બની ગયું છે

કોને ખબર આ કેવું ભણતર બની ગયું છે,
પોપટની જેમ બાળક, સાક્ષર બની ગયું છે !

ઝીંકે છે શ્હેર આખું, કૈં કેટલાં પ્રહારો,
પણ દોસ્ત, મારું મન તો, બખ્તર બની ગયું છે.

પીડા ને પીઠ સાથે પસવારતો રહ્યો છું,
એથી જ જીવવું આ, નક્કર બની ગયું છે.

ડૂબી જવાયું એમ જ, આ આંસુમાં ગળાડૂબ,
જાણે શરીર આખું જળચર બની ગયું છે !

બસ જ્યારથી ઉદાસી ઘર કાયમી કરી ગઈ,
સરનામું મારું કેવું સધ્ધર બની ગયું છે !

મેં જાત આખી તોડી, તેં તો ધનુષ્ય કેવળ,
કહે, રૂપ તારું શાને ઈશ્વર બની ગયું છે ?

સુનીલ શાહ

(દ્વિખંડી છંદ: ગાગાલગા લગાગા / ગાગાલગા લગાગા)

8 responses

  1. મજાની ગઝલ…. ઘણા દિવસે….

  2. દિલીપ મોદી | Reply

    સુંદર ગઝલ…દરેક શે’ર ઉત્તમ બન્યા છે. વળી મુશાયરામાં તમારા મુખે સાંભળવાનો આનંદ પણ સવિશેષ રહ્યો. ધન્યવાદ !

  3. મેં જાત આખી તોડી, તેં તો ધનુષ્ય કેવળ,
    કહે, રૂપ તારું શાને ઈશ્વર બની ગયું છે ?

    સુંદર…

  4. કોને ખબર આ કેવું ભણતર બની ગયું છે,
    પોપટની જેમ બાળક, સાક્ષર બની ગયું છે !

    શિક્ષકનો જીવને!

  5. પોપટની જેમ બાળક, સાક્ષર બની ગયું છે……..
    બધા જ શેર ઉત્તમ થયા છે.
    મત્લા-મક્તાથી શોભતી સુંદર ગઝલ !

  6. સુંદર ગઝલ

    ઝીંકે છે શ્હેર આખું, કૈં કેટલાં પ્રહારો,
    પણ દોસ્ત, મારું મન તો, બખ્તર બની ગયું છે.
    આજે તો જયાંને ત્યાં તમને કુનિમિતો અથડાવાના જ. જો તમારી પાસે પ્રભુ કૃપાનું બખ્તર કે જ્ઞાનયોગ રૂપી ચંદ્રકાંતિ મણિ હશે તો જ દુનિયાની ભૌતિક આગથી બચી શકશો. બાકી બચવાની કોઇ શકયતા નથી. જે વસ્તુ તન દ્વારા મનમાં જાય તેનું જ મનમાં તોફાન શરૂ થતું હોય છે. …

  7. મેં જાત આખી તોડી, તેં તો ધનુષ્ય કેવળ,
    કહે, રૂપ તારું શાને ઈશ્વર બની ગયું છે ?

    સુંદર ગઝલ

  8. લક્ષ્મી ડોબરિયા. | Reply

    બસ જ્યારથી ઉદાસી ઘર કાયમી કરી ગઈ,
    સરનામું મારું કેવું સધ્ધર બની ગયું છે !..ખૂબ સરસ ગઝલ…
    બધા શેર માર્મિક થયા છે. અભિનંદન.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: