બાળપણ પાછું જગાડો

તે પછીથી, વાંસળી હાથે રમાડો,
સૌ પ્રથમ એકાદ પર્વત તો ઉપાડો !

બસ લખો, એવું લખો કે દીપ પ્રગટે,
કોઈને કારણ વગર શાને દઝાડો ?

સાત પગલાં… દૂરની છે વાત, છોડો !
એક પગલું સાચું મૂકી તો બતાડો !

હસ્વ ‘ઇ’ કે દીર્ધ ‘ઈ’ કૈં પણ લખો; પણ
શબ્દ સાથે લાગણીને બસ ઉઘાડો.

રોજ એને ચાંદની તો ક્યાં મળે ? તોય,
છે પ્રતીક્ષારત અગાસી રાતદા’ડો.

બસ, ભમરડો ફેરવો, ટીચો લખોટી,
એ રીતે પણ બાળપણ પાછું જગાડો.

સુનીલ શાહ

Advertisements

12 responses

 1. સાત પગલાં… દૂરની છે વાત, છોડો !
  એક પગલું સાચું મૂકી તો બતાડો !

  હસ્વ ‘ઇ’ કે દીર્ધ ‘ઈ’ કૈં પણ લખો; પણ
  શબ્દ સાથે લાગણીને બસ ઉઘાડો.
  વાહ

 2. સરસ ગઝલ અને ભાવપૂર્ણ. મત્લામાં રમાડો જગ્યાએ અન્ય પ્રયોગ પણ કરી શકાય કારણકે રદીફ રમતો છે,અનેક વિકલ્પ મળી શકે.

 3. સુનીલભાઇ ખૂબ સરસ ગઝલ.. કિર્તિકાંતભાઇની વાત મહંદઅંશે વિચારવા જેવી ખરી.. વાંસળીની વાત ના સંદર્ભમા ‘વગાડો’ શબ્દ ઓગળી શકે.. બાકીતો સાર્જકના પોતાના વિચારો છે..
  બસ લખો, એવું લખો કે દીપ પ્રગટે,
  કોઈને કારણ વગર શાને દઝાડો ?

  સાત પગલાં… દૂરની છે વાત, છોડો !
  એક પગલું સાચું મૂકી તો બતાડો !

  ક્યા બાત હૈ…. બહોત અચ્છે…

 4. બસ લખો, એવું લખો કે દીપ પ્રગટે,
  કોઈને કારણ વગર શાને દઝાડો ?

  – અદભુત શેર… સરસ ગઝલ…

 5. બસ લખો, એવું લખો કે દીપ પ્રગટે,
  કોઈને કારણ વગર શાને દઝાડો ?

  સાત પગલાં… દૂરની છે વાત, છોડો !
  એક પગલું સાચું મૂકી તો બતાડો !

  Saari Gazal chhe sunilbhai………..

 6. નાની બહેરમાં સુંદર ગઝલ

 7. Last two lines are touching telling us to revive our childhood days.

 8. નાવીન્યસભર પ્રતીકો-કલ્પનો સાથે રચાયેલી એક ઉત્તમ ગઝલ…દરેક શે’ર લાજવાબ છે !

 9. સાત પગલાં… દૂરની છે વાત, છોડો !
  એક પગલું સાચું મૂકી તો બતાડો !….સરસ.

 10. બસ લખો, એવું લખો કે દીપ પ્રગટે,
  કોઈને કારણ વગર શાને દઝાડો ?

  સાત પગલાં… દૂરની છે વાત, છોડો !
  એક પગલું સાચું મૂકી તો બતાડો !

  હસ્વ ‘ઇ’ કે દીર્ધ ‘ઈ’ કૈં પણ લખો; પણ
  શબ્દ સાથે લાગણીને બસ ઉઘાડો.
  સરસ ગઝલ…

 11. બસ લખો, એવું લખો કે દીપ પ્રગટે,
  કોઈને કારણ વગર શાને દઝાડો ?….વાહ સુનિલભાઈ મઝાની ગઝલ…

 12. સાત પગલાં… દૂરની છે વાત, છોડો !
  એક પગલું સાચું મૂકી તો બતાડો !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: