ભલે કપાયો છું

ક્યાં હું ખુદને હજી કળાયો છું ?
ભીતરે ક્યાંક ભેરવાયો છું.

લોક માને છે કે હું ઊગ્યો છું,
કોને કહું કે હજી દટાયો છું !

રસ્મ છે જીવવાની અહીં એવી,
રોજ જીવીને… હું મરાયો છું.

અવદશાનું મળ્યું છે કારણ એ જ,
હું દિશા બાબતે મૂંઝાયો છું.

મૂળ અકબંધ છે હજી મારાં,
હું ઉપરથી ભલે કપાયો છું.

લાગણીની કરી લખાવટ મેં,
દાદથી ક્યાં વધુ કમાયો છું !
સુનીલ શાહ

15 responses

  1. લાગણીની કરી લખાવટ મેં,
    દાદથી ક્યાં વધુ કમાયો છું !

    ખૂબ સરસ

    યાદ
    મને ઓ કલ્પનાનાં ઉડ્ડયનની દાદ તો આપો,
    કે મેં પિંજર મહીં હોવા છતાં પાંખો પ્રસારી છે !

  2. મૂળ અકબંધ છે હજી મારાં,
    હું ઉપરથી ભલે કપાયો છું.

    લાગણીની કરી લખાવટ મેં,
    દાદથી ક્યાં વધુ કમાયો છું !

    સુનીલ શાહ

    ગઝલકારને દાદ આપવી પડે એવી ગઝલ .

  3. અવદશાનું મળ્યું છે કારણ એ જ,
    હું દિશા બાબતે મૂંઝાયો છું.

    એમ તો બધા જ શેર ખુબ સરસ પરંતુ ઉપરનો આ શેર ખુબ સરસ

  4. વાહ! ખૂબ જ મનનીય ગઝલ. એક એક શેર લાખેણો છે.

    રમેશ પટેલ(આકાશદીપ)

  5. ક્યાં હું ખુદને હજી કળાયો છું ?
    ભીતરે ક્યાંક ભેરવાયો છું.

    atchha hai

  6. મત્લાથી મક્તા સુધી સર્વાંગ સુંદર ગઝલ …!! આ શે’ર માટે મારા ખાસ અભિનંદન સ્વીકારશો ……..
    લોક માને છે કે હું ઊગ્યો છું,
    કોને કહું કે હજી દટાયો છું !

  7. પરભુભાઈ એસ. મિસ્ત્રી | જવાબ આપો

    ખૂબ જ સરસ! વાહ, સુનીલભાઈ. અભિનંદન તો ખરા જ. અમારી અપેક્ષા તમે ખૂબ વધારી દીધી!! બસ, આ જ રીતે આગળ ધપતા રહો એવી હાર્દિક શુભેચ્છા.

  8. વાહ વાહ વાહ… મજાની ગઝલ..
    અમૃત ઘાયલની “આ ઇમારતનો હુંય પાયો છું” યાદ આવી ગઈ…

  9. અવદશાનું મળ્યું છે કારણ એ જ,
    હું દિશા બાબતે મૂંઝાયો છું.

    એમ તો બધા જ શેર ખુબ સરસ પરંતુ ઉપરનો આ શેર ખુબ સરસ

  10. ક્યાં હું ખુદને હજી કળાયો છું ?
    ભીતરે ક્યાંક ભેરવાયો છું.
    Man tries through out his life to get his identity. Some are fortunate enough to have it.While some others as you have written, get confused.

  11. બહોત ખૂબ…આખેઆખી ગઝલ, દરેક શે’ર ભાવવાહી બન્યા છે.
    પ્રિય કવિ, તમને-તમારી કુશળ કલમને અભિનંદન !

  12. સુંદર ગઝલ.બધા શે’ર મનનીય બન્યા છે

  13. સર્વાંગ સુંદર ગઝલ માટે અભિનંદન…

  14. લાગણીની કરી લખાવટ મેં,
    દાદથી ક્યાં વધુ કમાયો છું !

    ટૂંકી બહરમાં સુંદર ગઝલ.

Leave a reply to Devika Dhruva જવાબ રદ કરો