બે ગઝલો….

(૧)
ગુર્જર કાવ્યધારા પર અગાઉ પ્રગટ થયેલી ગઝલ…

અન્યની શી રીતે કરશે માપણી,
કૈં અલગ ઊંચાઈ પર ખુદને ગણી.?

સ્નેહની કૂંપળ વિશે સમજે શું એ..?
જેણે જીવનભર નવી ભીંતો ચણી.

થાકનો તો પ્રશ્ન ક્યાંથી ઉદભવે,
છે સફરનો માર્ગ તારા ઘર ભણી.

હોય પરપોટો અને પથ્થર નજીક,
ફૂટવાની શક્યતા રહે છે ઘણી.!

પાંખ આવી કે એ બસ ઊડી જશે,
એ ગણીને, રાખજે તું લાગણી..!

(૨)
લયસ્તરો પર અગાઉ પ્રગટ થયેલ ગઝલ થોડાંક ફેરફાર સાથે….

અટપટો રસ્તો હશે તો ચાલશે,
ભોમિયો સાચો હશે તો ચાલશે.

જે બતાવે, હોય કેવળ સત્ય તો,
આયનો જૂનો હશે તો ચાલશે.

પર્ણ લીલું હોય કે પીળું ભલે,
ડાળથી નાતો હશે તો ચાલશે.

સહેજપણ હો છાંયડાની શક્યતા,
માર્ગમાં તડકો હશે તો ચાલશે.

મેળવું જો જાત રાખીને અખંડ,
રોટલો અડધો હશે તો ચાલશે.

ખુદને મળવા શું વધારે જોઈએ..?
ઘરનો એક ખૂણો હશે તો ચાલશે.
– સુનીલ શાહ

Advertisements

10 responses

 1. chandresh kapadia | Reply

  wow

 2. વધુ સરસ

 3. Khub j sunder bey gazalo..badha j sher..waah..

  1. khub sunder ghazlo….

 4. બંને ગઝલ સરસ …

 5. દિલીપ મોદી | Reply

  બંને ગઝલો ભાવવાહી, અર્થસભર અને સરળ બાનીમાં હોઈ ખરેખર હૃદયસ્પર્શી બની છે…ધન્યવાદ !

 6. સરળ અને સુંદર ગઝલો !
  સુંદર અભિવ્યક્તિને કારણે હૃદયને સ્પર્શી જાય છે.
  અભિનંદન સુનીલભાઈ 1

 7. પહેલી ગઝલ ‘આસ્વાદ’માં માણેલી અને પ્રતિભાવ પણ આપેલો..ખુબ સુંદર.!!
  બીજી તેનાથી પણ વધારે સુંદર ગઝલ લાગી..આ શે’ર તો ફરજીયાત ‘વાહ’
  બોલાવે તેવા થયા છે..!!
  જે બતાવે, હોય કેવળ સત્ય તો,
  આયનો જૂનો હશે તો ચાલશે.
  મેળવું જો જાત રાખીને અખંડ,
  રોટલો અડધો હશે તો ચાલશે.
  ખુદને મળવા શું વધારે જોઈએ..?
  ઘરનો એક ખૂણો હશે તો ચાલશે.

 8. ashvinbhai mistry | Reply

  very nice,both gazzal

 9. Kirtikant Purohit | Reply

  બંને બહુ જ સરસ ગઝલ બની છે…વાહ…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: