જજે સૌને હસાવીને

ન કેવળ તું, બધા આવ્યા નિયત શ્વાસો લખાવીને,
જવું છે, તો જતાં પહેલાં જજે સૌને હસાવીને.

મને લાગે છે કે, એકાદ હરણું તો હશે સૌમાં,
નહીંતર જાય ના સૌ નાવ મૃગજળમાં ચલાવીને..!

ઘણું તૂટયું, ઘણું ફૂટયું, ઘણું છૂટું થયું છે પણ;
સમી સાંજે, જવું છે એક–બે જોડી બનાવીને.

મને કાં ચોતરફ દેખાય છે લીલાશ લથબથ અહીં !
ખબર નહીં, કોણ આ સૌમાં ગયું વરસાદ વાવીને ?

ન પગરવ સંભળાયા, ના હવે છે શક્યતા કોઈ,
છતાં ચૂપચાપ ઊભાં દ્વાર–ઉંબર, મન મનાવીને.

ફૂલીને જેઓ પરપોટા સમું જીવી રહ્યા છે દોસ્ત,
સપાટી એમને જળની હું આવ્યો છું બતાવીને.

સુનીલ શાહ

 

 

 

Advertisements

17 responses

 1. વાહ સુનીલભાઇ….
  બહુજ ભાવુક મિજાજમાં લખાઇ હોય એવું લાગે છે આ ગઝલ….
  એમાંય અંતિમ શેર તો એક અલગ જ ઊંડાણ લઇને આવ્યો છે.
  અભિનંદન મિત્ર !

 2. wah…wah..wah

 3. વાહ સુનીલભાઈ .. મત્લાથી મક્તા સુધી આખીય ગઝલ મજાની … સુંદર ને અર્થસભર

 4. સુનીલભાઈ,
  મને કાં ચોતરફ દેખાય છે લીલાશ લથબથ અહીં !
  ખબર નહીં, કોણ આ સૌમાં ગયું વરસાદ વાવીને ?

  આ શેર જામ્યો..

 5. વાહ, સરસ ગઝલ. બધા જ શેર ગમી જાય એવા છે.

 6. First two lines are really inspirational.

 7. kya baat hai…

  aakhi gazal saras thai chhe.

 8. બહુ અર્થપૂર્ણ શેર બન્યા છે. સરસ ગઝલ.મત્લાનો શેર બહુ જોરદાર છે.

  ન કેવળ તું, બધા આવ્યા નિયત શ્વાસો લખાવીને,
  જવું છે, તો જતાં પહેલાં જજે સૌને હસાવીને.

  વાહ, બહુત અચ્છે.

 9. Kirtikant Purohit | Reply

  સરસ ભાવપૂર્ણ ગઝલ.મઝા પડી.

 10. સરસ ગઝલ
  ન કેવળ તું, બધા આવ્યા નિયત શ્વાસો લખાવીને,
  જવું છે, તો જતાં પહેલાં જજે સૌને હસાવીને.

  વાહ

 11. દિલીપ મોદી | Reply

  અદભુત ગઝલ…તમામ શે’ર અત્યંત અસરકારક…બહોત ખૂબ !

 12. મત્લાના શે’ર સહિત અાખી ગઝલ ખૂબ જ સરસ બની છે.અભિનંદન

 13. શરૂઆતથી અંત સુધી હૃદયસ્પર્શી ! અભિનંદન!

 14. Dr. MANOJ V. SONI | Reply

  Very inspiring and thought provoking. Dr. , Manoj Soni

 15. સરસ ગઝલ
  ન કેવળ તું, બધા આવ્યા નિયત શ્વાસો લખાવીને,
  જવું છે, તો જતાં પહેલાં જજે સૌને હસાવીને.

  વાહ

  1. very good ….. cogretulate

   1. *આદરણીય સાહેબ, મારી ગઝલ આપને ગમી, મારા બ્લોગ પર સુંદર, પ્રોત્સાહક પ્રતિભાવ આપ્યો તે બદલ હૃદયથી આભાર…….. સુનીલ શાહ*

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: