bird-1હૃદયથી દોસ્ત ! તું ટહુકી લે, આજ તારી છે,
મળી જે ડાળ, એ કાલે તો છોડવાની છે,

નિહાળી રેતની શીશી, એ સત્ય પામ્યો છું,
ગતિ સમયની અટલ છે, ’ને એકધારી છે.

કિરણ સવારનું, ઝળહળ પ્રગટ થવાનું છે,
મેં કાળરાત્રિ એ વિશ્વાસથી વિતાવી છે.

હું નિત્ય એને રમાડું, વિચાર ન્યારો છે,
પરંતુ, વાળની લટ હાથમાં ક્યાં આવી છે ?

ભલેને એકઠા થઇ, મારી સૌ કરે ટીકા,
તું બોલ, આંગળી એક એમાં કેમ તારી છે ?

કોઈના સ્વપ્ન વિશે ક્યાં કશુય બોલું છું ?
જુઓ, આ મારા જ ઘરમાં ભીની પથારી છે !
(છંદ વિધાન: લગાલગા લલગાગા લગાલગા ગાગા)

સુનીલ શાહ

Advertisements

13 responses

  1. દક્ષેશ કોન્ટ્રાકટર | જવાબ આપો

    સરસ ગઝલ …

    ભલેને એકઠા થઇ, મારી સૌ કરે ટીકા,
    તું બોલ, આંગળી એક એમાં કેમ તારી છે ?

    વાંચતા મારો આવો જ શેર યાદ આવ્યો …

    પ્રશ્ન ઉઠે લોકોના મનમાં રંજ નથી એનો સ્હેજે,
    પીડે છે કે આભ ચીંધતી એક આંગળી તારી છે.

  2. ભલેને એકઠા થઇ, મારી સૌ કરે ટીકા,
    તું બોલ, આંગળી એક એમાં કેમ તારી છે ?

    Sundar gazal Chhe…

    Daxeshbhaie Potano Ek Ser Prasongochit yaad karyo te saari vaat chhe

  3. અઘરા છંદમાં સરસ ગઝલ.

    હું નિત્ય એને રમાડું, વિચાર ન્યારો છે,
    ને બદલે
    રમાડું નિત્ય હું એને વિચાર ન્યારો છે
    કરવાથી છંદની રવાની કદાચ વધે એમ મને લાગે છે.

    છેલ્લા બે શેરમાં પણ રવાની બાબતે કંઈક થાય તો વધુ સારુ.

  4. સરસ છે પણ શ્લેષ છે .જેનું નિવારણ કરો …..

    કોઈના સ્વપ્ન વિશે ક્યાં કશુય બોલું છું ?
    જુઓ, આ મારા જ ઘરમાં ભીની પથારી છે !

  5. સુંદર ગઝલ…વાંચવાની/માણવાની ખરેખર મજા આવી.
    ” ભલેને એકઠા થઈ, મારી સૌ કરે ટીકા
    તું બોલ, આંગળી એક એમાં કેમ તારી છે ? ” શે’ર મને સવિશેષ સ્પર્શી ગયો.
    ધન્યવાદ !

  6. સુંદર ગઝલ…વાંચવાની/માણવાની ખરેખર મજા આવી.
    હૃદયથી દોસ્ત ! તું ટહુકી લે, આજ તારી છે,
    મળી જે ડાળ, એ કાલે તો છોડવાની છે,

  7. સુંદર ગઝલ અને
    આ શેર ગમ્યા
    કિરણ સવારનું, ઝળહળ પ્રગટ થવાનું છે,
    મેં કાળરાત્રિ એ વિશ્વાસથી વિતાવી છે.

    હું નિત્ય એને રમાડું, વિચાર ન્યારો છે,
    પરંતુ, વાળની લટ હાથમાં ક્યાં આવી છે ?

  8. સરસ ભાવ વણાયો છે ગઝલમાં….સુનિલભાઇ
    -અભિનંદન.

  9. મુશ્કેલ છંદમાં સરસ ગઝલ ગૂંથી છે. મત્લા વાંચતા એ ભાવવાળો એક જાણીતો શેર યાદ આવ્યો–
    અરે ઓ ચાંદ ચમકી લે આસમાને ચાર દિન,
    અમાસની રાતે તારે પણ ગગન છોડી જાવાનુ છે…

  10. કોઈના સ્વપ્ન વિશે ક્યાં કશુય બોલું છું ?
    જુઓ, આ મારા જ ઘરમાં ભીની પથારી છે !

    વાહ!

  11. આખી ગઝલ ભાવ ને અભિવ્યક્તિપૂર્ણ થઇ છે દરેક શેર વાસ્તવિકતાને સુપેરે નિરૂપે છે. ગઝલમાં વજન ઉચ્ચારણ પર ગણાય છે એ વાત યાદ કરીએ તો કેટલાંક શેરમાં તમે દર્શાવ્યું છે તે છંદોવિધાન બેસતું નથી..મારા હિસાબે ફેરતપાસ જરૂરી છે….

  12. nice one..as always..congratulations sunilbhai

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: