માણસ

sss

મળશે, માણસ ઓછા મળશે,
માણસ યાને, ભ્રમણા મળશે.

એકલ-દોકલ, ચોરે ચૌટે,
માણસ નામે પુતળા મળશે.

ઉઘડે તો ઉઘાડી જો જો
માણસ સહુ અધખુલ્લા મળશે.

ટોળે વળશે હરખાતા,પણ
ખપ ટાણે કચવાતા મળશે

ઉગતા-ઢળતા સૂરજ સાખે,
માણસ કૈં આથમતા મળશે.

રંગો તો પણ રંગાશે નહીં
કાયમ કાળા-ધોળાં મળશે

દોરા-ધાગા ,ટીલા-ટપકાં
માણસ ત્યાં અટવાતા મળશે.

પંખી, ટહુકા, ઝરણાં – નિર્મળ,
માણસ ક્યારે એવા મળશે ?

ઈશ્વર, તું ઉત્તર દેને ભઇ !
માણસ થઇ, માણસ ક્યાં મળશે ?
સુનીલ શાહ

Advertisements

19 responses

 1. સુનીલભાઇ..તમારા છેલ્લા શેરના પ્રશનો જવાબ કદાચ ઇશ્વર પાસે પણ આજે નથી.

  દરેક શેર ખૂબ સરસ થયો છે. અભિનંદન..

 2. રંગો તો પણ રંગાશે નહીં
  કાયમ કાળા-ધોળાં મળશે

  With the exception of this one all other shers are fine in my opinion.

 3. સરસ સુનીલભાઇ….
  તર્કબદ્ધ, વિચારતા કરી મૂકે એવી ગઝલ બની છે…
  -અભિનંદન.

 4. પંખી, ટહુકા, ઝરણાં – નિર્મળ,
  માણસ ક્યારે એવા મળશે ?

  ઈશ્વર, તું ઉત્તર દેને ભઇ !
  માણસ થઇ, માણસ ક્યાં મળશે ?
  સરસ
  યાદ
  ચહેરો જોવા દર્પણ ધરતાં
  તડાક તડ તડ માણસ તૂટ્યો

  શ્વાસોના પડછાયા જેવો
  ફુગ્ગા જેવો માણસ ફૂટ્યો

 5. કાબિલે દાદ ગઝલ….અફ્લાતૂન…

  ઉગતા-ઢળતા સૂરજ સાખે,
  માણસ કૈં આથમતા મળશે.

  ઉગતા ને આથમતા મળશે..કેવું ?

 6. રંગો તો પણ રંગાશે નહીં
  કાયમ કાળા-ધોળાં મળશે

  શાહ સાહેબ ઉપર નો શેર ઘણો જ સરસ

 7. very nice

  your last line answer is
  now a days bhagwan pan vicharto hase ke me aa su banaviy

 8. બધા જ શેર ફાંકડા છે. દરેકમાં ફિલોસોફી છે. અભિનંદન.

 9. माणसो काळा-धोळा ज होय तेवुं केम मनाय? काळा-धोळानुं मिश्रण ज निहाळीए छीए. Shades of grey! मथाळे मुकायेल छायाचित्र पण तेज-तिमिरनी भातथी भर्यो रस्तो देखाडे छे ए यूचक छे! पण ग़ज़ल उत्तम थई छे. “सजदा” आल्बममांनी लता-जगजितसिंह द्वारा गवायेली एक ग़ज़लना शब्दो याद आवे छे : अपनी ही लाश का ख़ुद मज़ार आदमी – हर तरफ़ हर जगह बेशुमार आदमी, फिर भी तनहाइयों का शिकार आदमी!.

 10. પંખી, ટહુકા, ઝરણાં – નિર્મળ,
  માણસ ક્યારે એવા મળશે ?

  અચ્છા હૈ…

 11. બહુ જ સરસ ગઝલ,સુનીલભાઈ. આજે માણસ ક્યાંય શોધ્યો જડતો નથી ત્યારે આપની આ ગઝલ બહુ જ પ્રસ્તુત છે.

 12. વાહ સુનિલભાઈ.. સરસ ગઝલ.. માણસમાં માણસને શોધવાનું કામ ઈશ્વરને સોંપવા જેવું તો છે જ..વાહ કવિ જીઓ..

 13. ઈશ્વર, તું ઉત્તર દેને ભઇ !
  માણસ થઇ, માણસ ક્યાં મળશે ?-
  संभवामी युगयूगे कहेने वाले कृष्णको हम यह ही सवाल पूछना चाहेंगे.

  યાદ આવ્યું મારું લખેલું અછાંદસ

  ફૂલોની, ફળોની
  લાશો પડી છે ચારેકોર.
  વૃક્ષોની, વનોની
  લાશો પડી છે ચારેકોર.
  પંખીઓની, પશુઓની
  લાશો પડી છે ચારેકોર.
  નિતિની, સચ્ચાઈની
  લાશો પડી છે ચારેકોર
  માણસાઈની, માણસોની
  લાશો પડી છે ચારેકોર.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: