Monthly Archives: એપ્રિલ, 2013

bird-1હૃદયથી દોસ્ત ! તું ટહુકી લે, આજ તારી છે,
મળી જે ડાળ, એ કાલે તો છોડવાની છે,

નિહાળી રેતની શીશી, એ સત્ય પામ્યો છું,
ગતિ સમયની અટલ છે, ’ને એકધારી છે.

કિરણ સવારનું, ઝળહળ પ્રગટ થવાનું છે,
મેં કાળરાત્રિ એ વિશ્વાસથી વિતાવી છે.

હું નિત્ય એને રમાડું, વિચાર ન્યારો છે,
પરંતુ, વાળની લટ હાથમાં ક્યાં આવી છે ?

ભલેને એકઠા થઇ, મારી સૌ કરે ટીકા,
તું બોલ, આંગળી એક એમાં કેમ તારી છે ?

કોઈના સ્વપ્ન વિશે ક્યાં કશુય બોલું છું ?
જુઓ, આ મારા જ ઘરમાં ભીની પથારી છે !
(છંદ વિધાન: લગાલગા લલગાગા લગાલગા ગાગા)

સુનીલ શાહ