બોદો નીકળ્યો

એ રીતે ઈચ્છાનો તાળો નીકળ્યો,
અંતમાં અજગરનો ભરડો નીકળ્યો.

વૃક્ષ જીવ્યાનો પુરાવો નીકળ્યો,
ડાળ પર એકાદ માળો નીકળ્યો.

વસ્ત્ર મેં કેવાં જતનથી સાચવ્યું,
તોય શાને એક ડાઘો નીકળ્યો..?

મેં ઉપાડી પ્રેમરંગી પીંછી જ્યાં,
એક ચ્હેરો એકધારો નીકળ્યો.

જાળ નાંખીને કર્યાં જેણે શિકાર,
એ શિકારી એક ભગવો નીકળ્યો..!

આશરો ક્યાં કોઈનો સદ્ધર હતો,
મેં ખભો માન્યો એ બોદો નીકળ્યો..!

સુનીલ શાહ

Advertisements

9 responses

 1. સુંદર ગઝલ અને મક્તા !
  આશરો ક્યાં કોઈનો સદ્ધર હતો,
  મેં ખભો માન્યો એ બોદો નીકળ્યો..!
  વાહ
  યાદ
  જે મને બોદો કરી મૂકે છે એ ભેજ આંસુઓ નો છે,
  પહેલા જેવી એ ભીનાશ હવે વરસાદ માં ક્યાં છે ?
  એ બોદા રૂપિયો,ને રાણીછાપનો રણકારો.આપવો ..

 2. Chothi kadi ma ekdharo ne badle andharyo marathi vanchayu jesi jiski soch!

 3. ઇચ્છા, જીવન (૨), ચારીત્ર, પ્રણય અને વીશ્વાસને પ્રગટ કરતા મજાના શેર. ચારીત્રમાં એકનું વ્યક્તીગત અને બીજાનું સામાજીક અનુસંધાન મળે છે.

  પ્રણયમાં પીંછી એક જ વાર ઉપાડાઈ હોવા છતાં ‘એકધારા’ શબ્દમાં પુનરાવર્તન સુચવાય છે તે જચતું નથી…

  વૃક્ષવાળા શેરમાં જીવનતત્ત્વ માંડ મળ્યાની નોંધ મળે છે ને સમગ્ર ગઝલમાં જીવનની એક જ હકારાત્મક નીશાની આપે છે….નીરાશાની સહજ અભીવ્યક્તી તે આજના સમયની સાચુકલી રજુઆત છે….ભગવો શીકારીવાળો શેર વૃક્ષવાળા શેરની જેવો જ તાકાતવાળો શેર છે….ભલે સામસામા ભાવોનું પાગટ્ય તેમાં હોય..

  સુંદર ગઝલ.

 4. વૃક્ષ જીવ્યાનો પુરાવો નીકળ્યો,
  ડાળ પર એકાદ માળો નીકળ્યો….વાહ

  આમ તો બધાં જ શે’ર ઉલ્લેખનીય પણ ઉપરોક્ત વધુ ગમ્યો..

 5. વૃક્ષ જીવ્યાનો પુરાવો નીકળ્યો,
  ડાળ પર એકાદ માળો નીકળ્યો.

  Very Nice.

 6. ડાળ પર એકાદ માળો નીકળ્યો….
  વૃક્ષ-જીવનની સાર્થકતા રજુ કરે છે.
  સુંદર આસ્વાદ્ય ગઝલ !
  અભિનંદન !

 7. અર્થસભર અને ભાવવાહી ગઝલ માણવાની મજા આવી…દરેક શે’ર ગમ્યા. ધન્યવાદ !

 8. ડાળ પર એકાદ માળો નીકળ્યો….
  વૃક્ષ-જીવનની સાર્થકતા રજુ કરે છે.
  સુંદર આસ્વાદ્ય ગઝલ !
  અભિનંદન !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: