એનો વિવાદ છે..!

દોડું છું તોય ના પડું, એનો વિવાદ છે,
જીવી રહ્યો છું ફાંકડું, એનો વિવાદ છે.

કૈં કેટલા પ્રસંગે વહ્યાં છે આ આંસુ પણ,
લઈ હોઠે સ્મિત હું રડું, એનો વિવાદ છે.

ઘર મહેલ જેવું હોઈ શકે છે વિશાળ પણ,
આખર હૃદય હો સાંકડું, એનો વિવાદ છે.

ખોટી કરે જે વાત, ન એને સહન કરું,
પરખાવું છું હું રોકડું, એનો વિવાદ છે.

વાંધો નથી એ કોઈને, ખુલ્લી કિતાબ છું,
હર પાને સ્વચ્છ સાંપડું, એનો વિવાદ છે…!

સુનીલ શાહ

Advertisements

16 responses

 1. સુંદર ગઝલ બની છે સુનીલભાઇ….
  અંતિમ શેર ખાસ ગમ્યો,રદિફ માટે અલગથી અભિનંદન……

 2. નવો જ રદીફ. સરસ ગઝલ.

  પરખાવું છું હું રોકડું, એનો વિવાદ છે. – ખરી વાત.

 3. વાહ…ખૂબ સરસ. દરેક શેર સરસ થયા છે.

 4. વાહ! વિવાદનીય ગઝલ . સરસ કલ્પના.

 5. વાંધો નથી એ કોઈને, ખુલ્લી કિતાબ છું,
  હર પાને સ્વચ્છ સાંપડું, એનો વિવાદ છે…!

  આ શેર ગઝલમાં હાંસીલે-ગઝલ જેવો લાગે છે.

 6. કૈં કેટલા પ્રસંગે વહ્યાં છે આ આંસુ પણ,
  લઈ હોઠે સ્મિત હું રડું, એનો વિવાદ છે.

  પૂરી રચના ખુબ જ સરસ છે.

 7. પરખાવું છું હું રોકડું, એનો વિવાદ છે. રચના ખુબ જ સરસ છે.બી.કે.રાજપુત.ચંદ્રાવતી

 8. વાંધો નથી એ કોઈને, ખુલ્લી કિતાબ છું,
  હર પાને સ્વચ્છ સાંપડું, એનો વિવાદ છે…!

  bahut khub..

 9. ખોટી કરે જે વાત, ન એને સહન કરું,
  પરખાવું છું હું રોકડું, એનો વિવાદ છે.

  સુનીલ ભાઈ આ શેર ખુબ સરસ ગમ્યો

 10. વાંધો નથી એ કોઈને, ખુલ્લી કિતાબ છું,
  હર પાને સ્વચ્છ સાંપડું, એનો વિવાદ છે…!

  વાહ…ક્યા બાત હૈ !

 11. Khoob saras radif ane antim sher, Abhinandan Sunilbhai.

 12. દોડું છું તોય ના પડું, એનો વિવાદ છે,
  જીવી રહ્યો છું ફાંકડું, એનો વિવાદ છે.
  you have expressed beautifully the tendency of people through these lines.

 13. Enjoyed your very nice Ghazal with very well maintained new Radeef!
  Sudhir Patel.

 14. બધા શેર સરસ.
  વાંધો નથી એ કોઈને, ખુલ્લી કિતાબ છું,
  હર પાને સ્વચ્છ સાંપડું, એનો વિવાદ છે…!

  અતિ સુંદર.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: