ના ગમે

મને એ જ ક્ષણ ઉમ્રભર ના ગમે,
રહું હુંય મારા વગર, ના ગમે.

હું ટોળામાં સામેલ તો થાઉં; પણ,
મને બેખબર રાહબર ના ગમે.

તમે કહો, તો સરનામું તો સાચું કહો !
રઝળવાનું આ દરબદર ના ગમે.

ન તકરાર છે, પ્યાર પણ જ્યાં નથી,
સતત મૌન હો એવું ઘર ના ગમે.

કહે, કે કઈ રીતે ચૂમી શકું ?
મને સાવ સુક્કા અધર ના ગમે.

બધુંયે બધે માપસરનું ગમે,
બધુંયે બધે માતબર ના ગમે.
સુનીલ શાહ

Advertisements

18 responses

 1. બહુ સરસ. ના ગમે એ ના જ ગમે, ગમે તેમ કરો તોયે ના ગમે.

  ન તકરાર છે, પ્યાર પણ જ્યાં નથી,
  સતત મૌન હો એવું ઘર ના ગમે.

  reality of the life.

 2. સાચી વાત છે ના ગમે એ ના જ ગમે.. ગમે તેમ કરો તોયે ના ગમે..

 3. હું ટોળામાં સામેલ તો થાઉં; પણ,
  મને બેખબર રાહબર ના ગમે.
  સુંદર
  પોતાના આ દુખથી બેખબર હોવાને કારણે જ તેઓ સૌથી સુખી …

 4. “બધુંયે બધે માપસરનું ગમે,
  બધુંયે બધે માતબર ના ગમે.,”

  બહુ જ સરસ!!

 5. પ્રણયસભર ટુંકી બહેરની ગઝલ.

 6. ન તકરાર છે, પ્યાર પણ જ્યાં નથી,
  સતત મૌન હો એવું ઘર ના ગમે…..સરસ… સારી ગઝલ…!!!

 7. સરસ ગઝલ…એકેએક શેર સરસ…

 8. ખૂબ જ સુંદર ગઝલ… મત્લાનો શેર અર્થસભર… છેલ્લો શેર પણ સુંદર.. જો કે ચુંબનવાળો શેર સપાટબયાનીથી આગળ વધી શકતો ન હોય એવું લાગ્યું.

 9. હું ટોળામાં સામેલ તો થાઉં; પણ,
  મને બેખબર રાહબર ના ગમે.

  સરસ

 10. તગઝ્ઝુલથી સભર પ્રસ્તુત ગઝલ વાંચવાની/માણવાની ખૂ…બ જ મજા આવી, અને તેમાંયે મક્તાનો શે’ર તો ખરેખર અદભુત ! ધન્યવાદ.

 11. જાણીતી રદીફ વાપરીને કહેવાયેલી સુંદર ગઝલ.મક્તાનો શે’ર પણ સુંદર રહ્યો છે.

 12. ન તકરાર છે, પ્યાર પણ જ્યાં નથી,
  સતત મૌન હો એવું ઘર ના ગમે.

  I like this expression very much.

 13. બધુંયે બધે માતબર ના ગમે.
  આવું વિચારે એ કવિ જ હોય . કેમ ભાઈ બધું માતબર ન ગમે?
  અને સીધે સીધું સરનામું આપે તો પછી તમને મજનુ બનવાની તક ન મળે ને !

 14. કહે, કે કઈ રીતે ચૂમી શકું ?
  મને સાવ સુક્કા અધર ના ગમે.

  vah vah

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: