કહો ક્યાં જશો ?

આવતા આવેગને રોકી તમે કહો ક્યાં જશો ?
શ્રાવણોને આમ અટકાવી તમે કહો ક્યાં જશો ?

બેઉ વચ્ચે ક્યાંય પણ અંતર ન હોવું જોઈએ,
પ્રેમનો એવો નિયમ તોડી તમે કહો ક્યાં જશો ?

માત્ર પળ બે પળ સમય જીવી જવા મળતો હશે,
આખું જીવન માથા પર મૂકી તમે કહો ક્યાં જશો ?

એ સહજ છે, આક્રમણ ભીતરનું તો આવ્યા કરે,
રોજ વારંવારનું તૂટી તમે કહો ક્યાં જશો ?

ઘર વિશે જાણ્યું કે, ઘર એ ઘર છે બીજું કાંઈ નહિ,
દોસ્ત, નાહક પાંખ ફફડાવી તમે કહો ક્યાં જશો ?

સુનીલ શાહ

Advertisements

8 responses

 1. સરસ ગઝલ
  મત્લાનો મઝાનો શૅર
  આવતા આવેગને રોકી તમે કહો ક્યાં જશો ?
  શ્રાવણોને આમ અટકાવી તમે કહો ક્યાં જશો ?
  યાદ આવ્યો
  તળિયું તૂટેલ નાવ લઈ જઈ-જઈને ક્યાં જશો?
  આ આંખમાં અભાવ લઈ જઈ-જઈને ક્યાં જશો?

  માત્ર પળ બે પળ સમય જીવી જવા મળતો હશે,
  આખું જીવન માથા પર મૂકી તમે કહો ક્યાં જશો ?
  વાહ્
  સદીઓથી પીડતા, સતત દુઝ્યા કર્યા છે જે,
  રુઝ્યા વગરના ઘાવ લઈ જઈ-જઈને ક્યાં જશો?

 2. ઘર વિશે જાણ્યું કે, ઘર એ ઘર છે બીજું કાંઈ નહિ,
  દોસ્ત, નાહક પાંખ ફફડાવી તમે કહો ક્યાં જશો ?

  આખી ગઝલના શેર સરસ છે . ગઝલ ખુબ ગમી . અભિનંદન

 3. Enjoyed your nice Gazal!
  Sudhir Patel.

 4. દીર્ઘ રદીફ અને આઝાદ કાફિયાની સુંદર ગઝલ…!!

 5. આખેઆખી ગઝલ ઉત્તમ કક્ષાની બની છે. દરેક શે’ર અર્થસભર અને આસ્વાદ્ય લાગ્યા. ધન્યવાદ…!

 6. માત્ર પળ બે પળ સમય જીવી જવા મળતો હશે,
  આખું જીવન માથા પર મૂકી તમે કહો ક્યાં જશો ?

  આખી ગઝલના શેર સરસ છે . ગઝલ ખુબ ગમી . અભિનંદન

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: