ન ફાવે

બધાને રોજ મળવાનું ન ફાવે,
વિના કારણ પલળવાનું ન ફાવે.

એ રીતે ખુદને છળવાનું ન ફાવે,
કોઈ કહે એમ વળવાનું ન ફાવે.

હું માણસ છું; નથી સિક્કો ચલણનો,
મને અધ્ધર ઉછળવાનું ન ફાવે.

ભલે ભીતર કશું કૈં હો દહનશીલ,
છતાં કાયમ સળગવાનું ન ફાવે.

ખુમારી એ જ રાખી છે સતત મેં,
અમસ્તું સૌને લળવાનું ન ફાવે.

સુનીલ શાહ

10 responses

  1. કવિ શ્રી રઈશ મણીયાર સાહેબની,મારી મનગમતી રચના
    “ન માતા ન પિતા, ન પપ્પા , ન મમ્મી બોલવું હવે ફાવે ,’
    માંથી પ્રેરિત
    તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે, .
    અમે હેલી ના માણસ માવઠું આપણ ને ન ફાવે .
    ———
    .ન પત્ર, ન ટપાલ,ન તો તાર ફાવે
    આ વચલો માર્ગ ન ફાવે, આવું સુક્ષ્મ સંતુલન ન ફાવે
    ………
    કૃષ્ણ કોડામણા કળ અને અકળનું બળ ન ફાવે;
    .જેવી અનેક રચનાઓ મા આ રચના અલગ તરી આવે
    આ શેર વધુ ગમ્યો
    એ રીતે ખુદને છળવાનું ન ફાવે,
    કોઈ કહે એમ વળવાનું ન ફાવે.

  2. સુંદર ગઝલ… જો કે ચોથા શે’રમાં ‘સળગવાનુ’ કાફિયો ના ચાલે…

  3. ભલે ભીતર કશું કૈં હો દહનશીલ,
    છતાં કાયમ સળગવાનું ન ફાવે.

    સરસ . ભાવવાહી ગમે એવી ગઝલ

  4. ખુમારીથી ભરપૂર ગઝલ ખરેખર ગમી જાય તેવી છે…ધન્યવાદ !

  5. હું માણસ છું; નથી સિક્કો ચલણનો,
    મને અધ્ધર ઉછળવાનું ન ફાવે.
    ઘણી સરસ ગઝલ…..ધન્યવાદ !

  6. vah apni gazal amne favi gai
    Mansukh nariya

  7. ભલે ભીતર કશું કૈં હો દહનશીલ,
    છતાં કાયમ સળગવાનું ન ફાવે.

    ખુમારી એ જ રાખી છે સતત મેં,
    અમસ્તું સૌને લળવાનું ન ફાવે… સુંદર .. સરસ ગઝલ.. !!

Leave a reply to અશોક જાની 'આનંદ' જવાબ રદ કરો