હૃદયથી માણવાના

દર્દભીનાં આંસુ શાને પાંપણે શણગારવાનાં ?
જેટલા શ્વાસો મળ્યા, એને હૃદયથી માણવાના.

જે હકીકતમાં કદી પહેરી શકો નહીં, જિંદગીભર,
આંખની ખીંટી ઉપર એ સ્વપ્ન શાને ટાંગવાનાં ?

રોજ મનની વ્હાલસોયી ડાળખી પર ફરફરે છે,
એ, સ્મરણનાં પાંદડાંને શી રીતે અટકાવવાનાં ?

અન્ય ભાષાને ભલે પંપાળવા નીકળી પડ્યા સહુ,
પણ, અમે તો ગુર્જરીમાં લાગણી કંડારવાના.

જો ! ગઝલનું ગાંડપણ કેવી દશા સર્જી રહ્યું છે,
મારું મન સોગંદ લે છે, દર્દને વિસ્તારવાના !

સુનીલ શાહ

Advertisements

9 responses

 1. ખુબ સરસ રચના.. દરેક શે’ર ગમ્યા…

 2. સુંદર મજાની ગઝલ… લગભગ બધા જ શેર મજાના થયા છે… સ્મરણના પાંદડાને અટકાવવાવાળો શેર જરા ખટ્ક્યો…

  1. પ્રિય વિવેકભાઈ,
   એ સ્મરણના પાંદડાંને શી રીતે અટકાવવાનાં..?
   આ શેરમાં અટકાવવું શક્ય જ નથી એવો અર્થ અભિપ્રેત છે.
   આપે રસ અને ઝીણવટપૂર્વક ગઝલના શેર જોયા–માણ્યા એ બદલ હૃદયથી આભાર.

 3. દર્દભીનાં આંસુ શાને પાંપણે શણગારવાનાં ?
  જેટલા શ્વાસો મળ્યા, એને હૃદયથી માણવાના

  .સરસ શે’ર

 4. સુનીલભાઈ, મને પણ વિવેકકુમાર જેવો જ અર્થ દેખાયો– અટકાવવામાં

 5. જે હકીકતમાં કદી પહેરી શકો નહીં, જિંદગીભર,
  આંખની ખીંટી ઉપર એ સ્વપ્ન શાને ટાંગવાનાં ?
  વાહ સુનીલભાઈ, ક્યા બાત.

  ત્રીજા શેરમાં આમ કરો તો કેવું ….
  રોજ મનની વ્હાલસોયી ડાળખી પરથી ખરે છે,
  એ, સ્મરણનાં પાંદડાંને શી રીતે અટકાવવાનાં ?
  –દક્ષેશ કોન્ટ્રકટર (Via Email)

 6. સામ્પ્રત સમયને અનુલક્ષીને કહેવાયેલી સુંદર ગઝલ

 7. રોજ મનની વ્હાલસોયી ડાળખી પર ફરફરે છે,
  એ, સ્મરણનાં પાંદડાંને શી રીતે અટકાવવાનાં ?
  મને આ શેરની માર્મિકતા સ્પર્શી….
  આંખની ખીંટી ઉપર સ્વપ્નને ટાંગવાની વાત પણ સરસ છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: