અજવાળવાનું હોય છે

imagesકોણ એને સાંભળે આ ગૂંગળાતા શ્હેરમાં ?

ક્યાં કદી મળવાનું કારણ આપવાનું હોય છે,
એક નાનું એવું બ્હાનું શોધવાનું હોય છે.

સ્હેજપણ કસ્તર સમું પોષાય નહીં સંબંધમાં,
લાગણીના ચારણેથી ચાળવાનું હોય છે.

તારવી કાંટા અલગ, એ મ્હેક વ્હેંચે છે સતત,
બાગ પાસે એટલું બસ, શીખવાનું હોય છે.

કોણ એને સાંભળે આ ગૂંગળાતા શ્હેરમાં ?
ગાઈ, થાકી પંખીએ જંપી જવાનું હોય છે.

પુષ્પ વત્તા મ્હેક વત્તા બાગ સમ માણસ મળે,
એ પછી ક્યાં આપણે કંઈ ખોળવાનું હોય છે !

સહેજ બારીને ઉઘાડો, કે તરત ટહુકો મળે,
એમ લીલું ઝાડવું જીવાડવાનું હોય છે.

આડશો વચ્ચે હવે તડકોય ભાંગેલો મળે,
આપણું ઘર, આપણે અજવાળવાનું હોય છે

સુનીલ શાહ

Advertisements

21 responses

 1. પુષ્પ વત્તા મ્હેક વત્તા બાગ સમ માણસ મળે,
  એ પછી ક્યાં આપણે કંઈ ખોળવાનું હોય છે !

  પછી તો બસ જીવવાનું જ હોય ને ?!!!!!

 2. વાહ સુનીલભાઈ,
  મજાની ગઝલ …

 3. એક એક શેરનું એનું આગવું ભાવ-વિશ્વ છે….સુનીલભાઇ…-સુંદર અને સશક્ત અભિવ્યક્તિ.
  -અભિનંદન.

 4. આખી ગઝલ સરસ થઈ છે પણ એમાંય મક્તાની મજા, વાહ!

 5. સરસગઝલ
  આડશો વચ્ચે હવે તડકોય ભાંગેલો મળે,
  આપણું ઘર, આપણે અજવાળવાનું હોય છે
  વાહ

 6. બહોત અચ્છે… ક્યા બાત હૈ..

  તારવી કાંટા અલગ, એ મ્હેક વ્હેંચે છે સતત,
  બાગ પાસે એટલું બસ, શીખવાનું હોય છે.

 7. Mukundrai Joshi | Reply

  ક્યાં કદી મળવાનું કારણ આપવાનું હોય છે,
  એક નાનું એવું બ્હાનું શોધવાનું હોય છે…..saras

 8. ———————————————
  તારવી કાંટા અલગ, એ મ્હેક વ્હેંચે છે સતત,
  બાગ પાસે એટલું બસ, શીખવાનું હોય છે.

  કોણ એને સાંભળે આ ગૂંગળાતા શ્હેરમાં ?
  ગાઈ, થાકી પંખીએ જંપી જવાનું હોય છે.

  પુષ્પ વત્તા મ્હેક વત્તા બાગ સમ માણસ મળે,
  એ પછી ક્યાં આપણે કંઈ ખોળવાનું હોય છે !

  આડશો વચ્ચે હવે તડકોય ભાંગેલો મળે,
  આપણું ઘર, આપણે અજવાળવાનું હોય છે

  —————————————-
  I like it very much….
  dhanyvad….!!!

 9. સુંદર મજાની ગઝલ… તમારા કંઠે લાઇવ સાંભળવાની વધુ મજા આવી હતી…

 10. ખૂબજ સુંદર ભાવ સાથેના શેર થી અભિવ્યક્ત થયેલ ગઝલ !

 11. manharmody ('મન' પાલનપુરી) | Reply

  વાહ સુનીલભાઈ. બહુ જ સરળ શબ્દોમાં સુંદર ભાવ ભરી ગઝલ. મઝા આવી.

 12. દિલીપ મોદી | Reply

  અદભુત ગઝલ…બધા જ શે’ર ધ્યાનાકર્ષક બન્યા છે/ગમ્યા છે. ધન્યવાદ !

 13. બહોત અચ્છે. એકેએક શેર પાણીદાર.

 14. આડશો વચ્ચે હવે તડકોય ભાંગેલો મળે,
  આપણું ઘર, આપણે અજવાળવાનું હોય છે.
  અદભુત ગઝલ…

 15. ખૂબ જ સ-રસ ગઝલ થઈ છે… અભિનંદન.

 16. કોણ એને સાંભળે આ ગૂંગળાતા શ્હેરમાં ?
  ગાઈ, થાકી પંખીએ જંપી જવાનું હોય છે….. કવિએ અહી પક્ષીની વ્યથા શહેરમાં સુંદર રીતે દર્શાવી છે જયારે કવિ રોબર્ટ ફ્રોસ્ટ માણસની વ્યથા જંગલમાં દર્શાવે છે!!

  A Minor Bird

  I have wished a bird would fly away,
  And not sing by my house all day;

  Have clapped my hands at him from the door
  When it seemed as if I could bear no more.

  The fault must partly have been in me.
  The bird was not to blame for his key.

  And of course there must be something wrong
  In wanting to silence any song.
  Robert Frost

 17. A very good gazal……

 18. ક્યાં કદી મળવાનું કારણ આપવાનું હોય છે,
  એક નાનું એવું બ્હાનું શોધવાનું હોય છે.

  શાહ સાહેબ હવે એક બહાનું શોધી અમારા ત્યાં મળવા આવજો .

 19. Enjoyed your nice Ghazal!
  Sudhir Patel.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: