જીવું છું.

imagesખોખલા ખેંચાણ લઈને જીવું છું,
વળગણોની તાણ લઈને જીવું છું.

આ વરસતા પથ્થરો વચ્ચે સતત,
જીવ, લોહીઝાણ લઈને જીવું છું.

હું મને જો ઓળખું તો પણ ઘણું,
એ સમજ, એ જાણ લઈને જીવું છું.

ડૂબવું પોષાય નહીં સંબંધમાં,
હું સ્મરણનાં વ્હાણ લઈને જીવું છું !

સનસનાટીપૂર્ણ વીતે છે સમય,
હુંય કચ્ચરઘાણ લઈને જીવું છું !
સુનીલ શાહ

9 responses

  1. દરેક વ્યક્તિની જીવનકથાનો કોમન ફેક્ટર. સરસ શબ્દો અને ભાવમાં વ્યક્ત કર્યો છે.

  2. ડૂબવું પોષાય નહીં સંબંધમાં,
    હું સ્મરણનાં વ્હાણ લઈને જીવું છું !

  3. સરસ અભિવ્યક્તિ…અભિનંદન.
    મને લાગે છે મત્લામાં વળગણોની ને બદલે વળગણોનું તાણ… હોવું જોઇએ સુનીલભાઇ.

  4. Good Gazal Sir,

    હું મને જો ઓળખું તો પણ ઘણું,
    એ સમજ, એ જાણ લઈને જીવું છું
    This is best.

    Extension:
    દુશ્મનોના તીરો-તલવાર વચ્ચે,
    દોસ્તોનો સાથ લઇને જીવું છું

  5. સુંદર અભિબ્યક્તી
    ડૂબવું પોષાય નહીં સંબંધમાં,
    હું સ્મરણનાં વ્હાણ લઈને જીવું છું !

    સનસનાટીપૂર્ણ વીતે છે સમય,
    હુંય કચ્ચરઘાણ લઈને જીવું છું !
    ખૂબ ગમ્યા

  6. હું મને જો ઓળખું તો પણ ઘણું,
    એ સમજ, એ જાણ લઈને જીવું છું…વાહ.. ક્યા બાત… સુંદર ગઝલ..

  7. ડૂબવું પોષાય નહીં સંબંધમાં,
    હું સ્મરણનાં વ્હાણ લઈને જીવું છું !

    અચ્છા હૈ… સુનિલભાઈ…

  8. ખૂબ સરસ ગઝલ..
    હું મને જો ઓળખું તો પણ ઘણું,
    એ સમજ એ જાણ લઈ ને જીવું છું !

    ડૂબવું પોષાય નહિં સંબંધમાં,
    હું સ્મરણના વ્હાણ લઈ ને જીવું છું !

    વાહ…સંબંધની પરિભાષા કેટલી સહજતાથી થઈ છે.
    અભિનંદન.

Leave a reply to ડૉ.મહેશ રાવલ જવાબ રદ કરો