કઈ રીતે ગમે ?

વેશ બદલી જીવવાનું રોજ કઈ રીતે ગમે ?
એમ, મનને મારવાનું રોજ કઈ રીતે ગમે ?

ના મળ્યો મારા જ સપનાંનો મને કૂવો સજળ,
પાત્ર ખાલી ખેંચવાનું રોજ કઈ રીતે ગમે ?

છૂટવાનું હોય છે બસ, ભીતરી માયાથી દોસ્ત,
મુક્તિધામે દોડવાનું રોજ કઈ રીતે ગમે ?

દઉં છું હું તો એ  સ્વરૂપે, જે સ્વરૂપે આવે છે,
ઊર્મિને શણગારવાનું રોજ કઈ રીતે ગમે ?

હો હૃદયનું ક્યાંક જો સંધાન તો..તો ઠીક છે,
જાતને ફંગોળવાનું રોજ કઈ રીતે ગમે ?

બીજ હો કે ડાળખી, હો વૃક્ષ કે કૈં પણ પછી,
મન વગરનું મ્હોરવાનું રોજ કઈ રીતે ગમે ?
સુનીલ શાહ

Advertisements

24 responses

 1. હો હૃદયનું ક્યાંક જો સંધાન તો..તો ઠીક છે,
  જાતને ફંગોળવાનું રોજ કઈ રીતે ગમે ?

  બીજ હો કે ડાળખી, હો વૃક્ષ કે કૈં પણ પછી,
  મન વગરનું મ્હોરવાનું રોજ કઈ રીતે ગમે ?
  વા હ

  સપનામાં જીવવું અને હકીકતમાં જીવવું એ બે બહુ જુદી વસ્તુ હોય છે

  …..ક્યારેક કોઈ વ્યક્તિ કવિતા જેવી કલ્પનામાં જીવે છે અને રાચે છે

  ..પણ ક્યારેક એવી વ્યક્તિ પણ હોય છે જે કલ્પના કરે છે ખરી પણ

  જીવે છે હકીકતમાં …

 2. adbhut.Congratulation
  Shashikant Shah

 3. હો હૃદયનું ક્યાંક જો સંધાન તો..તો ઠીક છે,
  જાતને ફંગોળવાનું રોજ કઈ રીતે ગમે ?

  khuuuuuub saras…

 4. હો હૃદયનું ક્યાંક જો સંધાન તો..તો ઠીક છે,
  જાતને ફંગોળવાનું રોજ કઈ રીતે ગમે ?

  કોલેજીયનો એમ જ જાતને ફંગોળે તો એક દિવસ બે હ્રદયો સંધાય !

 5. રોજ કઇ રીતે ગમે…..જેવા બોલચાલની ભાષાના રદિફમાં સુંદર કવિકર્મ
  સુંદર ગઝલ સુનીલભાઇ…. – અભિનંદન.

 6. મજા પડી ગઇ ભૈલા, સવાર સુધરી ગઇ,
  લગે રહો સુનિલભાઇ

 7. છૂટવાનું હોય બસ, ભીતરી માયાથી દોસ્ત,
  મુક્તિધામે દોડવાનું રોજ કઈ રીતે ગમે ?

  અદ્‌ભુત! સુંદર ગઝલ…!

 8. બીજ હો કે ડાળખી, હો વૃક્ષ કે કૈં પણ પછી,
  મન વગરનું મ્હોરવાનું રોજ કઈ રીતે ગમે ?
  saras

 9. ” રોજ કઈ રીતે ગમે ? ” …પણ જીવનમાં આમ તો ઘણું બધું રોજ ઈચ્છા/અનિચ્છાએ ગમાડવું પડતું હોય છે ! ( એને લાચારી કહો કે મજબૂરી ? ) ખરેખર દરેક શે’ર ઉત્તમ અને કશુંક વિશિષ્ટ કહી જાય છે, સાથે સાથે ભાવકને ભીંજવી પણ દે છે. કવિકલમની એ જ સાચુકલી સફળતા અને સાર્થકતા. તમને ધન્યવાદ પાઠવું છું.

 10. રોજ રોજ વપરાતા સાદા,સરળ શબ્દો” રોજ કઇ રીતે ગમે’ ના રદીફમાં ગૂંથેલી મસ્ત ગઝલ.

 11. sada saral shabdo ane mazano radif. bahu maza avi gazal vaanchine. badha j sher asar dar.

 12. ના મળ્યો મારા જ સપનાંનો મને કૂવો સજળ,
  પાત્ર ખાલી ખેંચવાનું રોજ કઈ રીતે ગમે ?

  રદીફને સાદ્યંત વફાદાર રહી મળતી સરસ ગઝલ. ભાઈ વાહ…….

 13. નવી રદીફ લઇ સાદી સરળ બાનીમાં સુંદર ગઝલ

 14. Ghanij maza aavi. niche ni pankti khubaj saras che.

  ના મળ્યો મારા જ સપનાંનો મને કૂવો સજળ,
  પાત્ર ખાલી ખેંચવાનું રોજ કઈ રીતે ગમે ?

 15. પાત્ર ખાલી ખેંચવાનું રોજ કઈ રીતે ગમે ?
  પ્રશ્નસૂચક રદીફ લઈ કહેવાયેલી સુંદર ગઝલ !
  બધા જ શેર રદીફને સંપૂર્ણપણે વફાદાર રહે છે.
  અભિનંદન સુનીલભાઈ !

 16. હો હૃદયનું ક્યાંક જો સંધાન તો..તો ઠીક છે,
  જાતને ફંગોળવાનું રોજ કઈ રીતે ગમે ?…

  વાહ ભઈ વાહ…

  હોય તમારા જેવા રૅચઈતા તો ગઝલ કેમ ના ગમે!!!

 17. Jetla paan sabdo laakhu aapna kavyo mate etla ocha che…khare khar aadbhut rachnao che..khub khub abhinandan aapne…aasa rakhis aagad pan aavi ne aavij kavya rachnao pes karta rehso….!!!

 18. ભીતરી માયા અને સ્વરૂપ વાળા મિસરામાં છંદ જોઈ લેશો?

  ગઝલ સરસ થઈ છે…

  1. પ્રિય વિવેકભાઈ,
   ધ્યાન દોરવા બદલ આભાર…
   ભૂલ સુધારી લીધી છે.

 19. વાહ વાહ સિવાય બીજું શું લખી શકાય?

 20. Enjoyed your nice Gazal!
  Sudhir Patel.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: