કવિતાનો ‘ક’ – પાંચ વર્ષની સફર

પ્રેમથી માર્ગ દેખાડનારા મળ્યા,
વ્હાલથી કાનને ખેંચનારા મળ્યા;
મેં ગઝલના ‘ગ’ને ઘૂંટવા માંડ્યો,
અટક્યો જ્યાં, હાથને ઝાલનારા મળ્યા.

આજે ૧૬મી નવેમ્બર ૨૦૧૨….. સ્વરચિત ગઝલોનો મારો બ્લોગ કવિતાનો ‘ક’, આજે પાંચ વર્ષ પૂર્ણ કરી રહ્યો છે.. પાંચ વર્ષમાં આશરે ૭૦ જેટલી પોસ્ટ મુકાઈ હશે. ગઝલ શીખવાની, સમજવાની શરુઆત છેક ૪૩ વર્ષની ઉંમરે શરૂ થઈ જે પાંચ વર્ષ પછી આજે પણ ચાલુ છે. આ દરમ્યાન સુરતના અને સુરત બહારના કવિમિત્રો વહાલથી મને સતત માર્ગદર્શન આપતા રહ્યા છે તેનો વિશેષ આનંદ છે. બ્લોગ પર ગઝલ વિશે પોતાનો પ્રતિભાવ આપનારા તમામ કવિમિત્રોનો, ભાવકોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. કોઈ નામ લખવાનું રહી જાય તો હું મને માફ કરી ન શકું તેથી નામોલ્લેખ ટાળું છું. મને પ્રોત્સાહિત કરનારા, સ્નેહથી ભૂલો બતાવી માર્ગદર્શન કરનારા તમામ વડીલો અને મિત્રો હૃદયસ્થ છે અને રહેશે. આવનારા વર્ષોમાં આવું જ પ્રોત્સાહન, માર્ગદર્શન મળતું રહેશે એવી શ્રદ્ધા છે જ. ઋણ સ્વીકાર સાથે સૌનો પુન: આભાર.

Advertisements

13 responses

 1. પ્રેરણાદાયી રચનાઓના સુંદર બ્લોગને શુભેચ્છાઓ
  યાદ
  આભારની લાગણી માંગુંજે મન્ના ડેના સ્વરમા શૂન્યની રચના

  સાત સમન્દર તરવા ચાલી
  જ્યારે કોઈ નાવ અકેલી
  સાત સમન્દર તરવા ચાલી
  જ્યારે કોઈ નાવ અકેલી

  ઝંઝા બોલી ખમ્મા ખમ્મા
  હિમ્મત બોલી અલ્લાબેલી
  સાત સમન્દર તરવા ચાલી
  જ્યારે કોઈ નાવ અકેલી

  સાત સમન્દર તરવા ચાલી
  જ્યારે કોઈ નાવ અકેલી

  એવા પણ છે પ્રેમી અધૂરા
  વાતોમાં જે શૂરા પૂરા
  શીર દેવામાં આનાકાની
  દિલ દેવાની તાલાવેલી

  સાત સમન્દર તરવા ચાલી
  જ્યારે કોઈ નાવ અકેલી
  સાત સમન્દર તરવા ચાલી
  જ્યારે કોઈ નાવ અકેલી

  કોનો સાથ જીવનમાં સારો
  શૂન્ય તમે પોતે જ વિચારો
  મહેનત પાછળ બબ્બે બાહુ
  કિસ્મત પાછળ માત્ર હથેળી

  સાત સમન્દર તરવા ચાલી
  જ્યારે કોઈ નાવ અકેલી
  સાત સમન્દર તરવા ચાલી
  જ્યારે કોઈ નાવ અકેલી

  આપખુદીનું શાસન ડોલ્યું
  પાખંડીનું આસન ડોલ્યું
  હાશ કહી હરખાયો ઈશ્વર
  ‘શૂન્યે’ જ્યાં લીલા સંકેલી

  સાત સમન્દર તરવા ચાલી
  જ્યારે કોઈ નાવ અકેલી
  સાત સમન્દર તરવા ચાલી
  જ્યારે કોઈ નાવ અકેલી

  ઝંઝા બોલી ખમ્મા ખમ્મા
  હિમ્મત બોલી અલ્લાબેલી
  સાત સમન્દર તરવા ચાલી
  જ્યારે કોઈ નાવ અકેલી

 2. ભાઇ શ્રી સુનીલ,
  કવિતાનો ક પાંચ વર્ષની મથામણભરી માવજત અને સતત શીખવાની વિદ્યાર્થીવૃત્તિના સમન્વયથી આજે ઘૂંટાઇને ઘાટ્ટો બની ગયો છે….!
  ઉપર જે મુક્તક પોસ્ટ કર્યું છે અને એ પછીની આભાર પોસ્ટમાં જે નિખાલસ અને ખેલદિલ મનોભાવની સોડમ ભરી છે એજ આગળની ગઝલયાત્રામાં પથદર્શક બની આ અને આવા અનેક પડાવોમાં સફળતા તરફ અગ્રેસર થવા સહાયક,પ્રેરક પરિબળ બનશે અને પ્રોત્સાહિત કરશે…..બાકી તો,
  સમયનો બદલાવ અને સારા-નરસા સંજોગ જે શીખવે એજ વ્યક્તિ અને અભિવ્યક્તિ બન્નેને નિખારે છે.
  અનેકાનેક શુભેચ્છાઓ સાથે યથાયોગ્ય સહકાર માટે હું સદૈવ તત્પર રહ્યો છું અને રહેવાનો- નિઃસંકોચ અને હક્થી -સ્વાગત છે વ્હાલપૂર્વક.
  ડૉ.મહેશ રાવલ

 3. અનેકાનેક શુભેચ્છાઓ અને અઢળક અભીનન્દન…

 4. ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા. અાગે કદમ બઢાતે રહો.

 5. ઈ–મેઈલથી મળેલ સંદેશ….
  ––––––––––––––––––––
  એક સફળ બ્લોગના સર્જકને બ્લોગના પાંચમા વરસે– અભિનંદન.
  અને સુ;દર ગઝલોની લ્હાણી માટે આભાર.
  હરનિશ જાની
  ––––––––––––––––––––––––––––
  અભિનંદન. પ્રગતિ માટે શુભેચ્છા.
  ડૉ. કિશોર મોદી
  –––––––––––––––––––––––––––––––
  સુનીલભાઈ
  અભિનંદન અને શુભેચ્છાઓ.
  પંચમ શુક્લ
  ––––––––––––––––––––––––––––
  અઢળક અભિનંદનો + હાર્દિક શુભેચ્છાઓ…
  ડૉ. દિલીપ મોદી

 6. વાહ સુનીલભાઈ,
  પાંચ વરસની અવિરામ સાહિત્ય-યાત્રા બદલ હૃદયપૂર્વક અભિનંદન … તમારી કલમ અવિરત ચાલતી રહે એવી અનેકાનેક શુભેચ્છાઓ.

 7. I am quite new to your blog. I have always said that there are poets who do prolific work and then there are those who do limited but very creative work, it is very difficult to be prolific and creative at the same time which you have achieved well.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: