મળવો જોઈએ

નાનો તો નાનો, મોકો મળવો જોઈએ,
આગળ વધવાનો રસ્તો મળવો જોઈએ.

દરિયો ઘૂઘવે, એ તો એની ઓળખ છે ભઇ,
તારી અંદર કંઈ થડકો મળવો જોઈએ.

એથી ફેલાયા છે ધર્મોના સોદાગર,
સૌ ઈચ્છે, મારગ ટૂંકો મળવો જોઈએ !

અમથું કૈં ના ઊગે લીલુંછમ જીવનમાં,
ડગલે ને પગલે તડકો મળવો જોઈએ.

ત્યારે સગપણનો દીવો અજવાળું આપે,
માણસ ભીતરથી નમતો મળવો જોઈએ.
સુનીલ શાહ

Advertisements

10 responses

 1. સરસ ગઝલનો ગમતો શેર

  ત્યારે સગપણનો દીવો અજવાળું આપે,
  માણસ ભીતરથી નમતો મળવો જોઈએ.

  ત્યારે સમજાય

  “જેહના ભાગ્યમા જે સમે જે લખ્યું,
  તેહને તે સમે, તે જ મળસે.

 2. સુંદર ગઝલ…સુંદર ફિલસૂફી…બધા જ શે’રમાં ગમી જાય તેવી સુંદર અભિવ્યક્તિ…ધન્યવાદ !

 3. માણસ ભીતરથી નમતો મળઓ જોઈએ, આ પંક્તિ વધુ ગમી,
  લગે રહો સુનિલ ભાઈ,

  ગોપાલ

 4. અમથું કૈં ના ઊગે લીલુંછમ જીવનમાં,
  ડગલે ને પગલે તડકો મળવો જોઈએ.

  આ શેર ખુબ સરસ, જો જીવનમાં તડકો મળે તો જ આગળ જીવન માં લીલુછમ મળે,
  વાહ સુનીલ ભાઈ વાહ.

 5. અમથું કૈં ના ઊગે લીલુંછમ જીવનમાં,
  ડગલે ને પગલે તડકો મળવો જોઈએ.
  saras gazal thai chhe

 6. અમથું કૈં ના ઊગે લીલુંછમ જીવનમાં,
  ડગલે ને પગલે તડકો મળવો જોઈએ.

  ત્યારે સગપણનો દીવો અજવાળું આપે,
  માણસ ભીતરથી નમતો મળવો જોઈએ…saras gajhalanaa majaanaa she’r..!!

 7. વાહ વાહ. અમને સુંદર કાવ્ય વાંચવાનો મોકો મળવો જોઇએ અવાર-નવાર. 🙂

 8. ત્યારે સગપણનો દીવો અજવાળું આપે,
  માણસ ભીતરથી નમતો મળવો જોઈએ.
  These two lines are the best,.People usually do not like those who are stiff and proud for no reason. If he is gentle, everybody likes have acquaintance with him.____ Aasmanpe udnewale, ek din tu gir jayega.

 9. સરસ મજાની ગઝલ… વિચાર કરવા પ્રેરે એવા સંતર્પક શેર…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: