કારણ રહે છે…

જીવી શકવાનું એક કારણ રહે છે,
સ્મરણમાં કોઈ એવું જણ રહે છે.

ન પૂછો, શુષ્કતા રહે છે કે ભીનાશ ?
રહે છે એય, ને આ પણ રહે છે…!

ન ભૂલાશે કદી ઉપકાર ‘મા’નો,
એ લોહીમાં સદા, કણકણ રહે છે.

સતત વાગોળું છું હું કેમ એને..?
આ સુખમાં એવું શું કામણ રહે છે..?

પ્રવેશું ફક્ત હું એવા જ ઘરમાં,
હૃદયથી સાફ જ્યાં આંગણ રહે છે.

સુનીલ શાહ

Advertisements

14 responses

 1. સરસ ગઝલ… પણ “મા” આપણે ત્યાં ચવાઈને ચુથ્થો થઈ ગઈ છે એવા સંજોગોમાં આ શેર કશું નવું ઉમેરી શકતો ન હોવાથી નિરાશા જન્માવે છે…

 2. વાહ ..!
  સુનીલભાઇ…
  સુંદર તો ખરી જ, સશક્ત અભિવ્યક્તિ…..
  -અભિનંદન.

 3. આ સુખમાં એવું શું કામણ રહે છે..?
  સરસ ગઝલ …

 4. પ્રવેશું ફક્ત હું એવા જ ઘરમાં,
  હૃદયથી સાફ જ્યાં આંગણ રહે છે.
  It’s really beautiful which has directly flowed from the depth of the heart.

 5. એ લોહીમાં સદા, કણકણ રહે છે….ખુબ કહી દીધું….

 6. Very expressive sir !! well done

  Jitesh

 7. ન ભૂલાશે કદી ઉપકાર ‘મા’નો,
  એ લોહીમાં સદા, કણકણ રહે છે.

  સતત વાગોળું છું હું કેમ એને..?
  આ સુખમાં એવું શું કામણ રહે છે..?

  પ્રવેશું ફક્ત હું એવા જ ઘરમાં,
  હૃદયથી સાફ જ્યાં આંગણ રહે છે.
  સરસ ગઝલ …

 8. ન પૂછો, શુષ્કતા રહે છે કે ભીનાશ ?
  રહે છે એય, ને આ પણ રહે છે…!..આખી ગઝલ ગમી, ઉપરોક્ત શે’ર વધારે…

 9. ભાવવાહી અને હૃદયસ્પર્શી ગઝલ…ધયવાદ !

 10. ધન્યવાદ ! (સુધારો)

 11. ન પૂછો, શુષ્કતા રહે છે કે ભીનાશ ?
  રહે છે એય, ને આ પણ રહે છે…! Beautiful!

 12. મત્લાના શે’ર સહિત અાખી ગઝલ સુંદર થઇ છે

 13. સતત વાગોળું છું હું કેમ એને..?
  આ સુખમાં એવું શું કામણ રહે છે..?

  સરસ ગઝલ નો મને ગમેલો શેર..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: