ન આવે…?

દોસ્ત, ‘આવું..?’ એમ પૂછીને ન આવે,
એમ કંઈ વંટોળ ઝૂકીને ન આવે…!

પાર એને લઈ જવાની હોય તો, તું
નાવને સંભાળ, તૂટીને ન આવે !

દુઃખ સમી આદત નથી એને કશીયે,
એ તો સુખ છે, રોજ કૂદીને ન આવે !

ઔપચારિક કેમ લાગે છે બધું, અહીં
લાગણી કાં કોઈ ઘૂંટીને ન આવે ?

એ જ પાંચીકા જતનથી સાચવ્યા છે
સ્થાનથી તારા, તું ઊઠીને ન આવે ?

સુનીલ શાહ

Advertisements

8 responses

 1. સુંદર રચના… બધા શેર ગમ્યા…

 2. દોસ્ત, ‘આવું..?’ એમ પૂછીને ન આવે,
  એમ કંઈ વંટોળ ઝૂકીને ન આવે…!
  સુંદર રચના… બધા શેર ગમ્યા…

 3. સ-રસ ગઝલ છે…દરેક શે’ર હૃદયસ્પર્શી લાગ્યા. અભિનંદન !

 4. સરસ ગઝલ

  ઔપચારિક કેમ લાગે છે બધું, અહીં
  લાગણી કાં કોઈ ઘૂંટીને ન આવે ?

  એ જ પાંચીકા જતનથી સાચવ્યા છે
  સ્થાનથી તારા, તું ઊઠીને ન આવે ?

  વાહ

 5. એ જ પાંચીકા જતનથી સાચવ્યા છે
  સ્થાનથી તારા, તું ઊઠીને ન આવે ?…khoob hradaysparshi..saras gazal…!!

 6. દોસ્ત, ‘આવું..?’ એમ પૂછીને ન આવે,
  એમ કંઈ વંટોળ ઝૂકીને ન આવે…!

  આ શેર ખુબ સરસ,લખતા રહો સાહેબજી,

 7. મત્લા ખૂબ સરસ…આખી ગઝલ સરસ થઈ છે..!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: