, લાગણી લઈ આવ,
  દોસ્ત, મારું હૃદય મઝાર નથી.

  ગઝલ નો આ શેર ખુબ સરસ વાહ બહોત ખુબ ….બહોત ખુબ

 8. નખશિખ સુંદર ગઝલ બની છે સુનીલભાઇ…
  અંતિમ શેર માટે ખાસ અલગથી અભિનંદન,જોકે શબ્દ કેવળ કશો વિચાર નથી…..એ અભિવ્યક્તિમાં રહેલો ગર્ભિત કટાક્ષભાવ અને એની પાછળની સશક્ત,સ્પષ્ટ અને સભાન સમજ પણ બિરદાવવી પડે એવી રહી……
  -અભિનંદન.

 9. ફૂલ રહેવા દે, લાગણી લઈ આવ,
  દોસ્ત, મારું હૃદય મઝાર નથી.
  These lines are indeed fine. Emotions can be manifested without showing any formality. Love is lost when it is advertised.

 10. ફૂલ રહેવા દે, લાગણી લઈ આવ,
  દોસ્ત, મારું હૃદય મઝાર નથી.
  વાહ … ક્યા બાત.

  1. સુનિલભાઈ,

   આચાર્યમાં છૂપાયેલ કવિને આ ગઝલ થકી જણ્યો અને માણ્યો પણ ખરો.

   ગઝલના શેરમાં
   ફૂલ રહેવા દે, લાગણી લઈ આવ,
   દોસ્ત, મારું હૃદય મઝાર નથી.
   ખૂબ ગમ્યો ખૂબ ખૂબ અવ્હિનંદન

 11. ફૂલ રહેવા દે, લાગણી લઈ આવ,
  દોસ્ત, મારું હૃદય મઝાર નથી.

  ખૂબ ગમ્યો ખૂબ ખૂબ અવ્હિનંદન

 12. Sunil Sir first of all thax for sending gazal.Very nice, last line is too good.
  I liked and enjoyed verymuch. thanx once again.

 13. મારું ભીતર છે, કોઈ ‘છટકું’ નથી,
  દ્વાર પાછળ જો… કોઈ દ્વાર નથી.

  મને મારી જ સાયન્સ ફ઼િક્શન નવલકથા ’પરકાયાપ્રવેશ’નાં કેટલાંક વાક્યો યાદ આવી ગયાં. શું અંદર કે શું બહાર, જેમ જેમ દરવાજા વટાવતા જાઓ તેમ તેમ ભીડ ઘટતી જાય છે. એમ કરતાં કરતાં એક દરવાજો એવો આવે છે કે જ્યાં કોઈ હોતું જ નથી. ત્યાં હોવાપણું જ હોતું નથી.

  ફૂલ રહેવા દે, લાગણી લઈ આવ,
  દોસ્ત, મારું હૃદય મઝાર નથી.

  જબ્બર મક્તા!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: