એકધારી થઈ છે

આજે સાહિત્ય સંગમ, સુરત ખાતે યોજાયેલ  ‘તરહી મુશાયરા’માં રજૂ કરેલ ગઝલ……….

બધાની થઈ એ અમારી થઈ છે,
ન તૃષ્ણા કદી નિર્વિકારી થઈ છે.

પડી ભાત એવી પ્રથમ સ્પર્શની કે,
અસર જે થઈ, એકધારી થઈ છે !

પડ્યાં ટાંકણાંઓ બધાં સહેજ ટાંચાં,
જુઓ, શિલ્પની શી ખુવારી થઈ છે !

કહો તો ખરાં ! વિસ્તરીને જશો ક્યાં,
કદી કોઈ બારી અટારી થઈ છે ?

ઝરૂખે ઊભા કે તરત તમને જોયાં,
* અમારી શરૂઆત સારી થઈ છે ! *
(* તરહી પંક્તિ– સંધ્યા ભટ્ટ)
સુનીલ શાહ

Advertisements

15 responses

 1. દિલીપ મોદી | Reply

  દરેક શે’ર ચોટદાર…વળી તમારી રજૂઆત પણ જોરદાર…એક સુંદર ગઝલ આજે તરહી મુશાયરામાં સાંભળવાની ખરેખર મજા આવી. ધન્યવાદ !

 2. આવી સુંદર ગઝલના પઠનનો વિડીયો મૂકવા વિનંતિ

 3. પરભુભાઈ એસ. મિસ્ત્રી | Reply

  કહો તો ખરાં ! વિસ્તરીને જશો ક્યાં,
  કદી કોઈ બારી અટારી થઈ છે ?
  વાંચતાંની સાથે જ ગામઠી કહેવત યાદ આવી ગઈ,‘માઘી માતીને કદી ભેંસ ન થાય! (માતવું એટલે શરીરે હૃષ્ટપુષ્ટ થવું)‘
  સરસ મજાની ગઝલ.
  ખૂબ ખૂબ અભિનંદન

 4. પરભુભાઈ એસ. મિસ્ત્રી | Reply

  કહો તો ખરાં ! વિસ્તરીને જશો ક્યાં,
  કદી કોઈ બારી અટારી થઈ છે ?
  વાંચતાંની સાથે જ ગામઠી કહેવત યાદ આવી ગઈ,‘મરઘી માતીને કદી ભેંસ ન થાય! (માતવું એટલે શરીરે હૃષ્ટપુષ્ટ થવું)‘
  સરસ મજાની ગઝલ.
  ખૂબ ખૂબ અભિનંદન

 5. તમારી ગઝલના બધા જ શેર જોરદાર અને રજુઆતમાં એક સિદ્ધહસ્ત ગઝલકારનું ગાંભીર્ય.મારી પંક્તિ પર તમારી ગઝલ સાંભળી તો એવું લાગ્યું જાણે હું મને આયનામાં જોતી હોઉં.

 6. Wow very good ghazal it is! Congretes.

 7. anuradhagj55787 | Reply

  nice one

 8. સરસ મજાની ગઝલ. બધા જ શેર જાનદાર અને હ્રદયસ્પર્શી.

  ઝરૂખે ઊભા કે તરત તમને જોયાં,
  * અમારી શરૂઆત સારી થઈ છે ! *

  વાહ,વાહ. કેવો સરસ મક્તાનો શેર બન્યો છે!

 9. કહો તો ખરાં ! વિસ્તરીને જશો ક્યાં,
  કદી કોઈ બારી અટારી થઈ છે ?
  બહોત ખુબ .. આખી ગઝલ મજાની.

 10. ખૂબ સરસ… જોરદાર… ચોટદાર… વાહ ભાઈ વાહ…

 11. સુંદર ગઝલ… અટારી અને શરૂઆતવાળા શેર શિરમોર…
  મત્લા જો કે કૃતક લાગ્યો…

 12. ઝરૂખે ઊભા કે તરત તમને જોયાં,///
  વાહ સુનીલભાઈ ગઝલનું શિલ્પ સરસ કંડાર્યું છે.
  મક્તાના શેર માટે ખાસ અભિનંદન !

 13. લક્ષ્મી ડોબરિયા. | Reply

  સુંદર રચના…બધા શેર ગમ્યા..! અટારી વાળો શેર વધારે ગમ્યો…!

 14. કહો તો ખરાં ! વિસ્તરીને જશો ક્યાં,
  કદી કોઈ બારી અટારી થઈ છે ?

  These lines are superb.

 15. nice gazal i am very happy

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: