તોય આવ્યા ?

લઈ યાદનો છાંયડો જેઓ જીવ્યા,
પૂછો, કેટલાં તડકા એણે સમાવ્યા ?

ગયા તોય, પાછા સવારે એ આવ્યા,
અમે દોસ્ત ! પડછાયા સામે ન ફાવ્યા.

તમે અર્થ તો એ જ કાઢ્યો, જે ફાવે,
અમે લાગણી બોળી શબ્દો સજાવ્યા.

જગતને કશી કિંમત જ ક્યાં છે એની,
તમે શિલ્પ આંસુનું લઈ, તોય આવ્યા..?

અજાણ્યો હવે એટલે લાગે છે દેહ,
તમે કૈંક ચહેરા હજીયે છુપાવ્યા.

હશે નમ્રતા તો સરળ થઈ જીવાશે,
અમે એ જ વાતે બધાને નમાવ્યા.

સુનીલ શાહ

Advertisements

14 responses

 1. હશે નમ્રતા તો સરળ થઈ જીવાશે,
  અમે એ જ વાતે બધાને નમાવ્યા…સુંદર અભિવ્યક્તિ, મજાની ગઝલ…!!

 2. હશે નમ્રતા તો સરળ થઈ જીવાશે,
  અમે એ જ વાતે બધાને નમાવ્યા.
  best of best. maza aawi vachwani.

 3. નમ્રતાથી સભર સરળ છતાં ઊંડાણ ધરાવતી ગઝલ ખૂ…બ જ ગમી. દરેક શે’ર ઉત્તમ બન્યા છે.
  ધન્યવાદ !

 4. હશે નમ્રતા તો સરળ થઈ જીવાશે,
  અમે એ જ વાતે બધાને નમાવ્યા.

  ગઝલ ગમી। ધન્યવાદ

 5. ગયા તોય, પાછા સવારે એ આવ્યા,
  અમે દોસ્ત ! પડછાયા સામે ન ફાવ્યા. . . . સરસ!

 6. સરસ ભાવવાહી ગઝલનાં કોઇ એક શેરને અલગ તારવીએ તો બીજા શેરને અન્યાય કરી બેસીએ…
  એ મીઠી મુંઝવણ વચ્ચે ય, એક શેર અલગ તારવી લઉં છું….!
  તમે અર્થ તો એ જ કાઢ્યો, જે ફાવે,
  અમે લાગણી બોળી શબ્દો સજાવ્યા. – આમાં,ખાસ તો ઉપરની પંક્તિમાં, શબ્દનો પોતાની જરૂરીયાત મુજબ -તોડી મરોડીને -અનુકૂળ અર્થ કાઢીને સગવડીયું વલણ અપનાવનાર માનસિક્તા પર જે વેધક કટાક્ષ થયો છે એ સરાહનીય કવિકર્મ છે સુનીલભાઇ….-અભિનંદન.

 7. અમે દોસ્ત ! પડછાયા સામે ન ફાવ્યા….
  વાહ સુનીલભાઈ, સુંદર અર્થસભર ગઝલ થઈ છે. શેર 2 અને 3 માં છુપાયેલ કવિકર્મ કાબિલેદાદ છે. આ બે અને મક્તાના શેર માટે ખાસ અભિનંદન !

 8. ખૂબ સરસ ગઝલ…બધા જ શેર ગમ્યા..! અભિનંદન..!

 9. vah sunilbhai saras gazal mansukh nariya

 10. હશે નમ્રતા તો સરળ થઈ જીવાશે,
  અમે એ જ વાતે બધાને નમાવ્યા.
  આ શેર ઘણો સરસ રહ્યો.ખુબ ખુબ અભિનંદન

 11. હશે નમ્રતા તો સરળ થઈ જીવાશે,
  અમે એ જ વાતે બધાને નમાવ્યા.
  અભિનંદન..

 12. હશે નમ્રતા તો સરળ થઈ જીવાશે,
  અમે એ જ વાતે બધાને નમાવ્યા.
  sache j dekhay chhe.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: