ગમતું નથી

riverએ તડપ લઈ જીવવું ગમતું નથી,
બે કિનારે થઈ જવું ગમતું નથી.

બોલવાનું હોય ત્યાં બોલી જ દઉં,
મૌન રહી મન બાળવું ગમતું નથી.

એટલે તો હું પતાસાં વ્હેંચું છું,
સુખ, મને સંતાડવું ગમતું નથી.

કેટલાં આવ્યાં અને ચાલ્યાં ગયાં,
સ્વપ્ન નામે–ઝૂરવું ગમતું નથી.

બસ, અદાકારી મને ના જોઈએ,
સીધું કહી દે, ‘ચાહવું ગમતું નથી.’

શ્વાસની આ પાલખીમાં બેઠા સૌ,
કોઇને ઉતરી જવું ગમતું નથી.

સુનીલ શાહ

Advertisements

18 responses

 1. સુંદર મજાની ગઝલ.. શ્વાસની પાલખી ગમી….

 2. બસ, અદાકારી મને ના જોઈએ,
  સીધું કહી દે, ‘ચાહવું ગમતું નથી.’

  સરસ શબ્દો.

 3. vinod k pandya | Reply

  nice, go on

 4. બોલવાનું હોય ત્યાં બોલી જ દઉં,
  મૌન રહી મન બાળવું ગમતું નથી.
  વાહ

 5. શ્વાસની આ પાલખીમાં બેઠા સૌ,
  કોઇને ઉતરી જવું ગમતું નથી.

  ક્યા બાત હૈ…

 6. દિલીપ મોદી | Reply

  તમામ શે’ર ગમ્યા. અદભુત અને હૃદયસ્પર્શી ગઝલ…બહોત ખૂબ !

 7. સુંદર મક્તા સહિત અાખી યે સાંગોપાંગ લાજવાબ. અભિનંદન

 8. સુંદર ગઝલનો આ હાંસિલે-ગઝલ શે’ર ખૂ બ ગમ્યો!
  સુનિલભાઈને અભિનંદન!
  સુધીર પટેલ.

  1. આ હાંસિલે-ગઝલ શે’ર!

   શ્વાસની આ પાલખીમાં બેઠા સૌ,
   કોઇને ઉતરી જવું ગમતું નથી.

   સુધીર પટેલ.

 9. શ્વાસની આ પાલખીમાં બેઠા સૌ…..
  વાહ ! સુનીલભાઈ, ખૂબ સરસ વાત કરી.
  હૃદયસ્પર્શી અને નખશિખાંત સુંદર ગઝલ !
  દિલી અભિનંદન !

 10. ખૂબ જ સરસ

 11. Simply written, simply wonderful.

 12. અશોક જાની 'આનંદ' | Reply

  ઉલ્લેખનીય છેલ્લા શે’ર સહિતની આખી ગઝલ સરસ થઇ છે.સુંદર…!!

 13. sunder rachna !

 14.  good sir ! Jiteshkumar

  ________________________________

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: