મ્હોરું હોય છે

કૈં યુગોથી એજ મ્હોરું હોય છે,
પથ્થરે ઈશ્વરનું પહેર્યું હોય છે.

આમ સપનું એ તો સપનું હોય છે,
કોઈ સપનું તોય નોખું હોય છે.

મારી છત્રી આજ થઈ ગઈ કાગડો,
દોસ્ત ! જીવનમાંય એવું હોય છે !

છે વરસતાં વાદળો જેવું આ સુખ,
ખાલી થઈ, આગળ જવાનું હોય છે !

એ અલગ છે, બેફિકર થઈ ચાલવું,
ટોચ પર સાવધ થવાનું હોય છે.

જેનું માથું આભને અડકેલું હો,
એનું, અધ્ધર જીવવાનું હોય છે.
સુનીલ શાહ

Advertisements

12 responses

  1. કૈં યુગોથી એજ મ્હોરું હોય છે,
    પથ્થરે ઈશ્વરનું પહેર્યું હોય છે.

    સરસ
    યાદ
    ગણત્રીપૂર્વકનાં સંબંધોની શતરંજ સમી બાજીમાં,
    કાળી ધોળી ચાલે આંટીઘૂંટીઓ શીખવી જાય છે જિંદગી.

  2. સરસ ગઝલ .. બધા શેર મજાના.

  3. સાવ સરળ બાનીમાં વાસ્તવિક જીવનની ઝાંખી કરાવતી એક સુંદર ગઝલ…મત્લાનો શે’ર લાજવાબ છે. અભિનંદન !

  4. મારી છત્રી આજ થઈ ગઈ કાગડો,
    દોસ્ત ! જીવનમાંય એવું હોય છે !

    saras gazal!!

  5. છે વરસતાં વાદળો જેવું આ સુખ,
    ખાલી થઈ, આગળ જવાનું હોય છે !

    એ અલગ છે, બેફિકર થઈ ચાલવું,
    ટોચ પર સાવધ થવાનું હોય છે.

    આ બે શેર ઘણા સરસ ખુબ ખુબ અભિનંદન સુનીલ ભાઈ

  6. ખૂબ સરસ… મને ગઝલ ગમી.. હું મારા મિત્રો સાથે વહેંચીશ..

  7. કૈં યુગોથી એજ મ્હોરું હોય છે,
    પથ્થરે ઈશ્વરનું પહેર્યું હોય છે.

    આમ સપનું એ તો સપનું હોય છે,
    કોઈ સપનું તોય નોખું હોય છે.

    સુંદર ગઝલ…

  8. આમ સપનું એ તો સપનું હોય છે,
    કોઈ સપનું તોય નોખું હોય છે.

    છે વરસતાં વાદળો જેવું આ સુખ,
    ખાલી થઈ, આગળ જવાનું હોય છે !

    બહોત અચ્છે.. ક્યા બાત હૈ…

  9. એ અલગ છે, બેફિકર થઈ ચાલવું,
    ટોચ પર સાવધ થવાનું હોય છે.
    સરસ શેર.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: