અધૂરી છે….

એવું સ્હેજ પણ છે નહિ, વારતા અધૂરી છે,
તમને સાચું કહી દઉં છું કે વ્યથા અધૂરી છે.

જેમને ન સમજાઈ લાગણી કદી મારી,
એમની કદાચિત આ પાત્રતા અધૂરી છે.

રાત લાંબી થઈ એમાં દોષ ભાગ્યનો ક્યાં છે..?
એમની કશે ને ક્યાં, બસ દુઆ અધૂરી છે…!

જે દિવસ તમે આવ્યા, એ દિવસ ફરી આવે,
આ હૃદયને લાગે છે, સાંત્વના અધૂરી છે.

રંગ હાથમાં ઉઘડ્યા, તોય ક્યાં મઝા આવી..?
લાગણી વિનાની એ દિવ્યતા અધૂરી છે.
(ગાલગા લગાગાગા ગાલગા લગાગાગા)

સુનીલ શાહ

Advertisements

14 responses

 1. રંગ હાથમાં ઉઘડ્યા, તોય ક્યાં મઝા આવી..?
  લાગણી વિનાની એ દિવ્યતા અધૂરી છે.
  મક્તાએ ત્રીજી આંખ ખોલી…
  ભાવનાઓ.. પ્રેમની,ત્યાગની,દર્દની,ખુશીની,મમતાની,ભક્તિની.. ને બીજી ઘણી જે સંકળાયેલી છે …. કે દિવ્યતા સહુને મન તેના સ્વરુપે છે.

 2. જે દિવસ તમે આવ્યા, એ દિવસ ફરી આવે,
  આ હૃદયને લાગે છે, સાંત્વના અધૂરી છે…..વાહ આ શે’ર મને ખૂબ ગમ્યો..

  બાકી આખી ગઝલ માર્મિક થઇ છે..

 3. આખી ગઝલ ઘણીજ સરસ છે, આમાં આ લાઈન મને ઘણી પસંદ આવી.

  જે દિવસ તમે આવ્યા, એ દિવસ ફરી આવે,
  આ હૃદયને લાગે છે, સાંત્વના અધૂરી છે…..

 4. વાહ સુનીલભાઇ,
  અધૂરી છે – રદિફ અને એને નિભાવતી ગઝલ સરસ બની છે – અભિનંદન.

 5. સરસ ગઝલ…બીજો અને ચોથો શેર વિશેષ ગમ્યા…! અભિનંદન.

 6. સરળ અને બોલચાલની ભાષામાં અભિવ્યક્ત પ્રસ્તુત ગઝલ ખરેખર સુંદર અને માણવા લાયક છે. દરેક શે’ર હૃદયસ્પર્શી લાગ્યા…ધન્યવાદ !

 7. સરળ અને બોલચાલની ભાષામાં અભિવ્યક્ત પ્રસ્તુત ગઝલ ખરેખર સુંદર અને માણવા લાયક છે. દરેક શે’ર હૃદયસ્પર્શી લાગ્યા…ધન્યવાદ !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: